________________
ર
આધામૃત
આવવા યેાગ્ય છે. આ ભવમાં નહીં તે પરભવમાં પણ સદ્ભાવના સફળ થયા વિના ન રહે. અશુભ ભાવનાઓ વગર કહ્યું ફળ આપે છે તે સદ્ભાવનામાં તે સાચનું ખળ રહ્યું છે તા તે કેમ અફળ હાય ? સત્પુરુષને યાગ મળ્યા પછી તેનું ઓળખાણ થવું એ દુર્લભ છે. કારણ કે, પરમકૃપાળુદેવે ઉપદેશછાયામાં જણાવ્યું છે તેમ, મચ્છવેધ કરનારની નજર પાણીમાં હાય છે પણ તેને વીંધવું છે આકાશમાં ફરતું... મચ્છ આકારનું લક્ષ્ય, તેની દિષ્ટ લેાકેાને પાણી તરફ લાગે છે પણ તેનું ધ્યાન ઊંચે આકાશમાં છે એ રીતે સત્પુરુષા આપણને દેહરૂપે આપણી આંખે દેખાય છે પણ તેમનું ધ્યાન, તેમની રમણતા સદ્ગુરુમાં, આત્મસ્વરૂપમાં જ હાય છે. પ્રારબ્ધ અનુસાર જે જે ક્રિયા કરવી પડે છે તેમાં તેને અનાસક્તિ હાય છે. પોતે સદ્ગુરુને સર્વસ્વ અર્પણ સાચા ભાવે કરેલું છે એટલે આપણી આંખે જે દેખાય છે તેને તે પેાતાનું માનતા નથી અને તેના તરફ આપણા લક્ષ્ય રહે તેમ ઇચ્છતા પણ નથી. તેથી સત્પુરુષને આળખવા માટે તેમના બેાધની જરૂર છે અને ઉપશમ, વૈરાગ્ય તથા ઇંદ્રિયના જયની પણ તેટલી જ જરૂર છે. આપણી કલ્પનાએ સત્પુરુષને પૂજીએ કે તેમના પર શ્રદ્ધા રાખીએ તે કરતાં તેમણે આપણને જેમના ઉપર શ્રદ્ધા રાખવાનું કહ્યું છે તે પ્રમાણે કરીએ તે તેમાં વિશેષ કલ્યાણ છેજી. એ નિર્ભય માર્ગ છે, નિઃશંક માર્ગ છે. પરમકૃપાળુદેવને ખતાવનાર પુરુષ ઉપર વિશ્વાસ રાખ્યાનું ફળ પણ એ જ કહેવાય કે પરમકૃપાળુદેવ ઉપર પ્રેમ, ભક્તિ, આસ્થા, શ્રદ્ધા, એનું અનન્ય શરણ ગ્રહણ કરવું. એ પરમ પુરુષ' શ્રીમદ્ રાજચંદ્રની ભક્તિથી સર્વે જ્ઞાનીની ભક્તિ થાય છે. તેને માન્યાથી કાઈ જ્ઞાની માનવાના બાકી રહી જતા નથી. તેમાં સર્વ સમાય છે. એ વારંવાર વિચારી હૃદયમાં દઢ કરવા યોગ્ય છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૫૧
પેટલાદ, તા. ૧૫-૪–૩૨
"
સામાન્ય એક કહેવત છે કે સેાનું લઈ એ કસીને અને માણુસ ઓળખીએ વસીને’ એટલે સત્સંગ-સમાગમથી મહાપુરુષો દ્વારા આપણને જે લાભ મળે છે તેવા લાભ શાસ્ત્રાથી, પ્રશ્નોના ઉત્તરો કે ચર્ચાએથી મળવા મુશ્કેલ છે. તેમાં વળી જે વિષય આપણે માટે નવા જ છે, આપણે જેમાં પ્રવેશ કર્યાં નથી તે વાત સાધારણૢ ઇજનેરી કામ વિષે ખગેાળશાસ્ત્ર આદિની હાય તેપણ પત્ર દ્વારા સમજાવવી કે સમજવી મુશ્કેલ પડે છે, તેા જે તત્ત્વજ્ઞાનની આપ ઇચ્છા રાખા છે. તે એકાએક સમજાય કે તે વિષે આપને પ્રતીતિ કે શ્રદ્ધા આવે તે દુર્ધટ છે. ઘણા કાળના એધે સમજાય તેવી એ વાત છે. એક તા એધ આપનાર આત્મજ્ઞાની જોઈ એ અને બેધ ગ્રહણ કરનાર સરળ, મધ્યસ્થ, ભૂલભરેલી વિપરીત માન્યતાએથી રહિત, માત્ર આત્મકલ્યાણની જ ઇચ્છાવાળા હાવા જોઈએ; તથા જન્મજરામરણુ આદિ દુઃખાને લીધે જેને સંસાર ઉપરથી અણ્ણમા અથવા વૈરાગ્યભાવ આવ્યેા હેાય અને ક્રોધ, માન, માયા, લાભ આદિ શત્રુઓને જેણે મંદ કર્યાં હોય તથા તેમના નાશ કરવા અને ઇંદ્રિયાનેા અને મનના જય કરવા જેણે દૃઢ નિશ્ચય કર્યાં હાય તે પાત્ર ગણાય છે. આવી પાત્રતા, યાગ્યતા ધરાવનાર મુમુક્ષુ પ્રત્યે લખાયેલા પત્રા શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયા છે તે તેવી ચેાગ્યતાવાળાને માર્ગદર્શકરૂપ છે, તેમાં પણ તેના મર્મ સમજાવનાર જોઈશે. આ બધી મુશ્કેલીઓથી ગભરાવા કે મુઝાવા જેવું