________________ છૂટક કાવ્યો (અપ્રકાશિત પત્રોમાંથી) જે થાવું હોય તે થાવ, રૂડા રાજને ભજીએ; આવો આવ્યો અલૌકિક લહાવ, રૂડા રાજને ભજીએ. હરિગીત - વિષયાભિલાષા મંત્રી માને, વિવેક સહિત જે, મિથ્યાભિમાન નડે નકામું, શુભ શક્તિરહિત છે, આ મેહ સૈન્ય નડે બધાને, જે શૂરવીર રે, સૌ બાહ્ય શત્રુ બાપડા છે, અંતરંગ અરિ ચીર. વળી મેહ, રાગ વિરોધ કારણ ક્લેશનાં જાણે છે, તે સર્વ તÈને જ્ઞાન વૈરાગ્યે લહે સાચે હવે વારિ વચ્ચે નહિ મળે નવનીત એ વિચાર, આ આત્મહિતને દાવ આબે, સાર આ ન વિસારશે. પૂર્ણ શશીની તિથિએ, જભ્ય શ્રી ગુરુરાજ; સમ્યગ્દર્શન આદિ ગુણ, પૂરણ કરવા કાજ. 1 પૂર્ણ ગુણની મૂર્તિ એ, મમ આદર્શ અનુપ, માનું મુજ ગુણ પૂર્ણતા, જન્મી તુજ સ્વરૂપ. 2 અલભ્ય લાભ લઉં હવે, કરી પ્રયત્ન અથાગ તજી શિથિલતા આદિક અરિ, પ્રગટાવી ગુણરાગ 3 આપ કૃપાથી સૌ સફળ, થશે હવે પુરુષાર્થ કેમ પ્રમાદ વશે તવું, ઉત્તમ મુજ આત્માર્થ. 4 ભગવદ્ ક્ષમા આ દુષ્ટ ઈછે દયાદષ્ટિ દયાળુના, અપરાધ સર્વ વિસારી દેજો, શરણ-છાંય કૃપાળુની. ત્યાગી વિષયકષાયને, કરે નહીં આહાર, આજ્ઞા સહ ઉપવાસ તે, બાકી લાંઘણ ધાર, વીસમી સદીના આત્મધર્મ શૂરવીર વીર વીર રહ્યા જે આત્મશુદ્ધિમાં ધીર ધીર ધીર. દેહ છતાં જે દેહાતીત તે રાજચંદ્ર ગુરુ નામ નામ નામ, પૂર્ણાનંદી પ્રભુચરણ છે અનંત સુખનું ધામ ધામ ધામ.