________________
પત્રસુધા બાહ્યભાવ, આત્મભાવથી પર જે ભાવે છે, વિભાવ તથા પરપદાર્થો માત્ર સંગરૂપ છે, શાશ્વત નથી, તે તેવી ક્ષણિક બાબતમાં લક્ષ ન દેતાં શુદ્ધ બુદ્ધ શાશ્વત આત્માને પરિચય કર્તવ્ય છે.
પરમકૃપાળુદેવનાં વચનમાં “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” તે વિષે જણાવ્યું છે તે વારંવાર સ્મૃતિમાં આણું તે ભાવમાં આત્મા રંગાઈ જાય તેમ કરવા ભલામણ છે. તેમાં વિદ્ધ કરનાર મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિયના વિષયની પ્રવૃત્તિ કે રમણતા એ છે. તે દોષ ટાળવા સદ્દગુરુની ભક્તિ એકનિષ્ઠાએ કર્તવ્ય છે.
હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.”(૬૯૨) રાગદ્વેષને ક્ષય કરવાની જ્ઞાનીની આજ્ઞા છે તે લક્ષમાં લેવા ગ્ય છે. “જ્યાંત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે” (૩૭) એમ પરમકૃપાળુદેવે શ્રી જૂઠાભાઈને જણાવ્યું છે, તે ધર્મ આપણે પણ આરાધવાને માટે કેડ બાંધીને તૈયાર થવાનું છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૭૩ નાસિક રેડ, ફાગણ વદ ૭, શનિ, ૨૦૦૯ શક્તિ ચાલવાની હજી આવી નથી. પૂર્વ કર્મને દંડ પૂરો થયા વિના દવા પણ શું કરે?
"परमात्माका स्वभाव सर्व आरम्भ व कषाय या परिग्रहसे रहित है, शुद्ध उपयोगमें लीन है, बाह्य आलंबनसे शून्य है उसी स्वभावको मुक्तिके लाभके लिये अपने हृदयमें सदा ध्याना चाहिये, अन्य किसीको नहीं । जो संसारके बंधनको मेटना चाहते हैं, वे बुद्धिमान इस निज शुद्ध स्वभावके नाशक किसी भी कामको कभी भी नहीं करते हैं ऐसा जानकर शरीरके त्यागके लिये शरीरका मोह छोडकर निज शुद्ध आत्माका एक ध्यान ही कार्यकारी है ऐसा निश्चय करना चाहिये ।"-अमितगतिकृत सामायिकपाठ આ દિવસે દિવસે શાંત ભાવની વૃદ્ધિ થાય અને સંસારભાવ નિવૃત્ત થાય તેમ વર્તવા ભલામણ છે). અસાર, અશરણ અને અનિત્ય પદાર્થોના દેહને લઈને ત્રણ લેકનો સાર, પરમ શરણ અને શાશ્વત મેક્ષ સાંભરતું નથી.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૭૪
નાસિક રેડ, તા. ૧૩-૩–૫૩ તત્ ૐ સત્,
ફાગણ વદ ૧૩, શુક, ૨૦૦૮ આપને ક્ષમાપનાપત્ર વાંચી સંતોષ થયે છે. સત્સમાગમમાં ખુલ્લા દિલથી પ્રશ્ન પૂછી સમાધાન ન કરી લેવાય તે બીજું સ્થાન તેને માટે કયું છે? મને મન સાક્ષી છે. તમારે કોઈને દૂભવવાને ભાવ ન હોય તે સામાને પણ તે સરળતા સમજાય છે અને સરળ ભાવે ઉત્તર પણ આપે છે. મનમાં કપટ હોય તે સરળ ભાવે આપેલે ખુલાસે પણ સમજાતું નથી.
અહીં એકાંત નિવૃત્તિને વેગ છે. નિવૃત્તિપરાયણ ચિત્ત જેનું હોય, વૈરાગ્યવાળી વૃત્તિ હોય તેને આવા વેગમાં પાંચ-સાત દિવસને સમાગમ એક માસની ગરજ સારે તેવું છે.
બધાં સાધનોમાં સત્સંગ એ સહેલું અને પહેલું કરવા યોગ્ય સાધન છે. તેવા પુણ્યના ઉદયે તે જગ બની આવે છે. તે જોગ ન હોય ત્યાં સુધી તેની ભાવના કરવી અને પુરુષાર્થ પ્રગટાવી તે જેગ બનાવ ઘટે છે. મંત્રનું સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવા યોગ્ય છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ