SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૪ બેધામૃત નાસિક રોડ, તા. ૪-૨-૫૩ તતું . સત્ મહા વદ ૫, બુધ, ૨૦૦૯ દાક્તરની દવા પ્રત્યે અરુચિ જેવું હવે વિશેષ રહે છે. રાત થોડી અને વેશ ઘણુ જેવું મનુષ્ય-આયુષ્ય અલ્પ અને મોક્ષનું મહાભારત કામ છે ત્યાં બીજામાં વિશેષ વૃત્તિ ન જાય અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન થાય તે જ આત્મહિત સધાય એમ રહ્યા કરે છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ નીચે પ્રમાણે મોટામાં મોટી ભૂલ જે ભગવાને દીઠી છે તે વિષે જણાવ્યું હતું તે મારે તમારે વારંવાર સચેતપણે વિચારી લક્ષમાં લેવા યોગ્ય છેજી: “આત્મા ઉપગસ્વરૂપ છે. ઉપગ સદાય નિરંતર છે, તે ઉપયોગ ઉપર ઉપગ રાખ. સૂર્ય-ચંદ્ર વાદળાં આડે ન દેખાય, તેપણ છે એમ પ્રતીતિ છે; તેમ શુદ્ધસ્વરૂપ છે એ પ્રતીતિ ભૂલવા યોગ્ય નથી. ઉપગ ભૂલી જવાય છે. એ ભૂલ ભગવાન મહાવીર સ્વામીએ દીઠી, તે ઠામ ઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે.” શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૬૬ નાસિક રેડ, મહા વદ ૬, ગુરુ, ૨૦૦૯ “સદગુરુ, અરજ સુણે એક વાર રે, મારે છે મૂરખને અવતાર રે, પથ્થર કરતાં કઠણ હૈયું છે મારું રે, તેમાં સ્વરૂપ ન લેવું તમારું રે; મારા તે મનની ગતિ અતિ વાંકી રે, સદ્ગુરુજીએ પથ્થર નાખ્યા છે ટાંકી રે, હવે હું તે સદ્દગુચરણ ઉપાસી રે, હવે હું તે સદ્ગુરુ-ચરણની દાસી રે, મારા ઉપર કૃપા કરે અવિનાશી રે.” વચનામૃતમાંથી પત્રાંક ૫૧૧ ને છેલ્લો ફકરો “સત્સંગ છે તે કામ બાળવાને બળવાન ઉપાય છે તે મુખપાઠ કરી ફેરવતાં રહેવાની ભલામણ છે. છેડે થોડે કંઈ કંઈ મુખપાઠ કરવું, મુખપાઠ કરેલું ફેરવવું અને વિચારી આત્માને શાંત કરવા ગ્ય છેજી. પ. પૂ. પ્રભુ શ્રીજીએ આપેલી શિખામણ હૈયાના હાર સમાન ગણી તેમાં વૃત્તિ રાખી જ્ઞાનીના અપાર ઉપકાર સંભારતા રહેવાથી જીવ જાગ્રત રહી શકે તેમ છે જી. છે શાંતિઃ ૯૬૭ નાસિક રેડ, મહા વદ ૧૪, ગુરુ, ૨૦૦૯ હરિગીત – રે ! સેંકડે કામ વડે વ્યાકુળ થઈ જે મન બળે, પામે નહીં શાંતિ કદી, ઈચ્છા છતાં કેઈ સ્થળે; હૃદયે રહેલું સ્વરૃપ પણ પામે નહીં તે જન અરે ! જે સારભૂત વિચાર તજી, પરના વિચાર કર્યા કરે. (હદયપ્રદીપ) તીર્થક્ષેત્ર શ્રી નાસિકરોડથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક બાળ ગોવર્ધનના જયસદૂગુરુવંદન સ્વીકારવા આપ સર્વને સવિનય વિનંતી છે. અહીં યથાશક્તિ ભક્તિને કમ તથા વચન ચાલે છે. સવારે ૪-૫ વાગ્યે લબ્ધિસાર ગ્રંથ ઘણુંખરું વંચાય છે. પ. પૂ. પ્રભુશ્રીજીના વખતમાં પહેલાં ત્રણ વાગ્યે સવારે બધા મળી આ ગ્રંથ વાંચેલે યાદ આવે છે. તે વખતે કંઈ સમજાતું નહીં, પણ કેવળી, શ્રુતકેવળી કે તીર્થકરના પાદમૂળમાં ક્ષાયક સમ્યકત્વની નિષ્ઠાપના થાય છે એમ વંચાતું હતું ત્યારે પ. પૂ. પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવના ચિત્રપટ તરફ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy