SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧? ' પત્રસુધા ૮૫૮ અગાસ, તા. ૧૬-૯-૫૦, શનિ માંદગી સંબંધી લખ્યું તે જાણ્યું. શરીરને સ્વભાવ શરીર ભજવે, તે તેમાં રહેનાર આત્માએ પણ પિતાના સ્વભાવ તરફ વળવું ઘટે છે. પરમકૃપાળુદેવને શરણે દેહાધ્યાસ ઘટે અને આત્મવિચાર તે નિમિત્તે વિશેષ રહ્યા કરે છે તે વેદનીને પણ ઉપકાર ગણવા ગ્ય છેજ. મરણના ભયે અનેક વિચારવાને મોક્ષમાર્ગ ભણી વળ્યા છે એમ પરમકૃપાળુદેવે એક ઠેકાણે જણાવ્યું છે, તે વિચારી આ અનિત્ય જીવનને મેહ મંદ કરી નિત્ય, અવ્યાબાધ સુખસ્વરૂપ, પરમાનંદમય પિતાનું ધામ સાંભરે, તેની ઉત્કંઠા વધે, તેના ઉપાયમાં આનંદ આવે તેવું વાંચન, ભક્તિ, વૈરાગ્ય, વિચાર આદિ કર્તવ્ય છે. અવકાશને વખત પરમકૃપાળુદેવનાં વચને વાંચવા-વિચારવામાં ગાળો તથા પૂ...ને પણ કંઈ સંભળાવવાનું બને તે તેમ કર્તવ્ય છે. સત્રદ્ધા પામીને જગતથી ઉદાસીન થવું અને આત્મશાંતિ થાય તેવા ભાવનું રટણ રહે, મોક્ષેચ્છા વર્ધમાન થયા કરે, નિવૃત્તિ આદિ મળે સત્સંગ, સલ્ફાસ્ત્ર અને પરમકૃપાળુદેવના સ્વરૂપનું ચિંતન રહ્યા કરે તેવી ભાવના કર્તવ્ય છે. મુશ્કેલીઓથી કંટાળવા કરતાં સમભાવે સહન કરી, ફરી તેવાં કમૅ ન આવે તેમ પરમકૃપાળુદેવ ઘણી ભીડમાં જે પરમાર્થની જાગૃતિ રાખી વર્યા છે તે યાદ લાવી યથાશક્તિ છૂટવાના ભાવની વૃદ્ધિ કર્તવ્ય છે. » શાંતિઃ ८५८ અગાસ, તા. ૧૯-૯-૫૦ તત ૐ સત્ ભાદરવા સુદ ૮, મંગળ, ૨૦૦૬ તમારો પત્ર મળે. મધમાં બહુ દોષ છે. સાત ગામ બાળી નાખે અને જેટલું પાપ લાગે તેથી વધારે પાપ એક મધનું ટીપું ચાખવાથી લાગે છે. પૂર્વે પાપ કરેલાં તેને લીધે માંદગી આવે છે અને ફરી મધ ખાઈને પાપ કરે તે વધારે માંદગી આગલા ભવમાં આવે, માટે મધનો ત્યાગ ન કર્યો હોય તે આજથી ત્યાગ કરવો ઘટે છે. એવું પાપ કરવાની આજ્ઞા હોય નહીં. તમે મધને ત્યાગ ન કર્યો હોય અને દેહ સાચવવાની લાલસામાં મધ લેશો તે પણ પાપ તે જરૂર થશે. માટે આત્માની દયા લાવી ગોળ, ચાસણી વગેરે મધ વિના જે અનુપાન વૈદ્ય જણાવે તેમાં દવા લેવી. મધથી જ મટે એવો નિયમ નથી. માટે મંત્રમાં ચિત્ત રાખી દુઃખ આવી પડ્યું હોય તે સહન કરવું, ગભરાવું નહીં. આપણાં કરેલાં આપણે ભોગવવાં પડે છે. માટે પાપમાં મન ન જાય અને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ભક્તિ થાય એમ પુરુષાર્થ કર્તવ્ય છે. આટલે ભવ પરમકૃપાળુદેવને શરણે જે સુખદુઃખ આવે તે ખમી ખૂદવું. સમભાવે સહન કરશે અને મરણપર્યત મંત્રનું સ્મરણ કરશો તે સમાધિમરણ થાય તેટલું તે મંત્રમાં દૈવત છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૬૦ અગાસ, તા. ૨૦-૯-૫૦ - તમારું કાર્ડ મળ્યું. વીસ દેહરા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ બધા મળીને બોલવાનું રાખશો. એકલા બોલતાં આવડે તેમ શીખી લેજો. રોજ નિશાળે જતાં પહેલાં પરમકૃપાળુ દેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરીને જવાનું રાખશે. તકરાર કરવી નહીં, જૂઠું બોલવું નહીં, મારામારી કરવી નહીં. હાલ એ જ. માબાપની સેવા કરવી.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy