________________
પસુધા
૭૩૯
વિ. સદ્ગત ભાઈ..ના દેહોત્સર્ગના ખેદકારક સમાચાર ગઈ રાત્રે સાંભળ્યા. ગમે તેવા અજાણ્યાને પણ ખેદનું કારણ થાય તે પ્રસંગ બન્યા છતાં સદ્ગુરુશરણે જેની વૃત્તિ છે, તે જ અર્થે જેનું જીવન છે તેને તેવા પ્રસંગે વૈરાગ્યનું કારણ બને છે. જે કંઈ આ ભવમાં કરવા ધાર્યું છે, તે ત્વરાથી કરી લેવા આવા પ્રસંગે બળવાનપણે પ્રેરે છે. જીવ પુરુષાર્થ કરવામાં ઢીલ કરશે તે ધાર્યું ધૂળમાં મળી જશે, આખરે પસ્તાવું પડશે, માટે જ્યાં સુધી ઈન્દ્રિયે હાનિ પામી નથી, વ્યાધિ-પીડાથી જીવ ઘેરાયે નથી, મરણની ઘાંટી આવી પહોંચી નથી, ત્યાં સુધી હે જીવ! જ્ઞાનીને શરણે પુરુષાર્થ કરી મહા અંધકારથી મુક્ત થા, મુક્ત થા; એમ આવા પ્રસંગો આપણને ઉપદેશે છે. તે હૃદય નિર્મળ કરી અવધારી અપ્રમત્ત થવા ગ્ય છેજી.
પરમકૃપાળુદેવે ખંભાતના સુંદરલાલના દેહત્યાગ વિષે લખેલે પત્ર (૬૮૯) વારંવાર વિચારી શકમુક્ત થવું ઘટે છે. તેમાં કહેલે માર્ગે વિચારણા કરી, ગઈ વાતને ભૂલી જઈ આપણા આત્મહિતના વિચારમાં ચિત્તને જોડવા ભલામણ છે. પરમકૃપાળુદેવ લખે છે કે “જે થાય તે
ગ્ય જ માનવામાં આવે તે જ આ સંસારમાં રહેવું છે.” (૩૦૧) આપણને અત્યારે અઘરું લાગે, પણ સંસારમાં કઠણાઈ ગણાય છે, તે પરમાર્થમાર્ગમાં સરળાઈ છે. જેની સાચી ભક્તિ હોય છે તેને જ કઠણાઈ પરમાત્મા મેકલે છે એમ પત્રાંક ૨૨૩ માં પરમકૃપાળુદેવે પૂ. ભાગ્યભાઈને લખ્યું છે. જેને કઠણાઈ નથી આવી તેની ભક્તિ હજી તેવી સાચી થઈ નથી અથવા તે પરમાત્માની માયા ચાહીને ભૂલી ગઈ છે એમ ગણવા ગ્ય છે, એવા ભાવનું પરમકૃપાળુદેવે લખ્યું છે તે બહુ ગંભીરતાથી વિચારવાયેગ્ય છે. પરમકૃપાળુદેવ અસંગ બનીને આપણને અસંગતા તરફ બોલાવે છે અને આપણે રાજીખુશીથી તેમના ભણું જવું છે, એ ભાવના બળવાન કરીએ તે જગતની વાતમાં આપણું મન જશે પણ નહીં. લેકે ગમે તેમ વાત કરે તે પર લક્ષ દેવા ગ્ય નથી. જગતનો માર્ગ અને મુક્તિનો માર્ગ વિરુદ્ધ દિશામાં છે. જગતભાવોની હાનિ તે મુક્તિમાર્ગમાં લાભ માનવા યંગ્ય છેજ. જબુસ્વામીને ત્યાં ચેરી કરવા ચાર આવ્યા તેમને બધું લેવું હોય તે લઈ જવા દેવાની ભાવના જ બુસ્વામીને તે હતી, પરંતુ શાસનદેવીને ધર્મપ્રભાવના કરવાની ભાવના થવાથી તેણે ચોરોને સજજડ કરી દીધા હતા. તેમાં જેને મોક્ષે જવું છે તેનું મન કોઈ પણ વસ્તુમાં વળગી રહે છે તે મુક્ત થઈ શકે નહીં અને પ્રારબ્ધ જે નિર્મોહી બનવામાં મદદ કરે તેવું દેખાવ દે તે મુમુક્ષુ ખેદ કરવા કરતાં રાજી થાય છે કે જે બળ વાપરીને મેહમાં જતી વૃત્તિ રોકવી હતી તે હવે આપોઆપ રોકાઈ જાય તેમ બન્યું, તે તે પરમકૃપાળુદેવની કૃપા જ ગણવા ગ્ય છે. આ વાત શાંતપણે વિચારવાથી સમજાય તેવી છેજી. જેમ બને તેમ ત્યાંના વાતાવરણથી વહેલા છૂટી અહીં આવવાનું બનશે તે સૌને શાંતિનું કારણ બનશે.
નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય;
કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય ?” સમાધિ પાનમાંથી દશલક્ષણ ધર્મ કે ધર્મધ્યાન પ્રકરણ વાંચવા-વિચારવા ભલામણ છે. બાર ભાવનાઓમાં ઘણો વૈરાગ્ય છે. ત્યાં કોઈ આવે તે તેને પણ સાંભળવાનું નિમિત્ત બને તેમ રાખવું એટલે બીજી વાતોમાં આપણું ચિત્ત જતું રેકાય અને આવનારને પણ બે અક્ષર