________________
७१८
શ્રાધામૃત
૯૭૫
નાસિક શેડ, તા. ૨૧-૩-૫૩ આયંબિલનું પચખાણ પરમકૃપાળુદેવના આગળ નમસ્કાર કરી ભાવનાપૂર્વક લેવા યોગ્ય છે; ત્યાં બીજા કોઈ સાધુ પાસે પચખાણું લેવા જવાની જરૂર નથી. બીજું, આયંબિલ નર્યા ખેરાકના ફેરફાર કરવાથી સફળ નથી, પરંતુ તે વ્રત પૂર્વક પરમકૃપાળુદેવનાં વચનમાં ભાવનભક્તિપૂર્વક સમય જ્ઞાની પુરુષની આજ્ઞામાં નવે દિવસ ગળાય તે લક્ષ રાખવા યોગ્ય છે. આયંબિલ કરવા બીજે જવું તેના કરતાં ઘરને આયંબિલને આહાર શુદ્ધ અને છા પાપવાળો ગણાય. વિષયકષાય ઓછા કરવા વ્રતનું નિરૂપણ કરેલું છે માટે ઈચ્છાઓ ઓછી થશે તેટલું તપ ગણાશે.
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” એ લક્ષ રાખી જીવની યોગ્યતા, આત્માથી પણું પ્રાપ્ત કરવા આ આયંબિલ કરું છું એ લક્ષ ચૂક નહીં. અને તે છત્રીસ માળાને ક્રમ દિવાળી ઉપર ફેરવીએ છીએ તે પણ આરાધવાથી આત્મહિત થવા સંભવ છે. ટૂંકામાં પરમકૃપાળુદેવને શરણે, તેણે જાણે છે તે આત્મા પ્રગટ થવા, શ્રદ્ધવા અને રુચિ કરવા આ વ્રત કરવાનાં છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
નાસિક રેડ, તા. ૨૬-૩-૫૩ તત કે સત
ચિત્ર સુદ ૧૧, ગુરુ, ૨૦૦૯ દેહના દંડ આ દેહે ભગવવા યોગ્ય ભગવ્યા વિના છૂટકે નથી પણ આત્મભાવના ભૂલવા યોગ્ય નથી.
રાગાદિ મટાડવાની રુચિ, શ્રદ્ધા તે જ સમ્યક્દર્શન છે. રાગાદિ મટાડવા જે જાણવું તે સમ્યફજ્ઞાન છે. રાગ, દ્વેષ, મેહ (અજ્ઞાન) મટે તેવું આચરણ એ જ સમ્યફચારિત્ર છે. આ મોક્ષમાર્ગ જાણવા ગ્ય, માનવા ગ્ય છે.” -મોક્ષમાર્ગ પ્રકાશ, ૭ મો અધિકાર.
અગાસ, ચૈત્ર વદ ૨, ૨૦૦૯ વેદના એ શરીરને ધર્મ છે. આત્મા તે વેદનાને જાણનાર છે. જેમ ગજસુકુમારના માથા પર માટીની પાળ બાંધી અંગારા પૂરવાથી જે અસહ્ય વેદના થઈ, પણ તે વેદનાને દેહને ધર્મ જાણી ભગવાન નેમિનાથ પ્રભુની આજ્ઞાનુસારે પિતે જ્ઞાયક માત્ર જાણનાર રહી નિજ સ્વભાવ સ્વરૂપના અનન્ય અભ્યાસથી કેવળજ્ઞાન પામી મેક્ષે પધાર્યા. ગજસુકુમારની વેદનાના હિસાબમાં આપણને એક અંશ પણ વેદના નથી. માત્ર શરીર ઉપરના મેહને લઈને વેદના જીવને લાગે છે તે માત્ર અજ્ઞાન છે અને તે અજ્ઞાન અથવા મોહને ટાળવાને ઉપાય વેદનાના અવસરમાં એક માત્ર સ્મરણ છે. તે સ્મરણમાં જ ઉપયોગને પરોવી વારંવાર અભ્યાસ કરી, વેદનાને દેહને ધર્મ જાણી, સ્મરણમાં ઉપગ રાખવા ભલામણ છે. વેદનાના અવસરમાં ખાસ પુરુષાર્થની જરૂર છે. ક્ષણે ક્ષણે આત્માની સંભાળ રાખવા યોગ્ય છે. શરીર તે પૂર્વે ઘણું જીવે ધારણ કર્યા અને છેડ્યાં છે. માત્ર આત્માની સંભાળ રાખી નથી. માટે આ અવસર આવ્યું છે તે વેદનાના અવસરમાં માત્ર એક સ્મરણમાં વૃત્તિ રાખી, સર્વ સંસારી વ્યવહારના