SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૭૪૯ છે. બધાનું કારણ પરમપુરુષ પ્રત્યે પરમ પ્રેમ છેજ. જગતની વસ્તુઓ નાશવંત અને મિથ્યા લલચાવનારી છે, તેનું પરિણામ દુઃખદાયી અને માઠી ગતિ છે એવું વારંવાર વિચારી પિતાની વૃત્તિ પરમકૃપાળુદેવ પ્રત્યે વારંવાર વાળવા ગ્ય છે. તજવાની વસ્તુઓ અનેક છે અને ભજવાની માત્ર એક છે, તે જે ભજવાયેગ્ય ગુરુમૂર્તિ તેમાં વિશેષ વિશેષ ભાવ કરવાથી બીજે બધેથી સહેજે મન ઊઠી જાય અને બીજે જાય તે “મારે કરવું છે તે પડી રહ્યું એમ જાણું ખેદ થાય; માટે ભક્તિભાવમાં વૃત્તિ વધારે રહે, દિવસમાં વીસ દેહરા ઘણી વખત બેલાય, ક્ષમાપનાને પાઠ વિચારાય, હે ભગવાન! હું બહુ ભૂલી ગયે એ ભાવ ચાલુ રહ્યા કરે એમ કરવાથી “શું કરવું?” તે પ્રત્યે વૃત્તિ વળશે, ઉલ્લાસ આવશે અને પરમ પુરુષના વચને પ્રત્યક્ષ સત્સંગ તુલ્ય લાગશે. હાલ એ જ અભ્યાસ વધારવા વિનંતિ છે. તમે બાદર ક્રિયા પૂછી છે તે બાહ્ય ઉપવાસ, તપ, જીવરક્ષા વગેરે જાણવા યોગ્ય છે. “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મે ઓળખ્યાં નહીં.” એ ઓળખાય તે સૂમ વિચાર સહ ક્રિયા થાય. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૨૮ અગાસ, તા. ૧૧-૬-પર આ મનુષ્યભવનાં ઘણાં વર્ષો જોતજોતામાં ચાલ્યાં ગયાં. થોડું આયુષ્ય બાકી છે તે પરમકૃપાળુદેવને શરણે તેની ભક્તિમાં ગાળવું છે અને અસત્સંગ સર્પ સમાન જાણી દૂર રહેવું છે તથા સત્સંગતિની નિરંતર પ્રાપ્તિની ભાવના કરવી છે. જ્ઞાની પુરુષને બેધ પરિણામ પામે, સુવિચારણા જાગે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ પરિભ્રમણદશા ટળે એ પુરુષાર્થ કર્યા કરે છે. તેમાં પ્રમાદ શત્રુ છે. મરણને સમીપ સમજી બને તેટલે વૈરાગ્ય વધારી, ‘તંહિ તૃહિની રટણા જાગે તેવી પરમકૃપાળુદેવની ભક્તિ કર્તવ્ય છે. કરવાનું છે તે આ ભવમાં કરી લેવું છે, પરમકૃપાળુદેવમાં ભાવથી સમાઈ જવું છે એ જ ઉત્કંઠા રાખી પરમપ્રેમની વૃદ્ધિ કરવા સર્વને ભલામણ છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૩-૬- પર સત્ય શીલ ને સઘળાં દાન, દયા હેઈને રહ્યાં પ્રમાણ દયા નહીં તે એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ.”– શ્રીમદ્ રાજચંદ્ર ન્યાયનીતિથી વર્તવું એ ધર્મને પાયો છે. પ્રાણ જાયે પણ સત્ય આદિ નીતિને ભંગ ન થાય એમ વર્તે તેને પુરુષને બે પરિણામ પામે છે. માટે નુકસાન વેઠીને પણ આત્માને લૂંટાતે અટકાવ. અનીતિથી કેઈ સુખી થયું નથી. તમને પણ તે અનુભવ હવે થયે છે, તે પાપભાવના તજી ધર્મધ્યાનમાં વિશેષ લક્ષ રાખવા વિનંતી છે.જી. સદાચાર હશે તે જ સત્સંગ સફળ થશે, એ ભૂલવા જેવું નથી. આપણને મંત્ર મળ્યો છે તે જેવો તેવો નથી, માટે મંત્રનું રટણ વિશેષ રહ્યા કરે તેમ કર્તવ્ય છે.જી. મંત્રમાં મન રહે તે બીજે ન ભટકે તે અજમાવી જેવા યોગ્ય છે. હરતાં-ફરતાં સ્મરણ કરવાની ટેવ પાડી મૂકી હોય તે મરણ વખતે તે યાદ આવે અને સમાધિમરણ થાય. એ જ. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy