________________
૭૮
બેધામૃત ૮૭૧
વિવાણિયા, કાર્તિક વદ, ૨૦૦૭ યાત્રાએ આવ્યા હો કે જન્મભૂમિ નિરખી,
અંતર અમ ઊલસે હો કે કલ્યાણક સરખી. પશ્ચિમ ભારતની પટરાણી, પુરી વવાણિયા વખણુણી;
શ્રીમદ્ રાજચંદ્ર સ્વકરાણી, વીર-જનની તું લેખાણી-યાત્રાએ આપે “શ્રમણ ભગવાન મહાવીરને નયસારના ભાવમાં સમકિત થયા પછી ઘણા ભવ કેમ કરવા પડ્યા ? પંદર ભવથી વધારે કેમ થયા? એમ પ્રશ્ન કરેલ છે તેને સંક્ષેપમાં ઉત્તર નીચે પ્રમાણે છે – સમ્યફદર્શન જે વમી ન જાય તે વધારેમાં વધારે પંદર ભવ થાય, પણ જે વમી જાય એટલે મિથ્યાત્વમાં જીવ આવી જાય તે ક્યારે ફરી સમ્યકદર્શનને જોગ બને તે કહેવું મુશ્કેલ છે. તેને માટે વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તનકાળ કહ્યો છે. તેમાં અનેક ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ જ રહે છે, એટલે અનંતકાળ પણ એક રીતે તે કહેવાય છે. માટે શ્રદ્ધાભ્રષ્ટ ન થવાય તેની બહુ કાળજી રાખવા જ્ઞાની પુરુષોએ ચેતાવ્યા છે. આશ્ચર્યની વાત તે એ છે કે એટલા લાંબા કાળે પણ અવશ્ય સમકિત પામી છવ બે ઘડીમાં મેક્ષે પણ જઈ શકે છે. આવું આત્માનું માહાસ્ય જ્ઞાની પુરુષે વર્ણવ્યું છે. એક વાર જો સાચા પુરુષની, સાચા અંતઃકરણે માન્યતા દઢ થઈ ગઈ તેને વહેલે મોડે મોક્ષ જરૂર થાય છે, એવી સમ્યફદર્શનની મહત્તા છે તે લક્ષમાં રાખી પરમકૃપાળુદેવનાં વચનેને આધારે વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ, ભક્તિ, સ્મરણ આદિ આજ્ઞાનું આરાધન શક્તિ ગેપવ્યા વિના કર્યા કરવું ઘટે છેજ. શાંતિઃ
૮૭૨ વવાણિયા, કાર્તિક વદ ૭, શુક્ર, ૨૦૦૭ “બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસશુરુ થકી, ઊલટો વળે ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળે સદ્દગુરુગ; વચન-સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશેગ. નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ;
નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” (૧૫૪) એક વાત આપે પંદર ભવ વિષેની લખી તે વિષે જણાવવાનું કે જેનું ચિત્ત સત્સંગસશાસ્ત્રના ગે સંસારના ભાવથી પલટો ખાઈ સદ્દગુરુ શરણમાં ઠર્યું, જગત ઝેર જેવું જેના ચિત્તને લાગ્યું હોય, તે ઝાઝે વખત સંસારમાં રહી શકે નહીં, છેડા ભવે (પંદર તે વધારેમાં વધારે) તેને મોક્ષની સર્વ સામગ્રી પ્રાપ્ત થાય એમ અનેક સત્પરુએ સ્વીકાર્યું છે). તેવી દશા આવ્યા પહેલાં આપણે માટે પંદર ભવ માની લઈએ તે ભૂલ સમજાય છે. સંસાર પ્રત્યેથી ઉદાસીનતા વધારતા જઈ પિતાના દે દેખાય તેમ તેમ ટાળવા કટિબદ્ધ થવાની જરૂર છે. સંસાર નહીં જ ગમે એવી દશા આવ્ય, સંસાર વધે તેવાં કર્મ નહીં બંધાય, એ ચકકસ છે. હાલ તે પરમકૃપાળુદેવનાં વચનને આધારે વૈરાગ્ય ઉપશમ વધારો એવી ભલામણ છે. કોઈ પણ પ્રકારને પિતાના સંબંધી માન્યતારૂપ અહંકાર કરવો પડી મૂકી “હું તે પામર છું” એમ ધારે.