SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૨ બેધામૃત સામાન્ય મેં તે મને ભાસ્યું તે જણાવ્યું છે. પણ તે કામ ઢીલમાં ન પડી રહે તે અર્થે વખતે તાકીદ કરાવવા તમે તેમ લખ્યું હોય, પણ પૈસા પાછા મગાવવાને લેભ કે બીજા કામમાં વાપરવાની ઈચ્છા નહીં હોય એમ અનુમાનું છું. તે તમે તેમને કંઈ શાંતિ વળે તેમ પત્ર લખી જણાવશે એમ ઈચ્છું છું. ભલે સંસ્થા બીજા કેઈને સેંપી દે અને તમારા પૈસા પણ તે ભેગા જાય તેમ હોય, તે પણ સમર્પિત રકમમાંથી એક બદામ સરખી પાછી ઈરછવી યોગ્ય નથી એમ મુમુક્ષુના મનમાં તે થવું જોઈએ; તે સહજ તમને પરમાર્થમાર્ગમાં બળ મળે તે અર્થે લખ્યું છેજી. વચન આપ્યું હોય તે પણ પાછા ન હઠવું તે આપેલી રકમ તે ન જ માગવી ઘટે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ८७८ અગાસ, તા. ૧૨-૧-૫૧ પર પ્રત્યેના પ્રેમના પ્રબળપણાને બાળી નાખનાર મહાત્માને નમસ્કાર! વિ. આપને પત્ર ગઈ કાલે મળે. આપના પત્રથી મને પણ કેટલુંક લાગ્યું! પરમકૃપાળુદેવે કહેલ સાંભરી આવ્યું કે કોઈ જુદા જ રૂપમાં મુમુક્ષુ અને જુદા જ રૂપમાં મુનિઓ જણાય છે, તેમના સંગથી આત્મોન્નતિ થવી દુર્ઘટ છે. આ કાળમાં આપણો જન્મ છે તેથી તેવી તેવી વિચિત્રતાઓ જોવી પડશે, પણ આપણે ધારેલું કામ મંદ ન થાય એમ કર્તવ્ય છે. મુશ્કેલીઓ જ જીવને શૌર્ય પ્રેરે છે. ભક્તિ શૂરવીરની સાચી, લીધા પછે કેમ મૂકે પાછી ?” આપનામાં પરમકૃપાળુદેવને વારસો ઝળકે એમ ઈચ્છું છું. આપદથી દબાઈ નહીં જતાં ઉપર આવી સંસારસાગર તરી જાઓ એ જ ભલામણ અંત:કરણથી છે. “આપ સમાન બળ નહીં, અને મેઘ સમાન જળ નહીં.” જ્ઞાનીની આજ્ઞાએ આપણે જ પુરુષાર્થ કરવાને છે, તે મનુષ્યભવમાં જ બની શકે તેમ છે. માટે પ્રમાદ તજી, સ્વચ્છેદ છેડી અપ્રમત્ત ભક્તિમાં લાગી જવાનું છે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગોસ, તા ૧૬-૧-૫૧ દોહરા- “પ્રિય કર્યો ના કેઈ જન, ત્યાં સુધી સુખી ગણાય; સંગ કર્યોજ્યાં પ્રિયને, ઍવ દુઃખે હોમાય.” સુખદુઃખ તરફ દષ્ટિ કરવા જેવી નથી. તે તે દેહને ધર્મ છે, અને દેહની સંભાળ ઓછી કરી હવે તે સમાધિમરણ કરવાની ફિકર રાખવી ઘટે છે. પરમકૃપાળુદેવને શરણે તે અઘરું નથી. જગતને ભૂલી ગયા વિના છૂટકો નથી. ભક્તિ એ ઉત્તમ સાધન છે. ૐ શાંતિઃ ૮૮૦ અગાસ, તા. ૧૬૧-૫૧ "પુસ્તક પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ વાંચવા શરૂ કર્યું હોય તે બંધ ન રાખશે. વૈરાગ્યઉપશમની વૃદ્ધિ કરે તેવું હિતકર છે. આજ્ઞાને લક્ષ જીવને હિતકારી છેજ. પુસ્તક અર્થે પુસ્તક વાંચવું નથી પણ જીવની યોગ્યતા વધે અને જ્ઞાની પુરુષ પરમકૃપાળુદેવનાં વચનને મર્મ સમજવાની યેગ્યતા આવતાં આત્મકલ્યાણ થાય એ લક્ષ રાખવો ઘટે છે. આપ તે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy