________________
૭૨૦
બેધામૃત જેવા હોય તેમની સલાહથી ગોઠવાય એમ થાય તે વિશેષ હિતનું કારણ સમજાય છે. જોકે તમે નહીં લખે તો પણ તેવું કંઈક બનશે તે ખરું, પણ તમે પ્રેરણા કરો તે બીજાના ધ્યાન ઉપર તે વાત આવે અને તે લક્ષમાં વહેલું લે. પરમકૃપાળુદેવની તિથિમાં આપણી તિથિ આવી જ જાય છે, અને આયુષ્ય હશે તે તમે તે ઉત્સવમાં જાતે પણ ભાગ લઈ શકશે. પછી તે જે થવાનું હશે તેમ થઈ રહેશે.
આ વિષે વિચાર કરી ગ્ય લાગે તે ઐફિસમાં લખી જણાવશે. આ તે એક સૂચના માત્ર છે. આમ જ કરવું એમ કહેવા પત્ર નથી લખે. તમે જેમ વિચાર રાખે છે તેમ જ બનશે તો પણ મને તે કંઈ આમતેમ મનમાં થવાનું નથી, એટલે આ લખે છે માટે મારે તેમ લખવું, એમ પણ કરવું એગ્ય નથી. જેમ તમારા આત્માની પ્રસન્નતા રહે તેમ કર્તવ્ય છે.
વ્યવસ્થાની વાત વિસારી હવે આત્મવૃત્તિ પરમકૃપાળુદેવમાં લીન રહે એ મુખ્ય કાર્ય આ ભવનું છે. પરમકૃપાળુદેવ સમીપ જ છે એવી ભાવના રાખી, તેને શરણે જગતના ભાવે ભૂલી જઈ પરમ આનંદમય સ્વરૂપ તેમણે પ્રગટ કર્યું છે તે જ આપણે ઈચ્છીએ, તે જ પરમ શાંતિમાં લીન થઈએ, અભેદભાવે તે રૂપ જ થઈ જઈએ, એ જ દષ્ટિ કર્તવ્ય છે.
એહ પરમપદપ્રાપ્તિનું કયું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનેરથરૂપ જે, તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ છે. અપૂર્વ .”
८७४
અગાસ, તા. ૧૬-૧૨-૫૦, શનિ હરિગીત – સપુરુષ સંગે શ્રવણ પામે, શુદ્ધ સાત્ત્વિક ધર્મનું,
પ્રવચન પરમ તે સત્ય છે, દુર્લભ યથા પ્રતિપણું, સ્વછંદ ને મિથ્યાત્વથી વિમુખ દષ્ટિ રહે ગ્રહી,
પ્રમાદ ના કર સમય પણ, વર ઉચ્ચરે ગૌતમ ભણી. (કુમપત્રક અધ્યયન) બાહ્ય જીવનની હાડમારી છે તેવી જ અભ્યતર જીવન માટે પણ પરમ પુરુષના નિકટ નિવાસ વિના જીવને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે.જી. હવે ૫. ઉં. પ. પૂ. પ્રભુશ્રીજીનો વિરહ વિશેષ વેદાય છે. તે કાળ મહાપુરુષના યોગે કે ઉત્તમ રીતે ગયે; પણ તે વખતે જીવની યોગ્યતા વિના વિશેષ લાભ લઈ શકાય નહીં અને હવે તે વેગ મળે નહીં, એ વારંવાર સાંભરી આવે છે. પરંતુ જાતે જેટલું બને તેટલું હવે કરવું રહ્યું. “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.” એવી કહેવત તેઓશ્રી ઘણી વખત કહેતા તે સાંભરી આવે છે. સ્વચ્છેદ અને પ્રમાદ તાજી હવે તે યથાશક્તિ તેની આજ્ઞાના આરાધનમાં આ આયુષ્યનો છેવટને કાળ શાંતિ–સમાધિએ ગળાય એ જ ભાવના છે. માર્ગ સાથે મળે છે. હવે એટલે વિશેષ પુરુષાર્થ થશે તેટલે મોક્ષ નજીક છે. પરમકૃપાળુદેવે શ્રી ભાગ્યભાઈને લખ્યું છે : “વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. થોડું લખ્યું ઘણું કરી જાણશે.”(૧૭૦) જ્ઞાની પુરુષે વૃદ્ધમાંથી યુવાન થવાનું લખે છે તે શું હશે? આપણે સર્વેએ તે વિચારી અમલમાં મૂકવા જેવું છેજ. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ