________________
૭
બધામૃત આરાધવી છે. બીજું બધું જંજાળ છે. તેમાં મારી વૃત્તિ રહે, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા સુખનું ઘામ એવા પરમકૃપાળુદેવનું મને શરણું છે, તેથી મારે કંઈ ફિકર કરવા જેવું નથી. આત્માને ઉદ્ધાર થાય તેવું મને શરણું મળ્યું છે. એ જ.
૯૦૫
અગાસ, તા. ૨૦-૮-૫૧ સપુરુષાર્થ કર્તવ્ય છે. આત્માર્થને પિષે તે વખત આખા દિવસમાં અમુક રાખવા ભલામણ . જીવને નિવૃત્તિની જરૂર છે. હાલ વિશેષ નિવૃત્તિ ન મળે તે ભાવના તે જરૂર રાખવી અને અંતર્વિચારની વૃદ્ધિ થાય તેમ અલ્પ અંશે પણ કરવું ઘટે . સ્મરણની ટેવ મિનિટ બે મિનિટના અવકાશમાં પણ રાખવા ભલામણ છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૧-૮-૫૧, મંગળ આપની તબિયત નરમ રહે છે એમ જાણ્યું. માંદગીમાં આધ્યાન ન થાય તેવી મુમુક્ષ ખાસ કાળજી રાખે છેજ. ગમે તે ખબર પૂછે તે પણ દેહાધ્યાસ વધવાનું એ નિમિત્ત છે. તેથી જ્ઞાની પુરુષે જાણે છે, પ્રગટ કર્યો છે, ઉપદે છે તે મારો આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અવિનાશી, અછઘ, અભેદ્ય, જરામરણાદિ ધર્મથી રહિત, પરમસુખનું ધામ છે, એવી ભાવના નિરંતર કર્તવ્ય છે. દેહના ઉપચાર કરવા પડે તે પણ, તે દેહે કરીને જ્ઞાનીના માર્ગનું આરાધન થઈ શકે છે તેમાં લાભ છે એમ જાણી, વ્યાધિના ઉપચારે પ્રવર્તવું ઘટે છે. કોઈ પણ પ્રકારે દેહ મૂછ કરવા ગ્ય નથી. દેહ તે કમેં રચેલું કેદખાનું છે. માત્ર તે દ્વારા ભક્તિ આદિ મોક્ષના ઉપાય સાથી કર્મને ક્ષય કરવામાં વપરાય તે જ ઉત્તમ છે, નહીં તે દેહમાં બીજું કંઈ સારું નથી. દેહને નિમિત્ત જ જીવે દુઃખ ભેગવ્યાં છે, ભોગવે છે અને ભગવશે. તેથી તે આલેચનામાં બોલીએ છીએ કે “કાય ત્યજનમય હોય કાય સબકો દુઃખદાયી.” આમ સનકુમારની પેઠે દેહને દુઃખની ખાણ જાણું, તેથી આત્મકલ્યાણ સાધવાનો સંકલ્પ કરી યથાશક્તિ પુરુષાર્થ જ્ઞાનીની આજ્ઞાએ કરે ઘટે છેજી. એમ લાગે કે આ તે બધું જાણીએ છીએ પણ કંઈ બનતું નથી, પણ જ્ઞાની પુરુષે કહે છે કે જીવે હજી કંઈ જાણ્યું નથી.
' “જાયું તે તેનું ખરું, જે મેહે નવિ લેપાય;
સુખદુઃખ આવ્યું જીવને, હર્ષશેક નહિ થાય.” આમ નથી જાણ્યું ત્યાં સુધી વારંવાર તે વાત સાંભળી વિચારવી અને આત્મગત થાય તેમ લક્ષ રાખવો. આવા વખતે જ્ઞાની પુરુષનું શરણ એ જ બળ આપનાર તથા ધીરજ દેનાર છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૦૭
અગાસ, તા. ૨૩-૮-૫૧ “સુખદુઃખ મનમાં ન આણિયે, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈને નવ ટળે, પૂર્વના બંધ પડિયા–સુખ આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત ઘો ચિરકાળ ના, આત્માર્થે વાણું-કાયાથી, વર્તે તન્મયતા વિના.