________________
પત્રસુધા
૭૩૭
લખતા નથી. બાકી યાગ અને ચમત્કારમાં જગત ગાંડું બની જાય તેમ છે; પરંતુ તેથી આત્માનું કંઈ કલ્યાણ નથી. સમ્યક્દન સિવાય બધું ચિતરામણ જેવું, ઘડીમાં ભૂંસાઈ જાય તેવું છે. શાશ્વત મેાક્ષમાર્ગ દે તેવું સમ્યક્દન જ આ ભવમાં હિતકારી છે. તે સિવાય બધું પથ્થર પર પાણીના ચિત્ર જેવું ગણવું ઘટે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૦૩
અગાસ, શ્રાવણ વઃ ૧, શિન, ૨૦૦૭ પાપકમના ઉદયને લીધે જીવને પ્રતિકૂળતાએ પ્રાપ્ત થાય છે, પરંતુ જો વેદનીયકના ઉદયમાં શરીરનું સ્વરૂપ વિચારે કે હું દેહથી ભિન્ન છું, દેહ નાશવંત છે, મળમૂત્રની ખાણુ છે. તેમાંથી સુખની આશા રાખવી વ્યર્થ છે. પ્રગટ દુઃખ દેનાર દેખાય છે છતાં જીવ દેહ પ્રત્યેની મમતા – સુખરૂપ માન્યતા છેડતા નથી. તે સમજણ પ્રાપ્ત થવા આ વેદના આવી છે. આટલાથી જો સમજીને દેહને અન્ય પરપદાર્થ માની આત્માને અર્થે દેહ ગાળવાનું શીખી લઉં તે આ વેદના ભાગવાય છે તે લેખે આવે. આત્મા છે, નિત્ય છે, કર્મ કરે છે તે તેને ભાગવવાં પડે છે, તેથી મુક્ત થઈ શકાય છે અને મેાક્ષના ઉપાય પણ છે, આ વાત જો દૃઢ થઈ જાય તે મળેલી નિવૃત્તિ અને વેઠેલી વેદના સાÖક બને. તે થવા અર્થે તમારી પાસે પુસ્તકો છે તે વાંચશેા, વિચારશેા તથા સત્સંગે મને અપૂર્વ લાભ થવા યેાગ્ય છે એમ વિચારશેાજી. ભક્તિના વીસ દોહરા, યમનિયમ અને ક્ષમાપનાનેા પાઠ રાજ નિત્યનિયમરૂપે કરવાનું રાખશે તેા સત્સ ંગે વિશેષ લાભ થવાના સંભવ છેજી. “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ શ્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનેા ક્ષય થાય.'' (૬૯૨) આ વાકય વારંવાર વિચારી તેવી આત્મભાવના અને તેટલી કરતા રહેવા અને સત્સ`ગની ઉપાસના કરવાના નિશ્ચય કરવા ભલામણુ છેજી. પરમપુરુષ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે વૃત્તિ રહે, તેના આધારે મનુષ્યભવની સફળતા સાધવી છે, એવી વૃત્તિમાં કાળ વ્યતીત કરશેાજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૦૪
અગાસ, તા. ૨૦-૮-૧૧
આપનું કાર્ડ આજે મળ્યું. પૂ ....બહેનની તબિયત લથડી ગઈ જાણી. એવે અવસરે હિંમત રાખી મંત્રનું સ્મરણ કરવાનું તથા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું શરણુ ગ્રહી નિય રહેવાનું મહાપુરુષાએ કહ્યું છેજી. પરમકૃપાળુદેવ લખે છે કે “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિ:ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યગ્ય નથી.” (૪૬૦) એ શિખામણ લક્ષમાં રાખી ભક્તિભાવમાં ચિત્ત રાખવું. સ્મરણુ મરણુ પર્યંત કર્યાં કરવું ઘટે છેજી. તે જ સમાધિમરણનું કારણ છે. આ સ'સારમાં કયાંય વૃત્તિ રાખવા જેવું નથી, કારણ કે સર્વસના કર્મને આધારે આ જગતમાં સુખ દુઃખ ભોગવે છે. મેહને લઈને માનીએ છીએ કે આપણે છીએ ત્યાં સુધી આમને સુખ છે પછી દુઃખી થશે. કોઈ પણ વિકલ્પ મનમાં નહીં રાખતાં જ્ઞાનીએ જાણ્યા છે તેવા મારા આત્મા છે. મને અત્યારે ખબર નથી પણ જ્ઞાનીએ મારા આત્માના કલ્યાણ માટે મને મ`ત્ર વગેરે આજ્ઞા કરી છે તે જ મારે અંત સુધી
47