SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૭૧૯ મહાપુણ્યના ભેગે પરમકૃપાળુદેવ સાચા આત્મજ્ઞાની સદ્ગુરુનું શરણ પ્રાપ્ત થયું છે તે મરણ પર્યંત ટકી રહે તેવી ભાવના કરવાથી પરભવમાં પણ તે ભાવ પિવાય તેવી સામગ્રી છવને મળી રહેશે. નિમિત્તાધીન ચંચળ બનતા ચિત્તને સદ્ગુરુશરણે મંત્રમાં બાંધી રાખતાં શીખે. “નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાંહિ તે દઢતા વધે તેમ કરો. નીચેની કડી મુખપાઠ કરી તેને ભાવ હૃદયમાં વારંવાર સાંભરે તેમ વર્તવા ભલામણ છે. મંદાક્રાંતા – મંત્ર મં સ્મરણ કરતે કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જેવું પર ભણું ભૂલી બેલ ભૂલું પરાયા, આત્મા માટે દૈવન જૈવવું લક્ષ રાખી સદા એ, પામું સાચે છેવનપલટો મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાવબોધ – ૭૪) તમારા પત્રમાંના બીજા પ્રશ્નનો ઉત્તર ઉપરની કડીમાં આવી જાય છે. જાગૃતિમાં ઉપયોગ ધર્મધ્યાન પ્રત્યે વાળી શકશે તેમ તેમ સ્વદશા પર અસર થશે. પહેલાં જીવે મેહરૂપ ડુંગળી ખાધી છે તેથી તેના દુર્ગધમય ઓડકાર આવે છે તે અત્યારે ગમતા નથી, પણ તેને કાળ વીતી ગયે તે બંધ થશે. જે નવા તેવા ભાવ પ્રત્યે અણગમે રહ્યા કરશે, મીઠાશ અંતરથી નહીં મનાય તે ભવિષ્ય સુંદર બનશે; નિર્દોષતા વરશે. સત્સંગની ભાવના નિરંતર રાખવી ઘટે છે. યથાવકાશે સત્સંગ બને તેટલે આરાધ પણ કુસંગ કે જેથી પરિણામ બગડે, તેથી બચતા રહેવું, ભડકતા રહેવું. અને તે અસત્સંગને સંપૂર્ણ ત્યાગ કર્તવ્ય છે. પરમકૃપાળુદેવ ઉપરને વિશ્વાસ દઢ કરે. આટલા સુધી તેની કૃપાથી અવાયું છે, તે નિરાશ થવા જેવું નથી. પણ અહંકાર સૂમપણે પણ ન પિષાય તેવી કાળજી રાખી બોલવું, વર્તવું ઘટે છે. હાલ એ જ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૭૩ અગાસ, તા. ૧૫–૧૨–૫૦ તત સત્ માગશર સુદ ૭, ૨૦૦૭ ઈરછા વર્તે અંતરે, નિશ્ચય દઢ સંકલ્પ મરણ-સમાધિ સંપજે, ન રહે કંઈ કવિકલ્પ. કામિલદાયક પદ-શરણુ, મન સ્થિર કર પ્રભુ ધ્યાન; નામ-સ્મરણ ગુરુરાજનું, પ્રગટ કલ્યાણ નિદાન.” આપને પત્ર મળે. આજે એક વિચાર કુર્યો તે આપને નિવેદન કરવા આ પત્ર લખેલ છે. તમે અઠ્ઠાઈ મહેત્સવ અર્થે ઐફિસમાં રૂ. ૧૬૫૦) છે તે વાપરવા પત્રમાં જણાવેલ છે. તેને બદલે જે તમારા ચિત્તમાં શેઠે તે ચૈત્ર વદ પાંચમને દિવસે પરમકૃપાળુદેવની નિર્વાણ તિથિ છે, તે આ સાલ સારી રીતે અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ઊજવાય તે તે ગુરુભક્તિનું કાર્ય છે. પરમકૃપાળુદેવના નિર્વાણને પચાસ વર્ષ થયાં. લેકો સુવર્ણ મહોત્સવ ગેલ્ડન જ્યુબિલી) ઊજવે છે. પણ આ તે આપણા પરમ ઉપકારી મહાપ્રભુને દિન છે, તે દિવસ સારી રીતે ઊજવાય અને ભક્તિ અઠવાડિયા સુધી ચાલુ રહે તેને કાર્યક્રમ આશ્રમમાં જે બે-પાંચ માણસે પૂછવા
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy