________________
૭૫૦
હo.
બેધામૃત
અગાસ, જેઠ સુદ ૬, ૨૦૦૮ આપને પત્ર મળે. આપના પિતાને છેવટે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઈ અને મરણપર્યત રહી તે આનંદની વાત છે. માતપિતાને ધર્મને બેધ કરે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તેમ તેમને સાચા ધર્મની પ્રાપ્તિ તમારા નિમિત્ત થઈ તે તમારી પુત્ર તરીકેની ફરજ કે તેમનું દેવું વાળ્યું ગણાય. આપણે બધાને એ માર્ગે જવાનું છે. સમાધિમરણની તૈયારી આજથી આપણે કરતા રહેવાની જરૂર છે. મંત્રનું સ્મરણ કરવાની ટેવ પાડી મૂકી હોય તે તે આખરે સ્મૃતિમાં આવી સમાધિમરણનું કારણ બને છે. માટે હરતાં, ફરતાં, કામ કરતાં જીભે મંત્ર જ જાતે રહે તેવી ટેવ પાડવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. કેટલું જીવવાનું છે તેની કેને ખબર છે? માટે આ મનુષ્યભવને લહા લઈ લેવાનું ચૂકવું નહીં. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૩૧
અગાસ, જેઠ વદ ૧૪, શનિ, ૨૦૦૮ વિ. આપને પત્ર મળે. આપની મૂંઝવણનું કારણ જાણ્યું છે. સંસારનું સ્વરૂપ જ એવું છે. ચાર રસ્તા વચ્ચે જેનું મકાન હોય તે કહે કે મારા મકાનની આજુબાજુ લેકોની ગરબડ બહુ થયા કરે છે. એમ ફરિયાદ કરે તે તેને કહેવાય કે ભાઈ, તે જગા જ ગરબડનું ધામ છે ત્યાં તારે વાસ છે, તે સહન કર્યું જ છૂટકો છે કે તે જગા બદલી નાખવી એ ઉપાય છે. તેમ દુઃખને દરિયા જેવા સંસારમાં દુઃખ સિવાય બીજું કંઈ જ જણાશે નહીં. તેથી છૂટવું અને મોક્ષે જવું અને ન છુટાય ત્યાં સુધી સમભાવે સહન કરવું યોગ્ય છે જ. પરમકૃપાળુદેવની અનંત કૃપાથી સત્સાધનરૂપ મંત્ર, ભક્તિ આદિની આજ્ઞા મળી છે તેને વિશેષ વિશેષ ઉપયોગ કરવાથી છૂટવામાં મદદરૂપ થાય તેમ છે.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૩૨
અગાસ, તા ૨૫-૬-પર તત ૐ સત્ર
અષાડ સુદ ૩, બુધ, ૨૦૦૮ બને તેટલું કરી છૂટવું, પછી થવાનું હોય તે જ થાય છે. ભક્તિભાવમાં ખેંચ રાખવી એ આપણું કર્તવ્ય છે. ન બને તે કર્મને દેષ, પણ જાણી જોઈને પ્રમાદ સેવ નથી. કંઈન બને તે મંત્રનું રટણ છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખવું, ભાન હોય ત્યાં સુધી – એમ પ. પૂ. પ્રભુશ્રીજીના બેધમાં આવે છે તે લક્ષ આપણે ચૂકવા યોગ્ય નથી. બીજું જે થાય તે જોયા કરવા યોગ્ય છે.
“નહિ બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિતા જાય?” “સુંદર ચિંતા મત કર, તૂ કર બ્રહ્મ વિચાર,
શરીર સેપ પ્રારબ્ધકું, જયું લેડા ફૂટે લુહાર.” આવા ભાવથી આત્માને પુરુષાર્થમાં જોડી રાખવા યોગ્ય છે.
૯૩૩
અગાસ, તા. ૨૫-૬-૫૨ “કરશે ક્ષય કેવલ રાગકથા, ધરશે શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહેભજીને ભગવંત ભવંત લહે.”