________________
૬૭પ
પત્રસુધા આપને પત્ર મળે. વાંચી સમાચાર જાણ્યા. આપણી ગફલતને લીધે બીજા જીવોને સપુરુષ કે કલ્યાણનાં સાધનની આશાતનાનું નિમિત્ત થાય તે કર્મ બંધનનું કારણ જાણી, ભવિષ્યમાં તેમ ન વર્તાય તેની ખાસ કાળજી રાખવી ઘટે છેજી. પરમકૃપાળુદેવને ચિત્રપટ કોઈને ભક્તિ અર્થે ન વાપરો હોય તે આપણે આપણી પિટીમાં રાખી રોજ દર્શન-ભક્તિ આદિનું નિમિત્ત બનાવવું ઘટે છે. તે ચિત્રપટ આગળ નમસ્કાર આદિ વિનયભક્તિ કરી, તમે ધાર્યું તે પ્રમાણે વતની ભાવના કરવા ભલામણ છે તથા નવ વાડ વિષે વિશેષ કાળજી રાખી આત્માર્થે સાવધાનીપૂર્વક વર્તવા ભલામણ છેજ. આત્માથી સૌ હીન” એ વાક્ય વિચારી બીજી બાબતમાં ભટકતા ચિત્તને ઠપકો દઈ, વારંવાર પાછું વાળી પરમકૃપાળુદેવના અચિંત્ય અદ્ભુત સ્વરૂપમાં, સમરણમાં, ભક્તિમાં કે વાંચન-વિચાર આદિ સ્વાધ્યાયમાં જોડવું હિતકારી છે. આ
ગ આત્મહિત સાધવાનો વારંવાર બીજા ભવમાં પણ મળવો મુશ્કેલ છે એમ વિચારી આ જ ભવમાં પરમ પુરુષને શરણે બને તેટલું આત્મહિત સાધી લેવાને નિર્ણય કરી સમાધિમરણને અર્થે પુરુષાર્થ કર્તવ્ય છેજી. વારંવાર મરણ સંભારવાથી વૈરાગ્યવૃદ્ધિ થવા સંભવ છેછે. આપણામાં જે દોષ છે તે દૂર થવા નિર્દોષ નરના કથનમાં વૃત્તિ વારંવાર જાય, ત્યાં ટકે તેમ અભ્યાસ કર્તવ્ય છેજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ
બહુ જ સંક્ષેપમાં તમે પૂછેલા પ્રશ્નોને ઉત્તર લખું છું -
પ્રતિશ્રોતી=સ્વીકાર કરનાર કંઈ ન બને તે પણ જ્ઞાનીનું કહેલું અંગીકાર કરનાર, માન્ય કરનાર. પારિણામિક વિચારવાળા=જે કાર્ય કે ભાવ થાય છે તેનું શું પરિણામ આવશે એના વિચાર કરનાર, અનુત્તરવાસી થઈને વર્ત =ઉત્તર એટલે ચઢિયાતું, જેથી કંઈ પણ ચઢિયાતું નથી એ આત્મા-“આત્માથી સૌ હીન’ એવા અનુત્તરવાસી એટલે સર્વોત્કૃષ્ટ આત્મા જ્યાં પ્રગટ છે ત્યાં જેના ચિત્તનો વાસ છે તે અનુત્તરવાસી સમજાય છે; તે થઈને વર્ત. એ વિવેક ખરો છે= પરમકૃપાળુદેવે જે મોક્ષમાળામાં વિવેકનો પાઠ લખ્યો છે, અજ્ઞાન અને અદર્શનથી આત્મા ઘેરાઈ ગયા છે તે સમ્યફજ્ઞાન અને સમ્યફદર્શનરૂપે જેથી જેથી જણાય તે વિવેક. સંસાર અસાર ભાસે અને મોક્ષ સર્વોત્કૃષ્ટ, રમણીય, પ્રિય, હિતરૂપ જેથી ભાસે તે વિવેક. મહદશામાં તે વિવેક નથી હોતો કે નથી રહેતું. ઉપેક્ષા=મધ્યસ્થતા, સમતા પરિણામ થાય તેવા વિચાર. જે વિચારનું ફળ સમદષ્ટિતા કે સમભાવ, તેવી ભાવના તે ઉપેક્ષાભાવના છે. મૈત્રી આદિ ભાવનાની ટોચ એ છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૧૧
સીમરડા, તા. ૭-૧-૫૦ તત સત
પષ વદ ૩, શનિ, ૨૦૦૬ લઘુતામાં પ્રભુતા વસે, પરમકૃપાને વેગ,
પરમકૃપાળુ દેવને, ગે સ્મરું અગ. (લઘુગવાસિષ્ઠ-સાર) તીર્થક્ષેત્ર શ્રી સીમરડા ગામથી લિ. પુરુષના ચરણકમળની સેવાને નિરંતર ઈરછક સંતચરણરજ બાળ ગોવર્ધનના આત્મસ્મૃતિપૂર્વક સદ્ગુરુવંદન સહ નમસ્કાર સ્વીકારવા વિનતિ
૧ જુએ પત્રાંક ૮૪ ૨ જુએ પત્રાંક ૧૧૨