________________
૭૩૬
બધામૃત સબળ શરણું જેને મળ્યું છે તેણે હિંમત રાખી પુરુષાર્થ કર્યો જવાનું જ કામ છે. લેક ગમે તેમ કહે કે ગમે તેવી મુશ્કેલીઓ મેક્ષમાર્ગમાં પ્રત્યક્ષ નડે તો પણ તેથી ડરી નહીં જતાં “શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે” (૮૧૯) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે વારંવાર સ્મૃતિમાં રાખી, મુશ્કેલીઓ નડે તેની સામે થઈ તેને નાશ કરવાનું છે. કોઈ વખતે કર્મને ઉદય તીવ્ર હોય ત્યારે આત્માનું વીર્ય ચાલતું નથી અને જાણે હવે મારાથી કંઈ નહીં બને એમ લાગે છે, પણ જેના વચનબળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવા ભડવીર શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્રના વચનમાં વૃત્તિ રાખી તે કાળ
સ્મરણભક્તિમાં વિશેષપણે ગાળ અને અધમ મનવૃત્તિને પશ્ચાત્તાપ કરી ક્ષમાપનાના પાઠને વારંવાર વિચારી “તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !” એમાં વૃત્તિ લીન કરવી ઘટે છે. જગત જખ મારે છે. એઠવાડા જેવા વિષમાંથી મન ઉઠાડી લઈ પરમકૃપાળુદેવને શરણે મન રાખવું. અનંતકાળથી રખડાવનાર શત્રુને શરણે સુખ શોધવા કયે મૂર્ખ જાય? યાચક થવું તે ત્રણ લોકના નાથ શ્રી સદ્ગએ જે બોધ કર્યો છે તેના યાચક બનવું, પણ ઈન્દ્રિયોથી સુખ મળે છે અને તેથી મનની તૃપ્તિ થશે એમ સ્વપને પણ ન સમજવું.
“સત્સંગ છે તે કામ બળવાને બળવાન ઉપાય છે” (૫૧૧) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તેવી જોગવાઈ ત્યાં પણ બે-ચાર જણ મળીને કરવાથી જીવને શાંતિનું કારણ થશે. જ્ઞાનીપુરુષનાં વચન કાનમાં પડશે, ચર્ચાશે તે તેમાંથી ઘણું બળ જવને મળશે, પિતાના દોષ દેખાશે, તેને વગોવીને હાંકી કાઢવાનું સાહસ પણ થશે. માટે સાચા દિલથી સત્સંગ કરવાને દઢ નિશ્ચય કરી, ભક્તિ કરી, કંઈ કંઈ કૃપાળુદેવનાં વચન વાંચવા વિચારવાનું રાખવા ભલામણ છે. સત્સંગમાં જ્ઞાનીપુરુષનાં ગુણગ્રામ ગાવા છે એ જ લક્ષ રાખવો. આપણને હિતકારી વચને વર્ષો ઉપર જ્ઞાની ઉચ્ચારી ગયા છે, તેને ઉપકાર માન અને તેનાં વખાણ કરવાથી કોટિ કર્મ ખપે છે અને આશ્વાસન, શૂરવીરપણું અને હિંમત મળે છેજ. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૦૨
અગાસ, તા. ૧૩-૮-૫૧
શ્રાવણ સુદ ૧૩, બુધ, ૨૦૦૭ “પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ;
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.”—શ્રીમદ્ રાજચંદ્ર વૈરાગીના જીવન વૃત્તાંતમાંથી વૈરાગ્યની વાત હોય તે ગ્રહણ કરવા યોગ્ય છે. બાકી ચમત્કાર દેખાડી લેગ સિદ્ધ કરે એ મહાત્માનું લક્ષણ નથી એમ પરમકૃપાળુદેવે પત્રક ૨૬૦ માં નથુરામ શર્મા વિષે લખ્યું છે. પરમકૃપાળુદેવ જેવા આ કાળમાં કેઈ નજરે આવતા નથી. તે સિવાય
ક્યાંય મન રેકવા જેવું નથી એમ મને તે લાગે છેજી. બીજી વસ્તુઓમાં મન રાખીને જીવે પરિભ્રમણ અનંતકાળ સુધી કર્યું. હવે તે સતીની પેઠે એ એક જ ગ્રહણ કરવા યોગ્ય છેજી વૃત્તિને વ્યભિચાર એ જ કર્મબંધનું કારણ છે. આપ તે ગુણગ્રાહી છે એટલે ગમે તે વાંચે પણ તેમાં તણુએ તેવા નથી અને તેવાને તજીને પરમકૃપાળુદેવને પરણ્યા છે એટલે કંઈ