SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૮ બધામૃત પાની ન કરવી. મોહ મૂક્યા વિના મોક્ષ થાય તેમ નથી. તેથી મેહના વિક૯પ, વૈરાગ્ય ઉપશમ વધારી, ટાળવા ઘટે છેજ. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૧૪ સીમરડા, તા. ૨૯-૧-૫૦ દેહરા – ચતુર વિષય ચેરે ઘણા, વિવેક રત્ન હરાય, જ્ઞાની સુભટ વિના રણે, કોણે જીત્યા જાય ? દીપશિખા સમ લક્ષમી પણ, અડતાં દેતી દુઃખ, વિનાશ કાજળ ઉર ધરે, મૂર્ણ ગણે ત્યાં સુખ. (લઘુયોગવાસિષ્ઠસાર) પરદેશમાં રહેવું થાય ત્યાં સુધી એક પણ દિવસ નિત્યનિયમ ન ચુકાય એ લક્ષ રાખવો. દિવસે ન બને તો રાત્રે, રાત્રે ન બને તે દિવસે પણ એક વખત તે ત્રણ પાઠ અને મંત્રની માળા જરૂર કર્તવ્ય છેજી. વધારે વખત હેય તે તત્ત્વજ્ઞાન, મોક્ષમાળા કે સમાધિ પાન જેવાં ધાર્મિક પુસ્તકના વાચનમાં વખત ગાળ. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન, સમાગમ કે બેધ યાદ હોય તે યાદ કરે, બને તે લખી રાખો અને તેને અનુસરીને વર્તવાની ભાવના કર્તવ્ય છે.જી. અનાર્ય દેશમાં પુસ્તક વગેરે ન મળે, તે જે મુખપાઠ કર્યું હોય તે વારંવાર બલવું, વિચારવું. સ્મરણમંત્રનું રટણ કામ કરતાં પણ કર્યા કરવું. સદાચાર એ ધર્મને પાયે છે. માટે જેને પિતાના આત્માનું હિત કરવું હોય તેણે અન્યાય અને પાપને માર્ગે તે કદી ન જ જવું. મન આડાઅવળા વિકલપિમાં ચઢી જાય તે ત્યાંથી પાછું વાળી મંત્રમાં કે જ્ઞાનીપુરુષનાં આત્મસિદ્ધિ આદિ શાસ્ત્રના મનમાં જેડવું. નવરું મન રહ્યું છે તે નખેદ વાળે તેવું છે; માટે તેને સારા કામમાં જોડેલું રાખવું. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૧૫ સીમરડા, તા. ૩૧-૧-૫૦ હાલ ત્યાં પરદેશમાં રહેવું થાય છે ત્યાં સુધી ખાસ લક્ષમાં રાખવા ગ્ય સૂચનાઓ લખું છું તે વારંવાર વાંચી લક્ષમાં લેવા વિનંતિ છે. હજી નાની ઉંમર છે, છતાં સ્મરણભક્તિમાં દિવસે દિવસે ભાવ વધતું જાય તેમ વર્તવા યોગ્ય છે. રોજ ત્રણ પાઠવીસ દેહરા, યમનિયમ અને ક્ષમાપનાનો પાઠ–અચૂક બલવાને નિત્યનિયમ ન ચૂક, મંત્રની પણ એકાદ માળા તે રોજ ફેરવવી, વધારે અને તે સારું. આત્મસિદ્ધિ આદિ મુખપાઠ કરેલ હોય તે રોજ ન બને તે બે-ચાર દિવસે પણ એક વાર તે જરૂર બોલી જવું. નવું મુખપાઠ કરવા વિચાર થાય તે તત્ત્વજ્ઞાનમાંથી પાછળના કાવ્ય, પદો, છપદને પત્ર તથા પુષ્પમાળા આદિ પરમકૃપાળુદેવને હૃદયમાં સંભારી તેની આજ્ઞાએ મુખપાઠ થાય તે કર્યા કરવું અને મુખપાઠ કર્યું હોય તે ભૂલી ન જવાય તેટલા માટે ફેરવતા રહેવું, વાંચતા રહેવું, વિચાર બને તેટલે કરે. મેક્ષમાળા પાસે હોય તે તે પણ વારંવાર વાંચવી; અંદરથી ઠીક લાગે તે તે સુખપાઠ પણ કરવા. બધી મોક્ષમાળા મુખપાઠ કરવા જેવી છે. કોઈ સાથે ભક્તિ કરનાર નથી એમ ગણી આળસ ન કરવું. એકલે જ જીવ આવ્યો છે અને મરણ પણ એકલાનું જ થવાનું છે, માટે એકલા હોઈ એ તે પણ ધર્મ ચૂકવો નહીં, ગભરાવું નહીં. ધીરજનાં ફળ મીઠાં છે. આગળ ઉપર બધું સારું થઈ રહેશે. કેઈની સાથે અણબનાવ થાય તેમ ન વર્તવું. બધાંયનું
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy