SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૭૬૩ કાચી સડક મેટરના રસ્તા જેવો માર્ગ છે. બીજા ઉપરથી પહેલા ઉપર આવી શકતાં વાર લાગે તેમ નથી, તે લક્ષ રાખશોજી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ નાસિક રેડ, મહા વદ ૪, ૨૦૦૯ જેને કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ શૈલેક, જીવ્યું ધન્ય તેનું દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લેક, જીવ્યું ખાતાં પીતાં બોલતાં નિત્ય, છે નિરંજન નિરાકાર, જીવ્યું, જાણે સંત સલૂણું તેહને, જેને હોય છેલ્લે અવતાર, જીવ્યું જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરને ભાર, જીવ્યું, તેને ચૌદ લેકમાં વિચરતાં, અંતરાય કઈયે નવ થાય, જીવ્યું, રિદ્ધિસિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્માનંદ હદે ન સમાય, જીવ્યું” મનહરપદને અર્થ ટૂંકામાં તમે પુછાવ્યું તે લખ્યું છે. જે ચરમશરીરી મોક્ષગામી જીવ હોય તેની દશા મનહર નામના સંન્યાસીએ લખી છે. જેને મરણને ભય મટી ગયે તેને યમ કે કાળ શું કરી શકે? જગતમાંથી જેને કંઈ જોઈતું નથી તેને ત્રણે લેક મૃગજળ જેવાં દેખાવ પૂરતાં જ છે. આખા જગતને ચૂસી ખાનારી રાક્ષસી જેવી આશા તેને તૃતુલ્ય દાસી જેવી થઈ ગઈ છે. કામ ક્રોધ જેને વશ થઈ ગયા છે, તેથી કેદમાં પુરાયા જેવા છે, તેને પજવતા નથી. નિરંજન, નિરાકાર, શુદ્ધ આત્મા ખાતાં, પીતાં, બોલતાં જેને ભુલાતું નથી, પ્રગટ અનુભવમાં આવ્યા કરે છે એવા જ્ઞાની પુરુષનું એાળખાણ પડવું પણ દુર્લભ છે, માત્ર ઉત્તમ સંતજને જે મોક્ષગામી હોય તે તેમને ઓળખીને આરાધી શકે છે. તેવા પુરુષે જગતને પવિત્ર કરવા, ઉદ્ધાર કરવા અવતર્યા છે તેમને જ ધન્યવાદ ઘટે છે. બીજા છએ તે તેમની માતાને નવ માસ સુધી ભારે મારી છે એટલું જ નથી તે તરતા કે કોઈને તારતા; એવા પુરુષને અંતરાય કરનાર કર્મ કોઈ રહ્યું નથી, ચૌદ રાજલકને તે જ્ઞાન દ્વારા જાણી રહ્યા છે. અનંત રિદ્ધિ-સિદ્ધિઓ તેમને પ્રગટી છે પણ તે તેમને આનંદ આપતી નથી. માત્ર આત્માને પરમાનંદ સ્વભાવ છે તે જ તેમના હૃદયમાં રમી રહ્યો છે, એટલું જ નહીં, પણ તે આનંદ શબ્દ દ્વારા હદયમાં ઊભરાઈને બહાર આવે છે તે આ જગતને જીવોને કલ્યાણરૂપ, મોક્ષમાર્ગમાં સહાયક બને છે. ભલે વેદાંતપદ્ધતિએ તેમણે પરમપુરુષના ગુણ ગાયા છે પણ તે આપ્તપુરુષના જ વખાણ છે તેથી પરમકૃપાળુદેવે તેને ભક્તજને ઉપકારી જાણી તે વિચારવા લખ્યું છે. જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષને ઓળખનાર સંતની તેમાં સ્તુતિ છે. તે આપણું હૃદયે વસે તે આપણે આત્મા ઉન્નત થાય, જગતનાં તુચ્છ સુખેથી ઉદાસ બને અને વૈરાગ્યસહ આત્માની વિભૂતિમાં લીન થાય તેવું એ પદ જ. આપનાથી મુખપાઠ થાય તે કર્તવ્ય છે, વિચારવા યોગ્ય છે અને પરમકૃપાળુદેવની જ તે સ્તુતિ છે એમ લક્ષ રાખવા ગ્ય છેજી. આત્માને લક્ષ ચુકાય નહીં એ જ કર્તવ્ય છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧ જુઓ પત્રાંક ૮૭૬
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy