________________
૮૮૭
પત્રસુધા
७२७ અત્યારે જે સંયોગમાં મુકાયા છે તેને અનુકૂળ અવકાશને સદુપયોગ કરી લેવાનો છે. સત્સંગને વેગ મળે તેટલે સત્સંગનો લાભ લે, સદ્ભુતની મદદ મળે તેટલી મદદ લઈ લેવી અને પિતાનાથી થાય તેટલું મનન-નિદિધ્યાસન કરી ઉપશમ (વીતરાગ) ભાવની સેવા કરી લેવી. ન બને તેની ભાવના રાખવી પણ જેટલું બની શકે તેટલું ટૂંકા આયુષ્યમાં કરી લેવું. આવો વેગ ફરી ફરી પ્રાપ્ત થ દુર્લભ છે તેથી સમયમાત્રને પણ પ્રમાદ નહીં કરતાં સ્વરછેદ ટાળી અપ્રમત્તદશાએ પહોંચવું છે એ લક્ષ સદા ઉપયોગમાં રહે તેમ વર્તવું ઘટે છેજ. આપ સમજુ છે, શક્ય કરવા તત્પર છે એટલે વિશેષ લખવાની જરૂર નથી. વૈરાગ્ય અને અભ્યાસ એ સંસારવૃક્ષને છેદવાના કુહાડા સમાન છે. તેમાં પાંચ ઇન્દ્રિયના વિષય વિજ્ઞકર્તા છે તેના પર જય મેળવ્યાથી ઘણી માનસિક પ્રવૃત્તિ મંદ પડશે અને નિવૃત્તિને આંનંદ આપોઆપ અનુભવાશે.
જે કંઈ પુસ્તક વંચાય તેને સારરૂપ અથવા તેમાંથી આપણને ઉપયોગી ખાસ લાભકારક જણાય તેવા ભાગની નેધ રાખવા ભલામણ છે. કારણ કે પુસ્તક વંચાઈ રહ્યા પછી ભુલાવાને કામ શરૂ થાય છે. પણ તેવી નેંધ હોય અને ફરી વંચાય તે તે ગ્રંથને ઉપદેશ ફરી તાજો થાય અને આપણને ઉપયોગી નીવડ્યા હોય તે પ્રસંગોની સ્મૃતિથી આપણી પ્રગતિનું કંઈ અંકન થઈ શકે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૮-૩-૫૧, ગુરુ સત્સંગે નિસંગતા, નિઃસંગી નિર્મોહ;
નિર્મોહી નિશ્ચળ બને, જીવન્મુક્ત પ્રહ. વિ. આપનું એક કાર્ડ તથા પત્ર મળેલ છેજ. સદ્દગત...ના સમાધિમરણમાં જેમણે ભાગ લીધે છે તે સર્વને હિતનું કારણ થયું છે. એવા પ્રસંગે આ કાળમાં જોવા મળવા મુશ્કેલ છે જ, તે તેમની સેવાની તે શી વાત?
તમે દશ નિર્વાણ વસ્તુ આ ભરતક્ષેત્રથી વિચ્છેદ ગઈ એ વિષે પ્રશ્ન પૂછ્યો છે તેને ઉત્તર નીચે લખ્યા મુજબ જાણશેજી:
નિર્વાણ થવાના અચૂક કારણરૂપ અથવા નિર્વાણ સંબંધી જે બાબત તેને નિર્વાણ વસ્તુ કહે છે. તેવી દશ વસ્તુઓ પત્રાંક ૬૧ માં પરમકૃપાળુદેવે ગણવેલી છે: (૧) મોક્ષ (૨) કેવળજ્ઞાન (૩) મન:પર્યવજ્ઞાન (૪) અવધિજ્ઞાન (૫) પૂર્વજ્ઞાન (ચૌદપૂર્વ શાસ્ત્ર વિચ્છેદ ગયાં છે તે) (૬) યથાખ્યાતચારિત્ર (૭) સૂમસાંપરાયચારિત્ર (૮) પરિહારવિશુદ્ધિચારિત્ર (૯) ક્ષાયિકસમકિત અને (૧૦) પુલાલબ્ધિ. શાસ્ત્રોમાં જે પ્રચલિત વાત છે તે મોક્ષમાળામાં મુખ્યત્વે પરમકૃપાળુદેવે જણાવી છે. તે પણ આ કાળ ભયંકર જણાવવા તથા તેથી ચેતતા રહેવા જણાવી છે. બાકી ઉપદેશછાયામાં તે સ્પષ્ટ જણાવ્યું છે કે આ કાળમાં મેક્ષ ન થાય એવી વાત પણ સાંભળવી નહીં, પુરુષાર્થ કર્યા જેવો અને મોક્ષે જતાં કાળ હાથ પકડવા આવે ત્યારે અમે જોઈ લઈશું એટલા સુધી કહ્યું છે તથા વ્યાખ્યાનસારમાં પણ આવે છે કે “તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે, તે હવે તમારા પુરુષાર્થને આધીન છે. જે તમે પુરુષાર્થ કરશે તે મેક્ષ થવો દૂર નથી. મેક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા