SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૭૫ ૮૮૩ અગાસ, તા. ૨૫-૧-૫૧ શ્રી ભગવતી આરાધના ગ્રંથ વાંચશે, વિચારશે. બીજી માથાકૂટમાં ન પડશે. લિસ્ટ વગેરે કરવામાં ખોટી થવા કરતાં કઈ શિક્ષક આદિ કરી આપે તેમ હોય તે કંઈ રકમ આપી તેની મારફત કરાવી લેવું. આપણે વખત અમૂલ્ય છે. જ્ઞાન, ધ્યાન, વિચારમાં વખત જાય તેમ કરવા ભલામણ છે. જેને સમાધિમરણ કરવું છે તેણે ક્ષણેક્ષણને સદુપયોગ થાય તેમ વર્તવું ઘટે છેજ. સ્મરણને અભ્યાસ વધારતા રહેશેજી. આખરે એ જ કામનું છે. ૩ શાંતિઃ ૮૮૪ અગાસ, તા. ૫-૨-૫૧ તત ૐ સત પષ વદ ૧૪, સોમ, ૨૦૦૭ દેહરા – શલ્ય, ઝેર કે સર્પ સમ, દુઃખ ઘણું દે કામ; 'કામ-કામના રાખતા, દુર્ગતિ વરે અકામ. બળી મરવું તે સારું, સારું પવિત્ર મત; વ્રત ખંડી શું જીવવું? ડગલે પગલે મત. આપનું ભવભયની લાગણીવાળું કાર્ડ વાંચ્યું. તે ભાવો પત્ર લખતી વખતે જ નહીં પણ હરઘડીએ જે ટકાવી રાખશે, “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો ! રાચી રહો.” એમ પરમકૃપાળુદેવે દર્શાવેલે ભાવ હદયમાં નિરંતર રાખશે તે ભાર નથી કે વિષયકષાય તમને સતાવે. પરંતુ જીવ પત્ર આદિ લખતાં સારા ભાવમાં ક્ષણવાર આવે છે પણ તે અભ્યાસ કરી કસોટીના પ્રસંગમાં મરણને સમક્ષ જોતા રહેવાની ટેવ પાડતો નથી. તેથી નિમિત્તને વશ થઈ અમુમુક્ષુપણે વર્તે છે, પછી પસ્તાય છે. માટે અગમચેતી રાખવાને પુરુષાર્થ સારા ભાવેને અભ્યાસ પાડી મૂક એ જ છે. તેમાં પાછા ન પડે. નાશવંત વસ્તુઓને નાશવંત જોવાની ટેવ પાડે. બંધનકારક પ્રસંગોને પ્રાણુતે પણ સુંદર ન દેખો. જગતની મોહક વસ્તુઓ મૂંઝાવનારી છે તેની (તે વાતની) વિસ્મૃતિ ન થવા દે. આ જીવ અનાદિકાળથી બાહ્ય દેખાવથી ભૂલતે આવ્યો છે, તે ભૂલ-દેખતભૂલી ટાળવાને અવસર આવ્યો છે, તે પ્રસંગે હવે પાછા ન હઠવું. તેમાં પાછા તન્મય ન બની જવું. પ. પૂ. પ્રભુશ્રીજી પણ વારંવાર ચેતાવતા કે આ જગત ઠગારું પાટણ છે. તેમાં અહીં ન ઠગાયા તે થેડે આઘે જઈને પણ ઠગાઈ જવાય તેવું છે. માટે તેથી બીતા રહેવું, ચેતતા રહેવું. ગાંડા થઈને ફરવું પણ જગતની મેહનીમાં લંપટ ન બનવું. તેઓશ્રી તે વિષે એક દષ્ટાંત આપતા કે એક ગરીબ વાણિયે દૂર દેશ કમાવા ગયે. ઘણી કમાણી કરી પાંચ રને ખરીદી તેને ગોપવી પિતાને દેશ પાછો વળતું હતું. ત્યાં રસ્તામાં એકલા ઠગેની જ વસ્તીવાળું ગામ આવ્યું. તેણે વિચાર્યું કે કમાયા તે ન કમાયા જેવું થઈ જશે માટે યુક્તિ કરીને ગામ વટાવી જવું જોઈએ. તેથી તેણે તે રત્ન એક પથરા નીચે દાટી નિશાની રાખી, ફાટેલાતૂટેલાં કપડાં પહેરી ગાંડાની માફક ગામમાં એમ બેલતે બોલતે ફરવા લાગ્યો કે “રત્નવાણિયો જાય છે, આ રત્નવાણિયે જાય છે. તેને પકડી લેકે નાગો કરી તપાસ્ય પણ કંઈ મળ્યું નહીં. ૧ વિષયની ઈચ્છા ૨ નકામી, નિરર્થક
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy