________________
પત્રસુધા
૭ર૧ ૮૭૫
અગાસ, તા. ૨૯-૧૨-૫૦ આપને પરમ પુરુષની દઢ શ્રદ્ધા છે તે જ આ ભવમાં પરમ પુરુષાર્થ પ્રેરનારી છે. શરીરથી જ કંઈ પુરુષાર્થ થાય એવું નથી. શ્રદ્ધા જ્યાં દઢ હોય છે ત્યાં જ ચિત્તની વૃત્તિ વળે છે, સ્થિર થાય છે, લીન થાય છે. તેથી વારંવાર પ. પૂ. પ્રભુશ્રીજી “શ્રદ્ધા પરમ ટુ એમ કહેતા હતા.
# શાંતિઃ
૮૭૬
અગાસ, તા. ૧૧-૧-૫૧ તત ૐ સત્ર
પિષ સુદ ૪, ગુરુ, ૨૦૦૭ “છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ,
નહિ ભક્તા તું તેહને,એ જ ધર્મને મર્મ.” – શ્રી આત્મસિદ્ધિ જેને પરમકૃપાળુદેવનું શરણ છે તેને કંઈ ગભરાવા જેવું નથી. બાકી બધેલાં કમ તે બધા જ્ઞાની-અજ્ઞાની સર્વને ભેગવવાં જ પડે છે. પણ શાહુકાર ખુશીથી દેવું પતાવે, તેમ પિતે બાંધેલાં કર્મ સમભાવે સહન કરી તેથી છૂટવાની ભાવના કર્તાય છે. હસતાં કર્મ ભેગવાય અને રડતાં રડતાં પણ ભગવાય. રડવાથી કર્મને દયા આવવાની નથી, કંઈ ઓછાં થવાનાં નથી, તે શા માટે દુઃખથી ડરવું? નરકમાં જીવ કર્મ ભેગવીને આવ્યો છે, તેવાં આકરાં કર્મ તે અહીં ભેગવવાનાં હોય જ નહીં. આંખનું ઑપરેશન તે નાનું ગણાય. મરણની વેદના બહુ ભયંકર ગણાય છે. તેની તૈયારી કરવા આ નાનાં નાનાં કર્મ સહનશીલતા શીખવવા આવે છે, તે સારું છે કે છેવટે મરણ વખતે જીવ ગભરાઈ ન જાય. તમે સમજુ છે, ઉપવાસ વગેરેથી દુઃખ સહન કરવાનું શીખ્યાં છે, તેથી આ તે કંઈ વિશેષ લાગશે નહીં, પણ આથી આકરાં દુઃખ મરણનાં છે એમ વિચારી મંત્રમાં મન પરેવેલું રાખવા ભલામણ છે.
૮૭૭
અગાસ, તા, ૧૨–૧-૫ અનન્ય શરણના આ૫નાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસકાર,
પૈસા પ્રત્યેના પ્રેમની પ્રબળતાને બાળી નાખી તેમને નમસ્કાર, તમે દાન કરી ચૂક્યા છે, તે પૈસા પાછા માગવા ઘટતા નથી. શ્રી હરિશ્ચંદ્રના સત્ય વિષે ઘણું સાંભળ્યું હશે. એક વખતે પ. પૂ. પરમકૃપાળુદેવ ઉત્તરસંડા હતા તે વખતે કોઈ ભકતે તેમને માટે ઉત્તમ વાની બનાવી તેમના આગળ ધરી. તે વખતે તેઓશ્રીએ કહ્યું – પિલી નળીમાં આવે છે તેમને આપો. આવી ઉત્તમ ચીજ ઉત્તમ માણસને આપવા તે લાવેલા; તે રસ્તે જતા માણસને આપતાં તેનું મન ખંચાયું. પણ જે તેણે તે પુરુષને તે ચીજ આપી દીધી, તે પછી તે ગમે તેમ વાપરે તેમાં તેના મનને કંઈ થવું ન જોઈએ. લેભ છેડવા આપણે દાન કરીએ છીએ. પછી કહ્યા પ્રમાણે ન કરે તે લેનાર બંધને પાત્ર થાય છે, આપનાર નહીં. આ વાત વિશેષ ચર્ચવા જેવી નથી, પણ પાછી રકમ માગી તે ઠીક નથી થયું એમ મારા મનમાં ભાસ્યું તે તમને જણાવ્યું છે, જોકે તમને તેનાં કારણે કંઈ મળ્યાં હશે. પણ આપણે આશ્વાસન અર્થે ગયેલા અને તેમાંથી તેમને આવી વાત સાંભળવાનું (પત્ર દ્વારા) મળે તે લાગી આવે એ સ્વાભાવિક છે. આપના મનમાં શું કારણે હશે તે જાણ્યા વિના
46