SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૨ બ્રાધામૃત સંભળાવવા યોગ્ય છે; ભક્તિ, મંત્ર વગેરે પણ સંભળાવવા યોગ્ય છે. આપણે પણ એક દિવસ એવો આવવાનું છે તે પહેલેથી તૈયારી કરી રાખી હોય તે આખરે મૂંઝવણ થાય નહીં અને સમાધિમરણનું કારણ થાય. ક્ષણવાર પણ સસાધન ભૂલવા જેવું નથી. જે શાંતિઃ ૯૬૩ નાસિક રેડ, તા. ૩–૨-૫૩ જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” – શ્રીમદ રાજચંદ્ર તમે પૂછેલા પ્રશ્નોના ઉત્તર પત્રથી સમજાવા મુશ્કેલ છે, છતાં તમને સંતેષ થવા અર્થે ટૂંકામાં લખું છું. જીવને વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થયે તેની ગેડ બેસે તેમ છે.જી. મંત્રના સામાન્ય અર્થ : ૧. સહજત્મસ્વરૂપ એટલે કર્મથી જે વિકારી કે વિભાવરૂપ જીવનું સ્વરૂપ થઈ ગયું છે, તે વિભાવ ટળી કેવળ નિજસ્વભાવસ્વરૂપ થવું તે સહજત્મસ્વરૂપ છે, તે કેવળજ્ઞાનસ્વરૂપ છે; તેની જેમને પ્રાપ્તિ થઈ છે અથવા તે પ્રગટાવવા જે પરમ પુરુષાર્થ સેવે છે એવા પાંચ પરમગુરુ છે. શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુવર્ગ. - ૨. પરમગુરુ એટલે ઉપર જણાવ્યા તે પાંચ પરમેષ્ઠી મહાત્મા બે વર્ગમાં વહેંચાયેલા છે. એક વિભાગ નિગ્રંથ મહાત્માઓને છે, તે સાધક છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. બીજે, જેમની સાધના પૂર્ણ થઈ છે એવા સર્વજ્ઞ ભગવતે છેઃ અરિહંત અને સિદ્ધ. શ્રી અરિહંતને આયુષ્યાદિ ચાર કર્મ પૂરાં થતાં સુધી તે દેહધારી ભગવંતરૂપે દર્શન દે છે અને આયુષ્ય પૂર્ણ થયે સિદ્ધરૂપે બિરાજે છે. નિગ્રંથ એટલે જેમની મેહરૂપ ગાંઠ ગળી ગઈ છે, નિર્મોહી બન્યા છે. તે થે ગુણસ્થાનેથી, ખરી રીતે છટ્ટ ગુણસ્થાનેથી તે બારમા ગુણસ્થાન સુધીની દશાવાળા ગણાય છે. પછી તે કેવળજ્ઞાની, સર્વજ્ઞ બની મોક્ષે જાય છે. ૩. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” એનો ભાવ પરમકૃપાળુદેવ પ્રભુએ જ આ પ્રમાણે દર્શાવ્યું છેઃ “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કેઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.”(૬૯૨) રાગદ્વેષને ક્ષય થયે કેવળજ્ઞાન થાય છે. ૪. જૈન એટલે રાગદ્વેષને જેણે ઉપર જણાવેલી ભાવનાએ જીત્યા, ક્ષય કર્યા અને કેવળજ્ઞાન પ્રગટાવ્યું તે જિનભગવંતે પ્રકાશ માર્ગ કે તે માર્ગે ચાલે તે જૈન કહેવાય છે. વેદાંતને અર્થ ચાર વેદરૂપ જ્ઞાન ભંડાર છે. તેની શરૂઆતના ભાગમાં મીમાંસા કે યજ્ઞયાગાદિ ક્રિયાકાંડનું વિવેચન છે અને અંતના ભાગમાં ઉપનિષદ્ આદિ જ્ઞાનમાર્ગનું વિવેચન છે. તે જ્ઞાનમાર્ગને વેદને અંત કે વેદાંતરૂપ કહે છે. ગ્યતા વધે તે બને માર્ગોને પરમાર્થ સમજાશે. હાલ આટલે શબ્દાર્થ સમજાશે તે પણ ઠીક છે. મતમતાંતરના ઝઘડામાં વૃત્તિ જતી અટકાવી આત્માર્થને લક્ષ રાખવા વિનંતી છેછે. કાળે કરીને જૈન અને વેદાંત બન્નેનું સ્વરૂપ પલટાઈ ગયું છે. પરમકૃપાળુદેવે કહેલું કે એક જૈન રેલની સડક સમાન છે અને બીજો વેદાંત તે સાથે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy