________________
પત્રસુધા
૭૬
પ્રસંગે ભૂલી જઈ, માત્ર એક સ્મરણને અભ્યાસ નિરંતર કરવા યોગ્ય છે. સ્મરણ છે તે માત્ર કૃપાળુદેવનું સ્વરૂપ જ છે અને નિશ્ચયનયે પિતાનું સ્વરૂપ પણ તે જ છે; માટે સ્મરણમાં ચિત્ત રાખી આત્મભાવના ભાવવા ભલામણ છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૭૮
દરદ, પ્ર. વૈશાખ સુદ ૩, ૨૦૦૯ શું કરવા જીવ આ ભવમાં આવ્યો છે? અને શું કરે છે? તે પ્રશ્નો રેજ સાંજે એકાંતે વિચારાય તે સાચું પ્રતિક્રમણ થાય એમ છેજી. ભૂલ જણાય તે જીવ પાછો હઠે, અને માથે મરણ ઝઝૂમી રહ્યું છે, માટે ધર્મકાર્યમાં ઢીલ કરવા ગ્ય નથી. આત્મા દિવસે દિવસે શાંત થતે જાય, ક્લેશના કારણે દૂર થતાં જાય અને જ્ઞાની પુરુષના અદ્ભુત આત્મચારિત્રની પ્રતીતિ થતી જાય તેમ પ્રવર્તવા ભલામણ છે), તે બધાનું કારણ સત્સંગ, સશાસ્ત્ર, અને સદ્દવિચાર છેજ. ઇદ્રિના વિષયે પ્રત્યે વૈરાગ્યભાવ અને કષાયની મંદતા તે સદ્દવિચારને પ્રગટાવે છેજ.
“જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ.”
૯૭૦ દેરદ, પ્ર. વૈશાખ સુદ ૩, ગુરુ, ૨૦૦૯ સુવિચારણું જીવને પ્રગટે એ જેવું એક મહત્ભાગ્ય નથી.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન;
જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણ.” – શ્રી આત્મસિદ્ધિ સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે, તેની સમજ સુવિચારણા જાગ્યે આવે છે. એક “મારુષ, માતુષ” બોલને અવલંબને શિવભૂતિ મુનિ કેવળજ્ઞાન પામ્યા હતા. પુરુષનું હૃદય ભક્તિથી ઓળખાય છે અને તેવી ભક્તિનું સદ્ભાગ્ય પ્રાપ્ત થવું તે મનુષ્યભવની સફળતાનું કારણ છે. પરમકૃપાળુદેવનાં વચનમાં જ અવકાશને બધે વખત જીવ ગાળે એટલે કોઈ વખત વાંચે, કોઈ વખત વિશેષ વિચારે, કોઈ વખત ગેખે, કઈ વખત તે વિષે લખે, આમ તે વચનેની પાછળ પડવાથી મૃતભક્તિ થાય છે. “શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે દિવસ આ અહે!” વૈરાગ્ય, ત્યાગ, ઉપશમ, ભક્તિ સહજસ્વભાવરૂપ મુમુક્ષુએ કરી મૂકવા યોગ્ય છે એમ પરમકૃપાળુદેવ કહે છે તે લક્ષમાં લેવા યોગ્ય છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૮૦
દરદ, પ્રથમ વૈશાખ સુદ ૩, ૨૦૦૯ શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી ?” – શ્રીમદ્ રાજચંદ્ર આપણે આપણું હિત ન ચુકાય તેમ પ્રવર્તવું ઘટે છે. દરરેજને કાર્યક્રમ તપાસી મુમુક્ષુછ દિવસે દિવસે આત્મા શાંત થાય તે ક્રમમાં આવવું ઘટે છેજી. ઉત્તાપનાં કારણે તપાસી ઓછાં કરવાં ઘટે છે. શું કરવા આવ્યો છું અને શું કરું છું એ લક્ષ બધું કરતાં ન ચકાય તેમ હાલ તે પ્રવર્તવું ઘટે છે. ૫. પૂ. પ્રભુશ્રીજીએ જે કાર્યક્રમ આશ્રમ માટે ગોઠવ્યું છે તે બહુ દીર્ધદષ્ટિ વાપરી ચક્કસ કર્યો છે. તેમાં રસ ન આવે તેટલી જીવને મુમુક્ષતાની
49