________________
પત્રસુધા
૭૫૧ મંત્રમાં વૃત્તિ રાખવા ભલામણ છે. જેમ બને તેમ કષાયની મંદતા થઈ ઉપશમભાવ પ્રગટે અને પરમકૃપાળુદેવની ભક્તિમાં વૃત્તિ રહે તેમ કર્તવ્ય છે.
શરીરની શક્તિ જોઈ તપ કરવું, તણાઈને કંઈ કરવા જેવું નથી. આ શરીરથી હજી પરમકૃપાળુદેવને માર્ગ સમજી તેણે જણાવેલ આજ્ઞા ઉપાસવા માટે કેડ બાંધવાની છે. આંધળી દેડ કરી સંતોષ માનવા જેવું નથી કે મેં ધર્મ કર્યો. પણ સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છે. સત્સંગ જેવું કલ્યાણનું કારણ કોઈ નથી એ લક્ષ ચૂકવા જેવો નથી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૩૪.
અગાસ, તા. ૨૮-૬-પર તત ૐ સત્
અષાડ સુદ ૬, શનિ, ર૦૦૮ સંસારની ચિંતા કરીએ કે ન કરીએ તે સરખું છે. આપણું ધાર્યું કંઈ થતું નથી. ન જોઈતી ફિકર ચિંતા કરવાનું છવ માંડી વાળે તે જીવને નિરાંત વેદાય તેમ છે, પણ હું કરું છું, હું સારું કરી શકું છું, મારી સલાહ વગર બીજા કરશે તે બગડી જશે આદિ અભિમાન જીવને ન જોઈતી ચિંતામાં દોરી ફસાવી રાખે છે.
“જગત જીવ હે કર્માધીના, અચરજ કછુ ન લીના, આપ સ્વભાવમાં રે, અબધુ સદા મગન મન રહેના.”
૯૩૫
અગાસ, તા. ૨-૭-૫૨ તત ૐ સત
અષાડ સુદ ૧૦, બુધ, ૨૦૦૮ થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ.” એ સાચા દિલની ભક્તિ ભાવ તારનાર છેજી. મરણ સુધી તે ભાવને ટકાવી રાખનારની બલિહારી છેજી. વેદના એ સમજની કટી છે. વેદના વેદતાં દેહથી ભિન્નતા રહે તે સમાધિમરણનું કારણ છે.
૯૩૬
અગાસ, અષાડ વદ ૧, ૨૦૦૮ કંઈ કંઈ વાંચન-વિચારની પ્રવૃત્તિ આપ રાખતા હશે. સત્સંગની આ કાળમાં ઘણું ખામી છે. એક જ લક્ષવાળા મંદ-કષાયી છે વિરલા દેખાય તે કાળ આવી પહોંચે છે. તેવા પ્રસંગે જીવે “આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં” એ કહેવત પ્રમાણે પ્રમાદ મંદ કરી આત્મહિત પોષક એવાં પરમકૃપાળુદેવનાં વચનને સ્વાધ્યાય નિયમિતપણે કર્તવ્ય છે. તે સત્સંગની ગરજ સારે તેમ છેજ. જિંદગીનો પાછળનો ભાગ તે જ્ઞાની પુરુષનાં વચન કાનમાં પડ પડ થાય અને તેના જ વિચાર કુર્યા કરે તેમ ગાળવા યોગ્ય છે, તે સમાધિમરણનું કારણ બને તેમ છે.
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૩૭
અગાસ, તા. ૧૨-૭– પર “જે ઈચ્છે પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” – શ્રીમદ્ રાજચંદ્ર આપને પશ્ચાત્તાપપૂર્વક લખેલ ક્ષમાપનાપત્ર મળે છે. એવા ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે વારંવાર કરતાં જીવને અંતરંગ બળની પ્રાપ્તિ થાય તેમ સમજાય છે.