________________
૬૮૦
બેધામૃત અને પિતાના દેષ જોવાની ટેવ પાડી તેથી બચવા સદ્દગુરુની અદ્દભુત દશાની સ્મૃતિમાં રહે તે આત્મદષ્ટિ પ્રાપ્ત થવાને વેગ બની આવે; દષ્ટિની ભૂલ છે તે ભૂલ ગયે તે આસવનાં નિમિત્તોમાં ન લેપાય અને સંવરમાં વૃત્તિ પ્રેરાય તેથી નિર્જરા થાય એવી દશા (ગત=ગતિ પ્રાપ્ત થાય.
પરમકૃપાળુદેવનું જીવન જાણ્યું હોય તેને પ્રત્યક્ષ સમજાય એવું છે કે ભારે ઉપાધિનાં કામ તેમને કરવાં પડતાં. માંડ વખત પત્રવ્યવહારને પણ બચતે. તેવાં આસવનાં નિમિત્તોમાં તેમણે આત્મ-આરાધના સાધી તે આસવમાં સંવરને જ્વલંત રાખે છે. માત્ર દેહદૃષ્ટિની ભૂલ ટાળી તેમણે આત્મદષ્ટિ પ્રાપ્ત કરી હતી, તેથી આસવમાં સંવર તેમને થતું. પર્યાયદષ્ટિ ટાળી દ્રવ્યદષ્ટિ જેને પ્રાપ્ત થાય છે તેને આસવના સ્થાનમાં સંવર નિર્જરા થાય છે. એ બને લીટીને ટૂંકે અર્થ છે.
જેમ બને તેમ જ્ઞાની પુરુષ, પરમકૃપાળુદેવના શરણમાં બુદ્ધિ રાખી બને તેટલે ભક્તિભાવ, સ્મરણ, વાચન, વિચાર, ભાવના કર્યા કરવી. સાચને આશ્રયે વર્તનાર સાચની પ્રાપ્તિના માર્ગમાં વર્તે છે.જી. હાલ એ જ
શાંતિઃ શાંતિઃ શાંતિઃ દેહરે – દોષ-મૂર્તિ આ દેહ પણ, ક્ષણિક-શિરોમણિ ખાસ;
જીર્ણ તૃણ સમ તુચ્છ તે, માની રહું ઉદાસ.
૮૧૭
સીમરડા, તા. ૧૧-૨-૫૦ તત ૐ સત્
મહા વદ ૯, શનિ, ૨૦૦૬ દોહરો – પૂર્ણ પરમપદ સાધવા, કરું અનેક ઉપાય,
ગુરુ શરણે સૌ સફળ હો, બોધિ-સમાધિ સહાય. સત્સંગના વિયેગે જીવે વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છે, નહીં તે સત્સંગયેગે જે દશા જીવની સુધરી હોય તે મંદ બની પાછી દેહાદિની કાળજી કરતે જીવ થઈ જાય એ સ્વાભાવિક છે. માટે પરમકૃપાળુદેવના વચને વિચારી જે કંઈ જાગૃતિ તે વચને દ્વારા પ્રાપ્ત થાય તેનું વારંવાર સ્મરણ રાખી, ઉદાસીન દશા વર્ધમાન થાય અને માથે મરણ ઝઝૂમી રહ્યું છે તેની તૈયારી કરવા સદૂગુરુની આજ્ઞા પ્રત્યે ઉ૯લાસિત પરિણામ રહ્યા કરે તેમ પુરુષાર્થ કર્તવ્ય છે.
અહીં પત્ર લખવાની વૃત્તિ પણ થતી નથી અને તે અવકાશ પણ રહેતો નથી, તેથી પરમકૃપાળુદેવનાં વચને જે જે સાંભળ્યાં હોય, મુખપાઠ કર્યા હોય કે વંચાય તેમાં વૃત્તિ જોડી રાખી તે મહાપુરુષની અલૌકિક દશા પ્રત્યે આશ્ચર્ય અને પૂજ્ય બુદ્ધિ વધે તથા તેમના શરણે નિસ્પૃહદશા, નિષ્કષાયદશા પ્રાપ્ત થાય તેવી ભાવના, વિચાર, વાતચીત કર્તવ્ય છેજ. નિજ દેષ અપક્ષપાતપણે જોવાની ટેવ પડે, તેના ઉપાય વિચારી બને તેટલી આત્મશુદ્ધિ થાય તેમ લક્ષ રાખ ઘટે છેજ. જગતની વાતે ભૂલી ગયા વિના ચિત્તને તે અવકાશ મળવો મુશ્કેલ છે માટે નિવૃત્તિને વેગ હોય તેણે તે નિવૃત્તિમાં પરમકૃપાળુદેવની સત્સંગની ભાવના, ત્યાગ ભાવના, સહજ સ્વભાવે ઉદયાધીન પ્રાપ્ત થતાં કર્મો પ્રત્યે ઉદાસીનતા અને આત્મવિચારના અદ્ભુત ગુણોમાં વૃત્તિ લય થાય તેમ કર્તવ્ય છે.
આ કાળ દુષમ છે અને જીવ તે તે પ્રસંગે ઓળંગવાને પુરુષાર્થ ન કરે તે લૌકિક પ્રવાહમાં તણાઈ જવાને સંભવ છે. માટે પ્રથમ પિતાનું હિત સાધવું છે એ લક્ષ રાખી,