SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૬ બધામૃત છે. આપનાં ત્રણ કાર્ડ હમણાં હમણાં મળ્યાં છેજ. પોષ સુદ ૬ ને રવિવારે આશ્રમથી વિહાર કરી અહીં આવવું થયું છે અને અહીં શેડા માસ રહેવા વિચાર છે. પછી પરમકૃપાળુદેવ જે સુઝાડે તે ખરું. હવે પત્ર લખવા વિચાર થાય તે શ્રી મોતીભાઈ રણછોડભાઈ ભગતજીને સિરનામે લખવા વિનંતી છે. લખવા કરતાં પરમકૃપાળુદેવમાં લક્ષ વિશેષ ઠરે, સ્થિર થાય તેમ કર્તવ્ય છે. હમણાં આશ્રમનું વાતાવરણ ક્લેશિત લાગવાથી આમ કરવું પડ્યું છેજ. પરમકૃપાળુદેવની કૃપાથી શાંતિ વર્તે છે.જી. આશ્રમમાં સાધકસમાધિખાતાનું રસોડું પણ આજથી બંધ કર્યું છે તે સહજ આપને જાણવા લખ્યું છે. કંઈ વિકલ્પમાં પડવાને બદલે પરમકૃપાળુદેવને શરણે સ્મરણ-ભક્તિમાં, ધર્મધ્યાનમાં કાળ જાય તેમ કર્તવ્ય છે. સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે શુભાશુભ બની આવે છે તેમાં સમતા એ જ બચવાનું સ્થાન અને ઉદ્ધાર કરનાર છે. હાલ એ જ % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૧૨. સીમરડા, તા. ર૯-૧-૫૦, રવિ દેહરા – લાલચથી ખાડે પડે મૃગ, તેમ મેહુ-ખાડ ગંધાતી ત્યાં મૂર્ખ જન, પડતાં ભાંગે હાડ. મનહર દેખી વસ્તુઓ, સાથુ મને મુઝાય, નૃત્ય નિહાળી તે વદે, સ્ત્રીતન, ચંચળ હાય! હરણ-નયન વનવૃક્ષને, આકર્ષક નહિ જેમ; આકર્ષ નહિ રામને, લલના નયને તેમ. (લઘુયે ગવાસિષ્ઠસાર) આપને પડી જવાથી સખત વાગ્યું છે એમ જાણ્યું. “જે થાય તે મેગ્ય જ માનવામાં આવે” એવું પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું એક વાક્ય છે તે જીવને શાંતિ આપનાર છે. મુશ્કેલીઓ જગતમાં ન હોય તે જીવને ઉન્નતિ કરવી બહુ વિકટ થઈ પડે તે જીવને સ્વભાવ શિથિલતાવાળો થઈ પડ્યો છે. ધંધામાંથી હમણાં નિવૃત્તિ લેવી પડી હશે. તે નિવૃત્તિને સદુપયોગ છાપાંને બદલે સશાસ્ત્ર વાંચવા-વિચારવામાં ગાળવા ભલામણ છે. કારણ કે હાલ સ્વતંત્ર પ્રજાસત્તાક તંત્રના ઉત્સવ નિમિત્તે સચિત્ર અને અનેક આકર્ષક નીકળેલ છે, તે વાંચવા કરતાં આત્મજ્ઞાની પુરુષનાં વચને વાંચવામાં, મુખપાઠ કરવામાં, વિચારવામાં, ચર્ચવામાં, ભાવના કરવામાં જેટલી ક્ષણે જશે તેટલું આ ભવ પરભવનું હિત સધાશેજી. પૂ...ને ભલામણ છે કે કંઈ ને કંઈ વાંચવાનું એકાદ કલાક જરૂર રાખવું. જે વાંચ્યું હોય તે કોઈને કહી બતાવવાનું રાખવું. તેથી સમજીને વંચાય છે કે નહીં તે ખબર પડશે. સત્સંગની ભાવના રાખવી પણ ઉતાવળ કરવી નહીં. સત્સંગના વિયેગમાં સત્સંગમાં જ ચિત્તવૃત્તિ રહે છે તે સત્સંગતુલ્ય છે, એમ પરમકૃપાળુદેવે કહેલું છે. જે પ્રારબ્ધ બાંધેલું હોય તે આવી પડે ત્યારે કંટાળવું નહીં, પણ શૂરવીરપણે વેઠી લેવું. સ્વમ જેવી વસ્તુઓમાં વિક૯પ ન કરવા. બધું જવાનું છે. જેની સારી ભાવના છે તેનું સારું જ થવાનું છે. સત્સંગના વિયેગમાં અસત્સંગથી ભડકતા રહેવું. ઠામઠામ અસત્સંગના પ્રસંગે આ કાળમાં બને છે. તેથી ઝાઝું સમજવાની ઈચ્છાએ અસત્સંગ ન ઉપાસો. કંઈ નહીં તે મંત્રની માળાઓ ફેરવાશે તે તે પણ પુસ્તકની ગરજ સારે તેમ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy