________________
૭૨૪
બેધામૃત લેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે, સદ્દવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે, તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (૪૬૦) આમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે વારંવાર વિચારી ભૂતકાળને ભૂલી જઈ, કેવું જીવન હવે ગાળવું છે તેના વિચારમાં વખત જાય, ભક્તિમાં વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છેજ.
તમારાં માશી પૂ.....બહેને આખી જિંદગી બ્રહ્મચર્ય પાળી ભક્તિભાવમાં આટલે ભવ ગાળવાને વિચાર રાખે છે, તેમ હવે તમારે પણ આ દુર્લભ મનુષ્યભવ સફળ થાય તેમ વિચારી, અનાર્ય દેશમાંથી છૂટી ભક્તિ થાય તેવા સ્થળમાં રહેવાનો નિશ્ચય કરે ઘટે છેજ.
કલાજમાં જીવન વ્યર્થ ન જાય અને કર્મ બાંધી પાછાં આવાં દુઃખ બોલાવવાનું ન બને; માટે ભક્તિ એ જ સર્વોત્તમ સુખને માર્ગ છે, તે જે હૃદયમાં સારું લાગે તે જેમ બને તેમ વહેલું હિંદુસ્તાનમાં આવી જવાય તેમ કરવું. જ્યાં રહેવાનું બને ત્યાં મંત્ર, ભક્તિ, વાંચન, વિચાર તથા કંઈ કંઈ મુખપાઠ કરવાનું મોક્ષમાળા આદિમાંથી રાખવાને નિયમ કર્તવ્ય છેજી નવ બેઠો નખેદ વાળે” એમ કહેવાય છે, તેમ મનને કામ નહીં આપે તે કર્મના ઢગલા બંધાશે. માટે આત્માની દયા લાવી ભક્તિમાં મનને રોકવું એ જ ભલામણ છેજ.
૮૮૨
અગાસ, તા. ૨૪-૧-૫૧ તત્ સત
પિષ વદ ૧, બુધ, ૨૦૦૭ દેહરા – ધનમાં મન જેવું રમે, સુંદર સ્ત્રીમાં જેમ,
તેમ રમે જે રાજમાં, મોક્ષ મળે ના કેમ? આપે પ્રશ્ન કર્યો છે કે સમાધિમરણ સમ્યક્દર્શન વિના થાય? ઉત્તરમાં જણાવવાનું કે સમ્યફદર્શનની સૌથી પહેલી જરૂર છે. તે વિના તે કોઈ પણ ધર્મક્રિયા સફળ નથી. પરંતુ પરમકૃપાળુદેવે પત્રાંક ૭૭૧ માં જણાવ્યું છે કે જીવાજીવનું સ્પષ્ટ જ્ઞાન તે કોઈ વિરલા ને થાય છે પણ પરમપુરુષની શ્રદ્ધાને શાસ્ત્રમાં ઘણે ઠેકાણે સમકિત કહ્યું છે અને તે જેવું તેવું નથી. પંદર ભવે મોક્ષે લઈ જાય તેવું છે. જીવાજીવના જ્ઞાનનું તે કારણ છે. એટલે પરોક્ષ શ્રદ્ધા જેને છે તે પરમપુરુષની શ્રદ્ધાથી સમાધિમરણની તૈયારી કરે છે તે સફળ થવા યોગ્ય છે. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થાય છે. શ્રી સોભાગ્યભાઈ જેવાને પણ પ્રત્યક્ષ સમ્યક્દર્શન તે મરણ પહેલાં થડા દિવસ ઉપર જ થયું હતું. પરંતુ પરમકૃપાળુદેવે “શ્રી સુભાગ્ય પ્રેમસમાધિમાં વર્તે છે” એમ ઘણું વર્ષ પહેલાં જણાવ્યું છે.
પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે;
વહ કેવલકો બીજ ખ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે.” પરમપુરુષ પ્રત્યેનો પ્રેમભાવ એમાં સર્વ સાધન સમાઈ જાય છેજી, અને તે તે સમ્યકદર્શન પહેલાં પણ હોય છે. પરમકૃપાળુદેવે શ્રી ગોપાંગનાઓનાં વખાણ કર્યા છે. પરમ મહાભ્યા શ્રી ગોપાંગનાઓ' કહી છે તે તેમના પ્રેમને આધારે. મહાત્માને વિષે પરમ પ્રેમાપણ એ સર્વ દેને ટાળી પદાર્થને નિર્ણય કરાવનાર, સમ્યફદર્શન અને સમાધિમરણ કરાવનાર છે એમ મારી માન્યતા આપના પૂછવાથી જણાવી છેછે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ