SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૬૭૯ પરમકૃપાળુદેવ કલ્યાણ કરે એવી જ પ્રાર્થના કરવી. બધાંની સેવા કરવી, તેમને રાજી શખવાં; તે આપણને ભક્તિમાં કઈ વિધ્ધ કરે નહીં. મંત્ર મનમાં બેલ્યા કરવાની ટેવ રાખવી. હાથે પગે કામ કરવું પડે; જીભને શું કામ છે ? તેને મંત્ર બોલવામાં રોકવી. સીમરડા, ૯-૨-૫૦ તત્ સત્ મહા વદ ૭, ગુરુ, ૨૦૦૬ દેહરા –. ચિત્ત સેવકો સાચવે, માયામય ઘર-છાજ, દુઃખ બાળકે ત્યાં રડે, ગમે નહીં, મહારાજ. સરે શું ય લક્ષ્મી વડે? રાજ્ય વડે શું થાય ? કાયા કે ક્રિયા બધાં, અ૫ કાળમાં જાય. એના એ અનુભવ કરે, સુખદુઃખ વારંવાર, પણુ પામર લાજે નહીં, તે તનને ધિક્કાર ! હું દેહ ન”, “ન દેહ મુજ’, એમ ગણે જન જેહ, શાંતચિત્ત એ સમજથી, ઉત્તમ સમજું તેહ. તરુ જીવે મૃગલાં છે, જીવે પક્ષી વ્યર્થ, તત્ત્વજ્ઞાને વશ કરે, મન તે જીવે યથાર્થ. (લઘુગવાસિષ્ઠસાર) વિ. આપને પત્ર મળ્યો હતો. આપે પૂછેલ પરમકૃપાળુદેવે લખેલી કડીને ભાવાર્થ યથામતિ સદ્દગુરુશરણે નીચે જણાવું છું હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ, માત્ર દણિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ” (હા. નં. ૧-૧૪) ભાવાર્થ – આસવ એટલે કર્મ આવે તેવા ભાવ અથવા તેવાં બાહ્ય નિમિત્તો. કર્મ આવે તેવા ભાવ થાય તે તે જરૂર જ્ઞાની કે અજ્ઞાનીને કર્મ આવે જ, એ સિદ્ધાંત છે. પણ નિમિત્તા પૂર્વ કર્મને વેગે કર્મ બંધાય તેવાં મળી આવે તે પણ જ્ઞાની પુરુષે જાગ્રત રહેતા હોવાથી તે નિમિત્તોમાં તદાકાર નહીં થતાં, મનને પલટાવી સમભાવ કે શુભભાવમાં લઈ જાય છે. તેથી શુભાશુભ કર્મને કે અશુભ કર્મને આસવ થતે રેકાય છે, તેવી દશાને પરિસવા અથવા સંવર કહેવાય છે. નવાં કર્મ ન બંધાય તેવા ભાવ થાય ત્યારે પહેલાં બાંધેલાં કર્મ ઉદયમાં આવી નિર્જરી જાય છે. આ પ્રકારે જ્ઞાની પાસે એવી યુક્તિ છે કે તેના બળે તે બંધન થાય તેવા પ્રસંગમાં પણ, બંધન છૂટે અને નવે બંધ ન પડે તેવા ભાવમાં રહી શકે છે. બંધન થવાનું કારણ દષ્ટિની ભૂલ છે. “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (પુષ્પમાળા) આમ ઝેરવાળી દષ્ટિ, કષાય અને અજ્ઞાનદશાની દષ્ટિ બંધન કરાવનાર છે, તે ભૂલ છે. આત્મદષ્ટિ થાય તે દેહાદિક પર્યાય તરફ જવાની ભૂલ, રાગદ્વેપ-અજ્ઞાનની ભૂલ ટળે. જેને સત્સાધન સમરણમંત્ર વગેરેની આજ્ઞા મળી છે, તે જે પરમગુરુની દશામાં વૃત્તિ રાખી વૈરાગ્યદશા વધારે છે તે પણ અનાદિ પર્યાયદષ્ટિ ઘટાડી કાં તે સ્મરણ આદિ સાધનમાં રહેવાથી અશુભ ભાવ થવા ન દે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy