________________
પત્રસુધા છે. માત્ર જીવને સસ્ત્રદ્ધાની જરૂર છે. પોતાની દશા કરતાં ચઢિયાતી દશા હોય તેવાને સત્સંગ કામને છે. તે જોગ ન હોય તે પિતાના જેવી છૂટવાની જેની ઈચ્છા છે તેને સમાગમ પણ હિતકારી છે. તે પણ જગ ન હોય તે પિતાને વિશ્વ ન કરે પણ કહ્યું કરે તેવા જીવને સમાગમ પણ ઠીક કહ્યો છે. તે પણ જોગ ન હોય તે ઘેર બેઠાં મંત્રસ્મરણ કર્યા કરવું, પણ કુસંગતિની ઈચ્છા પણ ન કરવી. આ સમજવા જેવી વાત ભગવાને કહેલી છે. જે લક્ષ રાખશે તે આ કાળમાં ઠગાશે નહીં.
ચિત્ત પ્રસને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ
રાષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે.”
૮૧૩
સીમરડા, તા. ૨૯-૧-૫૦, રવિ દેહરા – આપદ કે સંપદ ભલે, ઘરમાં શું છે સાર?
મિથ્યા મનની કલ્પના, આશા સર્વ અસાર. કટુતા અતિ વેઠી છતાં, વળી વળી વિષયે વાસ;
તે નર નહિ પણ મૂઢ તે, ખર સમ સમ ખાસ. (લઘુગવાસિષ્ઠસાર) આપને પત્ર મળે. શ્રી આશ્રમ તરફથી નવી આવૃત્તિ છપાય છે તેમાંથી ઘણો ખુલાસો થવા સંભવ છે. માત્ર તમારી જિજ્ઞાસા જાગ્રત રહે એટલા પૂરતું ટૂંકામાં અત્રે જણાવું છું છે.
પત્રાંક ૭૨૮ માં “મરણકાળે શરણ સહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે.” મરણ તે અનિવાર્ય છે. તીર્થકર જેવાને પણ દેહ છૂટે છે તેથી શરણુરહિત (મરણકાળે) કહ્યું. જ્ઞાનીપુરુષ અને જ્ઞાનીના આશ્રિત, ગીતાર્થ અને ગીતાર્થના આશ્રિત એ મોક્ષમાર્ગમાં છે એ શાસ્ત્રવચન છે. મોક્ષમાર્ગે ચઢેલે જીવ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તે તે ભવે મોક્ષે જાય. “સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.” જ્ઞાનીનાં વાક્યો સિદ્ધાંતરૂપ છે. પત્રાંક ૬૯૨ માં “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ (મેક્ષ) કરે.” આ કાળમાં મોક્ષ ન થાય એવી પરમકૃપાળુદેવની માન્યતા નથી. તેથી ઊલટું તેવી વાત સાંભળવાની પણ મના કરે છે. “પુરુષાર્થ કરો અને મોક્ષ જતાં કાળ હાથ ઝાલવા આવશે ત્યારે જોઈ લઈશું” એમ ઉપદેશ છાયામાં છે. જ્યાં મેહના વિકલ્પ છે ત્યાં સંસાર છે.
ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવેલેકતાં, વિલય થતાં નહિ વાર.” (૫૪) અશરીરી ભાવે આ કાળમાં ન રહી શકાતું હોય તે અમે જ નથી, એમ પણ લખ્યું છે. આ બધું વિચારતાં જ્ઞાનીને મેક્ષ અને લૌકિક મોક્ષ જુદા જણાય છે. એક પત્રમાં
મોક્ષ હથેળીમાં છે” એમ પણ લખ્યું છે. ઈષત્ પ્રાગભારા પૃથ્વી પર ત્યાર પછી છે. ટૂંકામાં મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ છે એટલે વિશ્વાસ રાખી મોક્ષાથે સત્પુરુષાર્થ કરવામાં પાછી