________________
૭૨૬
બધામૃત
પણ તે તે ઘણી વાર એમ ને એમ બેલતે ફરવા લાગ્યા. તેથી લોકોએ ધાર્યું કે એ તે ગાંડિયે કેઈ આવ્યા છે એટલે એને કઈ પજવતું નહીં, ભાવ પણ પૂછતું નહીં. પછી તે પેલાં રત્નો લઈ તેવા જ વેશે તેવું જ બોલતે લતે ગામ પાર થઈ ચાલી નીકળ્યો, પછી વન આવ્યું, ત્યાં પાણી મળે નહીં. તેને તરસ ખૂબ લાગેલી, પ્રાણ નીકળી જાય એવું થયું પણ શું કરે? આગળ જતાં એક ગંધાતી તળાવડી આવી. થોડું પાણી તેમાં સુકાતાં સુકાતાં રહ્યું હતું. તે પાણી પણ ગાળીને આંખ મીંચી તેણે પીધું તે જીવતો રહ્યો અને ઘરભેગે થયે.
તેમ જીવને આ જગતની મુસાફરીમાં પુરુષના ગે વ્રત આદિ રત્નની પ્રાપ્તિ થઈ હોય તે લૂંટાઈ ન જાય તેની કાળજી રાખવી, ખાવા-પીવાની સગવડ કે રસ તરફ લક્ષ નહીં રાખતાં જીવતા રહેવાય અને ભક્તિ થાય તેમ કર્તવ્ય છે. શરૂઆતમાં તે અઘરું લાગે છે. પણ પરમગુરુને આશરે આંખ મીંચી કઠણ લાગે તે પણ સંયમમાં વૃત્તિ રાખીને જીવ જે આટલે ભવ ધર્મ આરાધી લેશે તે તેનાં ફળ અમૃત જેવાં આગળ જણાશે અને મોક્ષમાર્ગ સુખે સુખે વહી અનંત સુખને સ્વામી જીવ બનશે. માટે ગભરાયા વિના વૈરાગ્ય-ઉપશમ નિરંતર હદયમાં જાગ્રત રહે તેમ વર્તવા ગ્ય છે. ભાવનાબેધ, સમાધિ પાન, મોક્ષમાળા, પ્રવેશિકા વગેરે વૈરાગ્યપષક ગ્રંથે વારંવાર વાંચી તેમાંથી અભ્યાસ કરવા યોગ્ય, ભાવના ભાવવા
ગ્ય વચને જીભને ટેરવે રહ્યા કરે એમ પુરુષાર્થ કરતા રહેવાની જરૂર છેજ. પરમકૃપાળુ દેવની કૃપાથી પુરુષાર્થ જયવંત થશેજ. નાહિંમત નહીં થતાં હિંમત રાખી શૂરવીરપણું દાખવી મોક્ષમાર્ગ સાધવા નમ્ર ભલામણ છે. એ જ
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૮૫
અગાસ, તા. ૨૧-૨-૫૧ આપનું કાર્ડ મળ્યું. સાચી ભક્તિ જેની હોય છે તેને પરમાત્મા મુશ્કેલી મોકલે છે એમ પરમકૃપાળુદેવ કહે છે તે વિચારી ભક્તિમાં દઢ રહેશે તે મુશ્કેલીના પ્રસંગ તે જતા રહેશે અને નવાં કર્મ નહીં બંધાય. બીજાનાં કર્મને ઉદયે આપણને દુઃખી થવાનું હોય નહીં. પૂર્વે બાંધ્યાં છે તે જવા માટે આવેલાં કર્મ આકરાં લાગે તેપણ કડવી દવાની પેઠે ગુણકારી છે, આપણને ક્ષમાગુણનું શિક્ષણ આપતાં જાય છે એમ વિચારી સર્વને ઉપકાર માની સમતા ભાવમાં આત્માને લાવતાં શીખવું. શરૂઆતમાં તેમ ન બને પણ ભાવના તે એ જ રાખવી કે સર્વનું કલ્યાણ થાઓ. ૫. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “ભૂંડું કરે તેનું પણ ભલું ઇરછે તે પ્રભુભક્ત છે. તેવા સાચા નરસિહ ભક્ત બને એવી ભલામણ છે. સહન કરનારનું અકલ્યાણ કદી પણ થનાર નથી તે શા માટે ગભરાવું ? બધા આપણને અનુકૂળ જ વર્તે એવો આગ્રહ રાખવો નથી. જેમ જેને સુખ ઊપજે તેમ પ્રવર્તી અને આ આત્માને સર્વ સંબંધથી છોડાવે છે. તેમાં જે પ્રસંગ બને તે ઉપકારી છે એમ માનવું છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૪-૨-૫૧
દેહરે – જ્ઞાનબીજ ગુરુમંત્રનું, સ્મરણ રહે એક્તાર;
આજ્ઞાને આરાધતાં, પામું ભવને પાર.