________________ બાધામૃત પરમકૃપાળુદેવને પરમ ઉપકાર સર્વોપરી હદયમાં વસ્યા કરે એ જ કર્તવ્ય છે. તેથી ચઢિયાતું કંઈ ન લાગે તેમ થયે વિશેષ જાગૃતિ વધશે. એટલે ધર્મ આરાધે હશે તેટલી આખરે શાંતિ અને નિર્ભયતા રહેશે. પરમકૃપાળુદેવની કૃપા કઈ એર ઇજી. 5. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “તારી વારે વાર.” જીવ બળવાન થાય તે પરમકૃપાળુદેવનું ગબળ તૈયાર છે જી. શરીર ઠીક હોય તે વહેલા ઊઠવાનું કરવા ભલામણ છેજી. સવારે વહેલા ઘણા નિર્મળ વિચાર આવે એ તે પ્રથમ પ્રહરને પ્રભાવ ઘણાએ ગાયે છે. પ. પૂ. પ્રભુશ્રીના બધમાંથી જ પ્રથમ વાંચી પા-અડધે કલાક વિચારને રાખશે તે ધર્મમાં ઉત્સાહ વધવાનું એ એક પ્રબળ કારણ સમજાય છે. પરમકૃપાળુદેવનું જેને શરણું છે, તેને શાતા કરતાં અશાતામાં ઊલટી વધારે ધર્મવૃત્તિ રહેવા સંભવ છેછે એટલે એવા વખતે આર્તધ્યાન ન થવા દેતાં ધર્મધ્યાન વિશેષ થાય તેમ વિચારવાનની ખેંચ રહે છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ જેમ યજ્ઞને અગ્નિ જાગતે જીવતે રાખ્યા કરે છે તેમ મુમુક્ષુ જીવે પણ સત્સંગે થયેલી જાગૃતિ જાગતી રાખવા પ્રયત્નશીલ રહેવું ઘટે છે જી. સ્મરણમંત્રમાં વૃત્તિ વારંવાર આવે અને તે તરવાનું સાધન પરમકૃપાળુદેવે પરમકૃપા કરીને દીધું છે માટે તેમને પરમ ઉપકાર સ્કુર્યા કરે તેમ વર્તવા ભલામણ છે. અત્યંત વેદનામાં પણ સ્મરણને આધાર ટકી રહે અને શાતા-અશાતા સમાન માનવાની દઢતા ન છૂટે એ પ્રકારે વિચારણા ભાવના કર્તવ્ય છે.