________________ 804 બેધાકૃત-પત્રસુધા આપવાનો છે. એ કંઈ મોટું કામ નથી, કારણ કે ભાઈ જાદી શક્તિઓવાળા ઘણા ટ્રસ્ટીઓની સાથે કામ કરવાનું છે એટલે જેની જેવી યોગ્યતા હોય તેવું કામ ઉપાડી શકે. જવાબદરી તો જરૂર છે પણ આપણને પ્રિય છે તેવા વિષયની છે. અને આપણી ઉન્નતિમાં વિધકારી જણાય તો રાજીનામું પણ આપી છૂટા થઈ શકાય તેમ છે. આ બધું તમને પોતાનો વિચાર કરવામાં સ્પષ્ટતા થાય તે અર્થે લખ્યું છે. આમ કરો કે તેમ કરો એમ કહેવા લખ્યું નથી. હિતકારી લાગે તેમ પ્રવર્તવામાં તમે પોતે અધિકારી ડો. હાલ જે પ્રશ્નો તમારા મનમાં નથી તેવાં નિમિત્ત તે જવાબદારી સ્વીકારતાં ઊભાં થવા સંભવે છે. તેવાં નિમિત્તો તો સાંસારિક પ્રસંગોમાં પણ ક્યાં નથી આવી પડતાં? ભવિષ્યના બહુ વિચાર કરવાનું માંડી વાળી વર્તમાન સંજોગોનો વિચાર કરી, પોતાની વિચારસરણીને ખાસ વિરોધ ન લાગતો હોય તો સંમત થવામાં હરકત નથી એમ લાગે છે. 5 તથા તમે મળો ત્યારે પરસ્પર વિચારની આપ-લે કરી જેમ ઠીક લાગે તેમ કર્તવ્ય છે. સાથે ટ્રસ્ટીમંડળમાં ગયા પછી પણ મુમુક્ષમંડળના સભ્ય તરીકે રહેવું ઘટે છે અને પરમ પૂજય પ્રભુશ્રીજીનો આશય મુમુક્ષમંડળની મદદથી ટ્રસ્ટીઓએ કામ સરળતાથી લેવું તે કરવા અર્થે ટ્રસ્ટીમંડળમાં જોડાઈએ છીએ એટલે ટ્રસ્ટીમંડળમાં ગયા પછી તેવી લાગણી કાયમ રહે અને અમુલમંડળની સંમતિ અગત્યની બાબતોમાં લઈ કામ લેવાનું રહે તેવા ધોરણની જરૂર ટ્રસ્ટમાંના ઘણાને ઠસાવી તેવી પદ્ધતિ થવા અર્થે આ જવાબદારી લઈએ છીએ એ લક્ષ ચુકાવો ન જોઈએ. ઠરાવોના અમલ કરવામાં મુમુક્ષમંડળની વિશેષ જરૂર છે એમ સમજાશે તો ટૂંધીભાવ (વિરોધ) બને મંડળોમાં રહેવા સંભવ નથી. ઊલટું ટ્રસ્ટીમંડળને મુમુક્ષમંડળ મદદરૂપ નીવડે એવો મારો પોતાનો અભિપ્રાય છે. એકંદરે પરિણામ સારું આવશે એમ સંભવ દેખાય છે. જે હાલ તેમણે મિત્રતા માટે હાથ લંબાવ્યો છે, તે તક જવા દેવી ઘટતી નથી; અને મુમુક્ષમંડળની સવ્યવસ્થા સારા માણસો દ્વારા સંગીન કરીને જ ટ્રસ્ટીમંડળમાં ભળવું એવી મારી ભલામણ આપ સર્વને છેજી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ 1. “પરમકૃપાળુદેવે પ્રરૂપેલ સનાતન જૈન વીતરાગ માર્ગની પુષ્ટિ માટે જ આ આશ્રમ છે. આશ્રમની નજીક રહેતા સમજા મુમુક્ષુઓને સાથે રાખી ટ્રસ્ટીઓને સંભાળવાનું છે કે આશ્રમમાં પવિત્ર સનાતન જૈન માર્ગને આંચ ન આવે.” -પરમ પૂજ્ય પ્રભુશ્રીજીઉપદેશામૃત પૃષ્ઠ 488