________________ બેધામૃત-પત્રસુધા 803 તન 8 સત્ અગાસ, તા. 18-7-51 અષાઢ સુદ 15, બુધ, 2007 અનન્ય શરણના આપનાર એવા શ્રી ગુરુ પ્રગટ પુત્તમ શ્રીમદ્ રાજચંદ્ર દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર! પૂર્વ પયના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હદય ગઢશોગ, નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય ર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” -- શ્રીમદ્ રાજચંદ્રનત્વજ્ઞાન પવિત્ર આત્માર્થી શાંતરસપ્રિય પૂ આદિ મુમુક્ષ વર્ગ પ્રત્યે સવિનય વિજ્ઞપ્તિ; તીર્થશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ એ. અગાસથી લિ. સત્પશ્યના ચરણકમળની સેવાનો ઈચ્છક બાળ ગોવર્ધનના આત્મભાવે નમસ્કાર સ્વીકારવા તથા ગયા કાળથી આજ દિન પર્યત આપ કોઈ પ્રત્યે જાણતાં અજાણતાં માઠા યોગે પ્રવૃત્તિ થઈ હોય તે દોષોની અષાડ ચોમાસી પાખી સંબંધી ઉત્તમ ક્ષમા આપવા વિનંતી છે. અહીંથી પૂ આદિ મુમુક્ષવર્ગે તેમજ જણાવેલ છે. આપનો પત્ર મળ્યો હતો. પૂ... પણ અહીં હતા અને તે મને મળ્યા હતા. મને તો મધ્યસ્થષ્ટિએ વિચારતાં ટ્રસ્ટીઓનો વિચાર દીર્ઘદૃષ્ટિવાળો લાગ્યો, કારણકે પક્ષાપક્ષી મૂકી એકત્ર ભાવના હાલ વતે તેમ કરવાનો તેમનો અભિપ્રાય અનુમોદન યોગ્ય છે. તમારા કાગળ ઉપરથી તમે પણ તે વાત સમજ્યા લાગો છો. પૂ... નો વિચાર પણ ઠીક છે કે બધાની સંમતિ લઈ હા પાડવી ઠીક છે. એ તો બધું પાણીને ઢાળે પાણી જશે. બીજાં, આપે તમારી પોતાની વૃત્તિઓ સંબંધી તથા વાચન વગેરે પુરુષાર્થ સંબંધી લખ્યું જાણી સંતોષ થયો છે'. તે જોતાં તમને વિશેષ નિવૃત્તિ મળે તો વિશેષ લાભ થવા સંભવ છે. ઘરથી દૂર રહેવાનું છે એ પણ એક રીતે સારું છે. બીજા વિકલ્પોનું નિમિત્ત ઓછું બને. ટ્રસ્ટી સંબંધી બોજો ઉઠાવવાની યોગ્યતા વિષે લખ્યું તેના ઉત્તરમાં એમ સૂઝે છે કે તે બોજો નથી પણ પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ સેવાનું કાર્ય ઊભું કર્યું છે તેમાં પોતાની શક્તિ અનુસાર ફાળો * નોંધ :- આ પરમાર્થમૂળવ્યવહારરૂપ પત્ર આશ્રમના ટ્રસ્ટી મંડળ અને શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ (અનુયાયી)મંડળને સહજ માર્ગદર્શક હોવાથી અહીં જાદો મૂકવામાં આવ્યો છે.