SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૦ આધામૃત છે. શરીર તા વિષ્ટાના ઘડા છે. ગમે તે સ્ત્રી કે પુરુષ હા પણ તે જીવતું મડદું જ છે. હવે મડદાં કે ચામડામાં વૃત્તિ રાખનાર રહેવું નથી. ઝવેરીની પેઠે આત્મરત્ન તરફ દૃષ્ટિ દેનાર થવું છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩૧-૮-૪૯ ૮૦૨ ‘તારું એક જ શરણું ગ્રહી રહું છું, હવે કહું શું બહુ હું ? તુજ વિષ્ણુ કેાઈની સાથે પ્રયેાજન, ભવમાં ન હશે. એ યાચું — હે ગુરુરાજ! તમે જાણેા છે સઘળું.” આપના હૃદયગત ભાવેા પરમકૃપાળુદેવ સફળ કરો એ સિવાય કઈ લખી શકાય તેમ નથીજી. પરમકૃપાળુદેવની ભક્તિમાં સવ સમાય છે; તેની આજ્ઞામાં અનન્યભાવે પ્રવવું છે એમ જેના નિશ્ચય છે, તેને સ્થળ આદિ બદલાય તાપણુ અંતઃકરણ બદલાતું નથીજી. ૐ શાંતિઃ ૮૦૩ અગાસ, તા. ૨૬-૯-૪૯ સ્મરણ નિરંતર રહે એવી ટેવ પાડી મૂકી હાય તા તે દુઃખના વખતમાં આર્ત્તધ્યાન ન થવા દે અને સુખના વખતમાં માન, લેાભ, શાતાની ઇચ્છા વધવા ન દે. માટે મનને રોકવા માટે ૫. ઉ.પ. પૂ. પ્રભુશ્રીજીએ આપેલું સ્મરણુરૂપ હથિયાર સર્વ અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગે કામ આવે તેવું છે. માટે મનને વીલું ન મૂકવું. કંઈ ને કંઈ તેને કામ સોંપવું. કાં તે સ્મરણુમાં, ભક્તિમાં, ગેાખવામાં, ફેરવવામાં, વાંચવામાં, વિચારવામાં, કોઈ ને કઈ જ્ઞાનીપુરુષની વાત કહેવા-ચ વામાં, કંઈ આત્મા સંબંધી પ્રશ્નાદિ પૂછવામાં કે સદ્ભાવના કરવામાં મનને જરૂર શકયા જ કરવું. નહીં તેા નવરું પડ્યું નખ્ખાદ વાળે, તેવા એને અનાદિના અભ્યાસ છે. તે ફેરવવા અસત્સ`ગના ગેરલાભ વિચારવા અને સત્પુરુષના યેાગે, સદ્બોધના પ્રસંગે, પરમ સત્સ'ગના મહાભાગ્યકાળે કેવા છૂટવાના ભાવ નિર'તર વધમાન થતા તે સ'ભારી, મદ પડતા ભાવેાને ઉત્તેજન મળે, વૈરાગ્યની વૃદ્ધિ થાય તથા સત્સંગની ભૂખ જાગે તેમ પ્રયત્ન કર્યાં કરવા ઘટે છેજી. મનુષ્યભવમાં જે કઈ હવે જીવવાનું બાકી રહ્યું હેાય તે માત્ર આત્મહિતની વૃદ્ધિમાં જ વપરાય અને શાતાની ભીખ ટળે તેવી ભાવના ચિંતવવી. "लाख बातकी बात यह, तोकुं देई बताय । પરમાતમ પર્ નો ચંહૈ, દ્વેષ તન, માર્ં ”—શ્રી ત્રિવાનની ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૦૪ અગાસ, તા. ૧૨-૧૦-૪૯ આસા વદ ૫, ૨૦૦૫ તત્ ૐ સત્ શરીર જ ગૂમડું છે, આહાર પાટીસ છે અને કપડાં પાટારૂપ છે. એમાં કશું સાચવ્યું સચવાય તેમ નથી. પરમકૃપાળુદેવની સાક્ષીએ મનમાં દોષડ'ખતા હોય તેની માફી સાચા દિલે માગી નિઃશલ્ય થવા ચેાગ્ય છે; એટલે ફરી તેવા દાષમાં પ્રવેશ થતા અટકે. તેવા પ્રસ’ગ બન્યા પહેલાં કઈ સલાહ પૂછવા યેાગ્ય લાગે તેા નથી, થઈ ગયું તેનું પશ્ચાત્તાપપૂર્વક વિસ્મરણ ઘટે છેજી. પૂછવામાં હરકત
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy