________________
૬૮૧
પત્રસુધા પોતાને સંગે જે પરમકૃપાળુદેવની ઉપાસનાની ભાવના રાખતાં હોય તેમના સંગ આત્મહિતાર્થે કરવા ચાગ્ય છે. કોઈ પણ પ્રકારે બીજાના સંગમાં સ્વાંની ગ`ધ પણ ન રહે એવી પેાતાની વૃત્તિને તપાસી અસ’ગપણા અર્થે જ જીવવું છે એ લક્ષ સર્વોપરી રાખવા ઘટે છેજી.
......એ કાઈ સાધ્વીની વાત લખી છે ને વડી દીક્ષા તેની ઇચ્છા હશે તે દેવાની ઇચ્છા તેમની જણાય છે. તેમને ઉપરની વાત જણાવવી અને સાથે રહે તે પરમકૃપાળુદેવના ઉપાસક છે એમ જાણી તેના સત્સંગ ઇચ્છવા, પણ ગુરુપણું પેાતામાં ન પેસી જાય તે લક્ષ્ ઊંડા ઊતરીને વિચારવેા; નહીં તે જે સંગ સહેજે છૂટ્યો છે તેને પાળે ખેલાવી ઉપાધિમાં પડવા જેવું થાય, તેનું મન સાચવવા પેાતાનું કરવાનું ગૌણ કરવું પડે. હાલ તેને વીસ દેહરા, ક્ષમાપનાને! પાઠ અને યમનિયમ મુખપાઠ કરવામાં રસ પડે તેમ ભક્તિમાં સાથે રાખી તેની ઇચ્છા ઉપરાંત ક'ઈ પરાણે પરમકૃપાળુદેવનાં વચન પણ ન ગોખાવવાં એવી સૂચના તેમને જણાવશેજી. પરમકૃપાળુદેવનું માહાત્મ્ય લાગે, પછી તેવા યાગ મળી આવ્યે સ્મરણ વગેરેની આજ્ઞા તેને મળશે. હાલ ઉતાવળ ન કરે. તેના ભાવ જાગ્યે બધું થઈ રહેશે. સ્મરણ સાંભળે તેમાં હરકત નથી. તે પણ તેને ગરજ જાગે અને પૂછે કે મારે શું કરવું ? તેા જ તેને પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરાવી ત્રણ પાઠ શીખવા કહેવું ઘટે છેજી. સાંભળતાં સાંભળતાં તેને મુખપાઠ થાય તે હાલ ઇચ્છવા ચેાગ્ય છે. માગે તે તત્ત્વજ્ઞાન વાંચવા આપવામાં હરકત નથીજી.
૧૮
તત્ સત્ -કળિયુગ–ઝાળે દાઝતા, જીવ
અચાવા કાજ,
સુધાઇધિસમ રાજચંદ્ર, નમું, સ્મરું સુખસાજ.
જ્યાં પ્રારબ્ધની ફસના હોય ત્યાં જવું આવવું રહેવું મને છે એમ જાણી, કાઈ પણ પ્રકારે સ્થળ તથા સંજોગો પ્રત્યે રાગદ્વેષ ન થવા દેવાની ભાવનાએ વર્તવા યેાગ્ય છેજી. એ ઘડી વખત કામકાજમાંથી બચે ત્યારે પૂ..... પાસે કઈ ચાવી પરમકૃપાળુદેવનાં વચનેાને વિશેષ વિશેષ વિચાર જાગે, તથા જન્મમરણનાં દુઃખ, તેનાં કારણેા, તથા જ્ઞાનીપુરુષે કહેલા ઉપાય આદિમાં વારંવાર વૃત્તિ જાય તથા તે જ લક્ષ વર્ત્યા કરે તેવી ગરજ દિન દિન પ્રતિ વધતી રહે તેવા ભાવની ઉપાસના કરતા રહેવા ભલામણ છે. પરમકૃપાળુદેવ લખે છે કે ખીજા પદાર્થાંમાં જીવ જો નિજબુદ્ધિ કરે તે પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તે પરિભ્રમણદશા ટળે છે.” (૫૩૯) આ વાર વાર વિચારી બાહ્ય માહાત્મ્યમાં જતી બુદ્ધિને સદ્ગુરુ શરણે ચૈતન્યભાવ પ્રત્યે સદ્ગુરુના ઉપકારમાં, સદ્ગુરુના સ્વરૂપમાં સદ્ ગુરુએ જાણ્યું છે એવા શુદ્ધચૈતન્યસ્વરૂપમાં રોકવાના પુરુષાર્થ કર્તવ્ય છેજી. જ્ઞાનીએ જાણ્યું છે તેવા સ્વરૂપ કરતાં બીજી ખાખતાનું માહાત્મ્ય ન લાગે, ભાવ ન જાગે અને જ્ઞાનીના સ્વરૂપમાં જ સંતોષભાવ વર્તાય, પ્રસન્નતા રહે તેમ ફર્તવ્ય છેજી, પોતાનાથી બને તેટલી આત્મભાવના સદ્ગુરુ શરણે કરવી ઘટે છેજી.
દાહરા
સીમરડા, તા. ૮-૩-૫૦ ફાગણ વદ ૫, ૨૦૦૬