________________
.
બેધામૃત
અગાસ, તા. ૧૧-૩-૩૧ નાણે નેહ તેડે કહ્યો, અનરથ કેર મૂળ, ધન્ય જ્ઞાનીજન જગતમેં, ધનકે જાણે ધૂળ. સેવાબુદ્ધિએ સેવના, કરે સદા શુદ્ધ ભાવ;
સસેવા સંસારમાં, છે તરવાને નાવ. જેમ બને તેમ બીજે ભટકતા મનને શુદ્ધ આત્મ-સ્મરણમાં, વાંચનમાં, વિચારમાં રોકવાને અભ્યાસ કર્તવ્ય છેછે. જ્યાં જ્યાં જીવે પ્રતિબંધ કર્યો છે ત્યાં ત્યાં ચિત્તનું વારંવાર જવું થાય છે. તેથી મહાપુરુષે વારંવાર પરમાત્મસ્વરૂપ પ્રત્યે પ્રેમ વધારી બીજા પ્રતિબંધ તેડી નાખવાને પુરુષાર્થ કર્યા કરે છે. જરૂરના પ્રસંગે બીજે ચિત્ત દેવું પડે તે તે છૂટકે નહીં, માટે તેમ કરવું પડે; પણ અનર્થદંડ તરીકે જરૂર વગર જીવ નકામે ખોટી થાય છે તેથી બચવા પુરુષાર્થ કર્તવ્ય છે'.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૧-૬-૩૧ તત્ 8 સત્
પ્ર. અષાઢ સુદ ૬, રવિ અનન્ય શરણના આપનાર અધમઉદ્ધારણ, પતિતપાવન એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હે ! દુહા– પ્રભુદર્શન પામે છતાં, બ્રાંતમતિ મહાધ;
ચિંતવ ચંચળ નયન, નારી અંગોપાંગ. મૃગનયના નિહાળતાં, લાગે લવ ઉર રાગ; શાસ્ત્રસમુદ્ર મગ્ન મન, તેય તજે નહિ ડાઘ. ભેગ રેગનું બીજ' ના – જાણ્યું કરતાં મોજ; ધનનું ધ્યાન ધરું સદા, મરણ ન સમરું રેજ. રી-ચિંતન ફી નરક છે, ચિત્ત ન ચેતે તેય; અધમ કૃત્ય કરતાં નહીં, પાછું વાળી જોય. પરનિંદા વિષ્ટા વડે, ખરડાયું મુખ પૂર્ણ પરનારી નિરખી નયન, અંજાયાં વિષ ચૂર્ણ. પરનું બૂરું ચિંતવ્ય, મન મુજ થયું મલિન,
શીય વલે મારી થશે? દીનબંધુ, હું દિન. (સ્વદેશન) તીર્થશિરોમણિ કલ્પવૃક્ષ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક પામર ગોવર્ધનના જયસદ્દગુરુવંદન પ્રાપ્ત થાય.
વિ. તમારે પત્ર આજે આવ્યા. તે ભાવદયાસાગર નિષ્કારણકરુણાસિંધુ પ. પૂ. પ્રભુશ્રીજીએ વાંચી આ પત્ર લખવા સૂચના કરી છે. તેઓશ્રીજીએ એ પત્ર વાંચી મારી ધૂળ કાઢી નાખી અને ઠપકો દીધું કે એ ધર્મને ઢગ કરનાર દુષ્ટ આજથી અત્રે પત્ર ન લખે તે જણાવ. પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યક્રદર્શન છે” (૨૧-૧૧૦) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું