SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધી ૬૭૧. બીજી બાબત આપે લખી તે વિષે જણાવવાનું કે કોઈ પરમકૃપાળુદેવને ભજનાર હોય તેના પ્રત્યે પ્રમોદ ઘટે છે, તેની દશા વિષે કલ્પના કરવી ઘટતી નથી. આવા કળિકાળમાં કઈ પણ તેનું શરણ લેશે તેનું હિત થવાયેગ્ય છે. અયોગ્ય કલ્પના પિતા સંબંધી કરશે તેમાં તેને નુકસાન છે. આપણે તે ડાળાં મૂકીને થડ(પરમકૃપાળુદેવ)ને જ વળગવું કે તેમાં કદી શંકાને સ્થાન જ નથી. આવી કુતૂહલવૃત્તિ ઓછી થાય અને પરમકૃપાળુદેવમાં નિઃશંકિતતા વધતી જાય એ જ કર્તવ્ય મારે તમારે ઘટે છે. જ્યાં ભવિષ્યમાં રહેવાનું, વિચરવાનું થાય ત્યાં આ લક્ષ રહેશે તે તે સમાધિમરણને મદદ કરનાર છે. બીજું શું લખવું? “જો તું વૃદ્ધ હોય તે મત ભણી દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર.” એ પુષ્પમાળાનું વચન હવે તે નજર બહાર ન જાય તેમ વર્તવું ઘટે છેજ. વિકલ્પ તે હવે ટાળવા છે, એમ દઢ મનમાં નિશ્ચય કર્તવ્ય છેજ. જેમ બને તેમ જગત અને વિભાવને ભૂલીને “શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય” (૬૯૨) આ દવા, અવલંબન, અભ્યાસ નિરંતર સેવવા યોગ્ય છે જી. નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નેય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” – શ્રી આત્મસિદ્ધિ અગાસ, તા. ૧૩-૧૦-૪૯ તત કે સત્ આસો વદ ૬, ૨૦૦૫ દેહરા–ષદર્શનને સાર છે, આત્મસિદ્ધિ સુખ-સાજ; અપૂર્વ જ્ઞાન વરી રચી, નમું સદા ગુરુરાજ. ૧ નિષ્કારણ કરુણ ધણી, અમાપ આપ ઉદાર; કળિકાળે પ્રગટ્યા પ્રભુ, વંદું વારંવાર. ૨ ઉદ્ધારક અમ રંકના, અપાર ગુણ ધરનાર; શક્તિ સ્તવન તણી નથી, શરણ મેક્ષ દેનાર. ૩ આપે પ્રશ્ન પૂછળ્યો છે તે જ મેં પ. પૂ. પ્રભુશ્રીજીને પૂછે કે ભક્તિ અને ધર્મકર્તવ્યમાં ભેદ શું છે? તેને ઉત્તર આપવા પૂ. મેહનલાલજી મહારાજને તેઓશ્રીએ જણાવ્યું. તેમણે કહ્યું કે જે મંત્ર મળે છે તે તથા પુરુષની મુખાકૃતિ વગેરે ચિંતવવું, વસ દેહરા ક્ષમાપના વગેરે કહ્યું હોય તે બોલવું તે ભક્તિ અને સ્વરૂપનું ચિંતવન તે ધર્મ. પછી પિતે પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવ સાથે ગાળેલા દિવસોમાં કે ક્રમ હતું તે લંબાણથી વર્ણવ્યું હતું (હાલ આશ્રમમાં જે ક્રમ છે તેથી ઘણું વધારે, સાધુને યેગ્ય ક્રમ હતો અને તે વખતે વૃત્તિઓ કેવી રહેતી તે સંબંધી પિતાને અનુભવ કહ્યો હતે. જુદા જુદા ગ્રંથ વાંરયા હોય તેની બધા મુનિઓ રાત્રે ચર્ચા કરતા; દિવસે ઊંઘવાની મના હતી એટલે રાત્રે સૂવાને વખત થવાની રાહ જોતા. બે પ્રહર (છ કલાક) નિદ્રાના વચનામૃતમાં છે, પણ એક જ પ્રહર ઊંધવાને મળતું. ચાર વાગ્યે તે ઊઠતા. પ્રતિક્રમણ વગેરે આવશ્યક કરી સૂર્યોદય પછી કેટલાક ગોચરી જતા, પિતે વાંચતા વગેરે. પછી મને કહ્યું કે જેમ બને તેમ ઘડી બે ઘડી નિયમિત
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy