________________
૬૭૨
આધામૃત
રીતે એમાં (વચનામૃતમાં, ભક્તિમાં) કાળ ગાળવા, આખા પ્રહર ન બને તેા. ધર્મનું સ્વરૂપ તેા અનુભવ થશે ત્યારે સમજાશે. વિષય, કષાય, પ્રમાદ અને સ્વચ્છંદ ટાળવા અને એ ટળશે. “ધર્મ કહે આત્મસ્વભાવકું એ સમૃતકી ટેક.’'
એક વખતે સાંજે ભક્તિ સંબધી વાત નીકળી હતી તેમાં ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે.'' (૨૮૩) એ પરમકૃપાળુદેવનું વચન ચર્ચાયું હતું. પછી પ. પૂ. પ્રભુશ્રીજીએ કહેલું: મુક્તિ એટલે છૂટવું. ‘તું કર્મ માંધ અને હું છે।ડું' એમ ચાલ્યા કરે છે, પણ પાત્રતા વિના ભક્તિ (આત્મા) આપવામાં તે કૃપણ છે. ઉપરની જૂની વાત યાદ લાવવામાં આપના પ્રશ્ન ઉપકારી બન્યા છે તે બદલ ઉપકાર માનું છુંજી.
ખીજું સત્સ્વરૂપ કે શુદ્ધ ધર્માંને નમસ્કાર ભાવ ભક્તિથી તેવા થવા તેવી અભેદ ભાવના કરી કર્યાં છે અને જ્ઞાનપ્રાપ્તિના માર્ગ એક જ વાકયમાં દર્શાવી દીધા છે. પત્રને અંતે જણાવેલા ચાર પ્રતિમ`ધા – લેાકલાજ, સ્વજનકુટુંબ, દેહાભિમાન અને સ’કલ્પવિકલ્પ – જેને ટળી ગયા છે તેવા ભાવ અપ્રતિમ ધપણે નિર'તર વિચરતા જ્ઞાનીપુરુષના ચરણારવિંદની ઉપાસના, તે પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક્ (સત્પુરુષની એળખાણપૂર્વક આત્મસ્વરૂપની) પ્રતીતિ આવ્યા વિના પોતાના યથાર્થ સ્વરૂપની પ્રાપ્તિ (એળખાણુ) જીવને થતી નથી. એટલી યેાગ્યતા આવ્યે સત્પુરુષનું સ્વરૂપ સમજાયે જીવને સત્પુરુષની ભક્તિથી પોતાને જ્ઞાનદશા પ્રાપ્ત થાય છે. આ જ કામ આ ભવમાં કરવા યાગ્ય છે તે પડી મૂકી જીવે ધર્મને નામે અનેક સાધના કર્યાં છે. સત્પુરુષને એ જ કહેવું છે અને તે કહેલું સમજીને જીવ આજ્ઞા રૂડે પ્રકારે ઉઠાવે તે સત્પુરુષની દશા કે સામાયિક અથવા આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય, એમ સૂયગડાંગ નામના ખીજા અ'ગમાં ઋષભદેવ ભગવાને પાતાના અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ દીધા છે તેના આ સાર છે એમ જણાવ્યું છે. “જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબ`ધ જેવી છે.” (૫૧૧) એટલે જીવ સાચા અંતઃકરણે સત્પુરુષની આજ્ઞા ઉઠાવે તેા ફરી જન્મવું ન પડે એવા જ્ઞાનીપુરુષની આજ્ઞામાં ચમત્કાર છેજી.
દિવાળીના દિવસે સમાધિમરણ અર્થે સાધના કરવાના છે. તે આવા શાંત અસંગ વાતાવરણમાં ગાળવાનું ભાગ્ય પ્રાપ્ત થાય તે સારું, નહીં તે યથાપ્રારબ્ધ જ્યાં રહેવું થાય ત્યાં માળા વગેરે ક્રમ સમાધિમરણ અર્થે કબ્ય જી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૦૬
અગાસ, તા. ૨૨-૧૦ -૪૯
હવે લખવા-વાંચવાનું ઓછું કર્યું છે એટલે હસ્તાક્ષરના કાગળની ઇચ્છા ગૌણ કરશેા અને પરમકૃપાળુદેવનાં છપાયેલાં વચનામાં જ વૃત્તિ રોકવા ભલામણ છેજી. તે વચનાનું અપૂર્વ માહાત્મ્ય છેજી. તેથી જે કઈ શ`કા હશે તે વાંચતાં વાંચતાં જ ખુલાસેા મળી રહેશેજી.
મનને પરમકૃપાળુદેષનાં વચનાના વિચારમાં રેકી જગતને ભૂલી જવાનું શીખવાનું છેજી. સમાધિ-મરણ કરવું હોય તેણે તેા જે થાય તે ભલું માનવાના નિર્ણય કરવા ઘટે છે. અ'તર્ વૃત્તિએ કેમ વર્તે છે તેની તપાસ રાખવાના અને તેના પણ સંક્ષેપ કરવાના અભ્યાસ કન્ય છેજી.