________________
૭૧૦
બેધામૃત
૬૧ મે પાઠ વારંવાર વાંચી સપુરુષને ઉપકાર હૃદયમાં વસે, આ પાપી જીવનાં પાપ ભક્તિ વખતે આડાં ન આવે તથા મરણ વખતે આવું થશે તે મારી શી ગતિ થશે?– એ ડર, પ્રભુનું શરણ તથા પાપને પશ્ચાત્તાપ હશે તે મન છૂટવાના કામમાં મંડી પડશે, રખડવા નહીં જાય. હે જીવ! આખો દિવસ ભટક્યા કરે છે તે હવે ઘડીવાર ભક્તિમાં તે નવરું થઈ તે મહાપ્રભુના અનંત ઉપકાર અને અમૂલ્ય વાણીમાં પરેવાવ તથા તે મેક્ષકારી, મેહહારી વચનને જરા વિચાર કરી ઉ૯લાસ ધારણ કર કે જેથી કટિ કર્મોને નાશ થાય અને પ્રભુના ચરણમાં શાંતિ વસે છે તેને જરા અનુભવ થાય. આમ વારંવાર વિચારી વીસ દેહા વગેરે અવળા બેલીએ છીએ તેમ બોલવાથી મનને તેમાં કાવું પડશે. ભક્તિથી જ ભવદુઃખ જવાનાં છે, સંસાર તે અસાર છે, દુઃખની ખાણ છે, તે ભૂલી જ છે એમ ભાવના કર્તવ્ય છે.
અગાસ, તા. ૧૩–૯-૧૦ કલ્યાણ કરવાની તમારી ભાવના જાણી તેષ થયો છે. જેવા સંગમાં આ જીવ મુકાયો છે તેવાં જ પૂર્વે કર્મ કરેલા છે, તે જોગવ્યે જ છૂટકે છે. પરંતુ અત્યારે કેવા ભાવ રાખવા તે આપણા હાથની વાત છે. દાખલા તરીકે, પૂર્વસંસ્કારથી કોઈની સાથે લગ્નસંબંધ થયે હોય, પરંતુ બન્નેની ઈચ્છા સવાંચન, ભક્તિ વગેરેથી વૈરાગ્યવાળી થાય તે તે બ્રહ્મચર્ય પાળી શકે છે. તેમ આ જીવને સંસારદષ્ટિએ અનેક કામ હોવા છતાં, પત્ર લખ હોય તે લખી શકે છે, સત્સંગ કરે હોય તે વહેલે મોડો થઈ શકે છે, વાચન વિચાર ભક્તિ કરવાં હોય તે કરી શકે છે. ધાર્યું ન થાય તે પણ વહેલું મોડું થઈ શકે છે. ખેતરમાં વાવ્યું હોય તેની સંભાળ જેમ લેવા ધારીએ તે લઈ શકીએ છીએ, તેવી ગરજ જે ધર્મબીજને પિષવાની રાખીએ તે રહી શકે છે; ન રાખીએ તે પાક બગડી જાય. માટે અવારનવાર સત્સંગની જરૂર છે તે કરતા રહેવું. અકળાવાથી, મૂંઝાવાથી કાંઈ વળી શકે નહીં. સત્સંગને વેગ ન હોય ત્યારે સવાંચન, સદ્દવિચાર, ભક્તિ, સ્મરણ અને વર્તન આધારરૂપ છે. ૐ શાંતિઃ
તા. ક–પરમકૃપાળુદેવમાં પરમ પ્રેમ પ્રગટે અને તેમનાં વચને અમૃત તુલ્ય લાગે તેમ સંસારપ્રેમ સંક્ષેપવા સત્સંગ સર્વનું મૂળ છે. તેની ખામી તેટલી બધામાં ખામી.
૮૫૭
અગાસ, તા. ૧૬-૯-૫૦ પરસ્પર એકબીજાની લાગણી સાચવી પરમકૃપાળુદેવ પ્રત્યે અખંડ શ્રદ્ધા વર્ધમાન થયા કરે અને કષાય મંદ પડે તેવા પુરુષાર્થની જરૂર છેછેબીજું, હું કઈને કંઈ આજ્ઞા કરતે નથી, પરમકૃપાળુદેવની આજ્ઞા માત્ર જણાવું છું. હિતની ભલામણ કરવા જેવી નછૂટકે કરવી પડે છે, પણ તેમાં પ્રવૃત્તિ વિશેષ નથી. આપણા ભાવે નિષ્કષાય થતા જાય તે તરફ વિશેષ લક્ષ રાખવાની જરૂર છે, તે અર્થે વાંચન વગેરે કર્તવ્ય છેજી, કારણ કે પ. પૂ. પરમકૃપાળુદેવે કષાય ઘટે તેટલું કલ્યાણ કહ્યું છે, તે લક્ષ મારે તમારે સર્વને રાખ ઘટે છે. કોઈનું ચિત્ત ન દુભાય તેમ પ્રવૃત્તિ બનતા સુધી કર્તવ્ય છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ