________________
૬૮૮
બેધામૃત તીર્થકર બની ઘણું જીવોને તારી પિોતે ક્ષે જશે. આ એક ધાર્મિક ચરિત્ર શ્રી શ્રેણિક મહારાજાનું કહ્યું. હવે તમારા પ્રશ્નનો ઉત્તર લખું છું –
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ – મૂળ
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ – મૂળ” આમાં જણાવ્યા પ્રમાણે દેહ નાશવંત છે, આત્મા અવિનાશી છે. ગમે તેટલી દવાઓ ખાવા છતાં દાક્તરને પોતાને જ મરવું પડે છે, તે બીજાને તે ક્યાંથી બચાવી શકશે? દેહ છોડી એક વાર જરૂર જવું છે. તે દેહ રાખવા કરેલાં પાપ સાથે આવશે, પણ દેહ સાથે નહીં આવે. ભક્તિ કરનારને એટલી શ્રદ્ધા હોવી જોઈએ કે પાપ કરી પછી ભક્તિ કરવાની ઈચ્છા કરતાં પાપ જ ન કરવું એ સારું છે. પાપ કરી પછી પૈસા કમાઈ દાન કરવું તેના કરતાં દાન ન થાય તે ભલે, પણ પાપ તે ન જ કરવું એ બુદ્ધિમાં બેસે તેવું છે. હાથ ખરડીને પછી છે તેના કરતાં બગાડવે જ નહીં તે સારું છે ને? એક પીપા ભગતે કહ્યું છે કેઃ “પીપા, પાપ ન કીજિયે, તે પુણ્ય કિયા વાર હજાર.”
દાક્તરે દેહને અર્થે સલાહ આપે છે કારણ કે દેહ એ જ પિતાનું સ્વરૂપ તે માને છે. તમે આત્માને ઉદ્ધાર થાય તે માટે નિયમ લીધે છે, તેથી દેહને અર્થે આત્માનું અહિત ના થાય તેમ વર્તવું ઘટે છે. ઘણું ભવ દેહને અર્થે આત્મા ગાળે છે, હવે આટલે ભવ જે આત્માને અર્થે ગળાશે તે અનંત ભવનું સાટું વળી રહેશે. પૂર્વે પાપ કર્યું છે તેના ફળરૂપ માંદગી આવે છે. તે ટાળવા ફરી પાપવાળી દવા કરે તે ફરી માંદગીને નેતરવા જે ધંધે થાય છે તે વિચાર કરી જે તે યથાર્થે લાગશે. પાપવાળી દવાથી મટવાની ગેરંટી કોઈ આપી શકે નહીં, પણ પાપ થાય તે તે ચોકકસ છે, દવામાં પણ પાપ તે પાપ જ છે. માટે જે વસ્તુને ત્યાગ કર્યો છે, પરમકૃપાળુદેવની સાક્ષીએ જીવતા પર્યત જે જે વસ્તુઓ ત્યાગી છે તે દવા માટે તે શું, પણ સ્વમામાં પણ તેને ઉપયોગ કરવાને ખ્યાલ ન કરે એ સાચા શૂરવીરનું લક્ષણ છે. ઘણું દવાઓ ખાનારા ઘણું માંદા જોઈએ છીએ, એટલે દવાઓથી જ મટતું જ હોય તે દવાખાનાં અને દાક્તરો વધે તેમ રેગ વધવા ન જોઈએ પણ નાબૂદ થવા જોઈએ, તેને બદલે વધારે વધારે રોગને પ્રચાર થતે દેખાય છે, તે પાપનું પરિણામ છે એમ સમજી બને તેટલું સહન કરતાં શીખવું. મન દઢ ન હોય તે નિર્દોષ દવાઓ અજમાવી જેવી, પણ પ્રત્યક્ષ પાપ જણાય છતાં જીવને દેહને અર્થે આત્માને ગરદન મારવા જેવું તે ન જ કરવું. અજાણતાં કોઈ દવા કે ટીકડીમાં તેવું અભક્ષ્ય આવી જાય તેને માટે લાચારી છે, પણ જાણીજોઈને તેવી ટીકડી કે શીશીઓ પણ વાપરવી ઘટતી નથી. - લીધેલા નિયમ કેઈ કારણે તેડવા નથી એ દઢ નિશ્ચય કર્તવ્ય છે એ જ ટૂંકામાં ઉત્તર છે. એક તે પાપી ચીજોમાં થતું પાપ લાગે અને પરમાત્માની સાક્ષીએ લીધેલું વ્રત તૂટે કે આજ્ઞા ન પળે કે ભંગ થાય એ બીજું પાપ સાથે લાગે છે, અને તે મોટો અધર્મ છે. માટે મથાળે કડી લખી છે તે વિચારી પ્રાણ જાય તે પણ આજ્ઞારૂપ ધર્મને ભંગ ન થાય તેમ મુમુક્ષુ વિચારવાનો જીવ તે વર્તે. હાલ એ જ.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ