________________
પત્રસુધા અમે બધાં કુટુંબનાં જાણે મરી ગયાં હોઈએ અને અહીં માત્ર રાજ્યને જોવા માટે આવ્યાં હોઈએ તેમ મહેમાન તરીકે રહીએ છીએ. ભગવાન સિવાય અમને કશું ગમતું નથી. તેની બધી ઈરછા સુખકારી અમે માનીએ છીએ. આપ હવે કલેશ કરશો નહીં. સદ્દગુરુકૃપાએ અમે સુખી થયાં છીએ અને સુખી જ રહીશું. ત્યાં રાજા રણ આવ્યા એટલે તે દેવ બાવાનું રૂપ તજી દેવ થયો. તે કુંવર મરી નથી ગયે. માત્ર તમારી પરીક્ષા કરવાને આવ્યું હતું એમ કહી તેમને નમસ્કાર કરી તે પાછે દેવલોકે ગયે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૨૫
સીમરડા, તા. ૪-૪–૫૦ “જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર;
એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” – શ્રીમદ્ રાજચંદ્ર આપને પત્ર જ્ઞાન પ્રશ્નવાળ વાંચી આનંદ થયેલ છે. જગતના અનેક પ્રકારે ચિત્તમાં પ્રવેશી જીવને અસ્વસ્થ કરે છે, તેમાં ધર્મ પ્રશ્નને અવકાશ મળે એ મહાભાગ્ય છેજ. ધન્ય તું આતમ જેહને, એહવે પ્રશ્ન અવકાશ રે,” એમ શ્રી આનંદઘનજી શાંતિનાથજીના સ્તવનમાં ગાય છે તેમ દેહનું હલન-ચલન કયા કારણે થાય છે? એમ પૂછ્યું તેનું કારણ વિર્યાતરાયકર્મના ક્ષયોપશમે થાય છે. જેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે ઇંદ્રિયપ્રાપ્તિ થાય છે, તેથી દેખવા વગેરેનું કામ થાય છે; પણ જે ક્ષયોપશમ થયે છે તે એવા પ્રકાર હોય છે કે તેને પ્રકાશ આદિ સાધન પ્રાપ્ત થયે આંખ જોઈ શકે. પ્રકાશ કે આંખની રચનામાં કોઈ ફેરફાર થાય તે તેજ કમી પણ થાય છે, દેખાવું બંધ પણ થાય છે તેમ પક્ષાઘાતમાં પણ સ્પર્શ-ઇંદ્રિયને ક્ષયોપશમ હોવા છતાં જે જ્ઞાનતંતુ દ્વારા સ્પર્શ કે હલન-ચલનની ક્રિયા થતી હતી તે સાધનમાં ખામી આવતાં તે ક્રિયાદિ બનતું નથી. ચશ્માં કે દવાથી જેમ કંઈ ફેર જણાય છે તેમ તેવાં કારણ દૂર થયે પક્ષાઘાત મટી પણ જાય છે. આમાં ઘણા પ્રશ્ન થવા સંભવે છે પણ એ દિશામાં વિચાર કરશે તે સમજી શકે તેવી તમારી સમજણશક્તિ છે. રૂબરૂમાં મળવું થયે વિશેષ સમજાશે. એ જ.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૨૬
અગાસ, તા. ૧૭–૪–૫૦ તત્ છે સત
ચૈત્ર વદ ૦)), સોમ, ૨૦૦૬ “ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહિ ધર્મ,
પ્રાણ અર્થે સંકટ પડેછે, જુઓ એ દષ્ટિને મર્મ – મન” આ કળિકાળમાં ધર્મ પરીક્ષામાં પાસ થનારા છેડા નીકળે છે. નિયમ ઘેડા લેવા પણ શુરવીરપણે પાળવામાં આત્મહિત છે. એક ભીલને જ્ઞાની પુરુષે કાગડાનું માંસ ન ખાવાને નિયમ આપેલ. અંતે વખતે તેના ઓળખીતાઓએ દવા કરવાને આગ્રહ કર્યો પણ તેણે માન્યું નહીં. દેહ છેડી તે દેવ થયા. તે દેવભવ પૂરો થયે રાજગૃહી નગરીમાં રાજપુત્ર થયો. ત્યાં શિકાર કરવા એક દિવસ ગમે ત્યાં અનાથી મુનિ ધર્મ (પુણ્ય)ના પ્રભાવે મળ્યા. તેમના ઉપદેશથી તેને આત્મજ્ઞાન થયું. ઘણું રાજાઓને તે ઉપરી થયે. શ્રી મહાવીર ભગવાન તેની રાજધાનીમાં પધાર્યા તેને ક્ષાયિક દર્શન પ્રાપ્ત થયું. તીર્થંકરનામકર્મ બાંધ્યું જેના પ્રભાવે એક ભવ કરી તે