________________
પત્રસુધા
૬૭૩ ૮૦૭
અગાસ, તા. ૨૪-૧૦-૪૯ તત કે સત
કાર્તિક સુદ ૩, સેમ, ૨૦૦૬ આ મનુષ્યભવમાં મુખ્ય કાર્ય તે જ્ઞાની પુરુષની નિરંતર આજ્ઞા ઉઠાવવી એ જ છે, પરંતુ આજીવિકાદિ હેતુથી તથા પૂર્વકર્મના તેવા સંસ્કારે અનાર્ય જેવા દેશમાં વસવું પડતું હોય તેણે વારંવાર બીજાં કામથી ઉદાસ થઈ જ્ઞાનીની અનંત કૃપાથી સ્મરણ, ભક્તિ આદિ સાધન પ્રાપ્ત થયેલ છે તે એક ઉદ્ધાર થવાનું સબળ કારણ માની વારંવાર સત્સાધનમાં વૃત્તિ વાળવી. ધન આદિ પરભાવમાં વહેતી વૃત્તિને જ્ઞાની પુરુષ, તેને સમાગમ, તેનાં વચને તથા તે મહાપુરુષના આત્માની ઉજજવળતા જેટલી લક્ષમાં આવે તેનું અહોનિશ સ્મરણ કરવું ઘટે છે. સત્સમાગમને વિગ છે ત્યાં કલ્યાણને પણ સામાન્ય રીતે વિયેગ છે, પરંતુ વિયોગના વખતમાં જે પુરુષ, તેને ઉપકાર, તેની પરમાર્થની ધગશ સ્મૃતિમાં વારંવાર આવી ઉદાસીનતા પ્રેરાતી હોય તે વિયેગમાં પણ કલ્યાણ થાય છે એમ પરમકૃપાળુદેવ કહે છે, તે માન્ય કરી દૂર રહ્યા છતાં આશ્રમનું વાતાવરણ અને પ. પૂ. પ્રભુશ્રીજીની સ્મૃતિ તથા તેમણે જણાવેલી પરમકૃપાળુદેવની ભક્તિમાં પ્રેમ રાખશે તે ત્યાં રહ્યાં રહ્યાં પણ પરભવ સુધરે તે લાભ થઈ શકે તેમ છે.
ભાવ તે ઉત્તમ રાખે. જેમ કે ક્ષમાપનાના પાઠમાં રોજ બેલીએ છીએ કે તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !” રાતદિવસ જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ જાય એવી ભાવના કે આકાંક્ષા રાખવી, પણ તેમ ન બને ત્યાં સુધી બીજાં કામમાંથી આસક્તિ ઓછી કરી વૈરાગ્યપૂર્વક નવરાશના વખતમાં જ્ઞાની પુરુષનાં વચન, તેના સમાગમની સ્મૃતિ, સ્મરણ, ભક્તિ, વાંચન, વિચાર આદિમાં કાળ ગાળવાનું ચૂકવું નહીં. ફરવા જઈએ તો પણ બનતા સુધી એકલા જ જવું, અને મુખપાઠ કર્યું હોય તે બેલતા જવું, કે કંઈ ગોખવાનું હોય તે ગોખતા ગોખતા ફરવું, કંઈ નહીં તે સ્મરણ કર્યા કરવું. પણ સિનેમા, નાટક, પાટી કે ક્લબ વગેરેમાં નવરા માણસની પેઠે બેટી ન થવું. તે બધાં પાપબંધના કારણે છે. જેને જ્ઞાની પુરુષની આજ્ઞા નથી મળી તે શું કરે ? એવાં કર્મ બંધનાં કારણોમાં આનંદ માની જીવન વ્યર્થ ગુમાવે. પણ જેને સત્સંગ થયું છે, આજ્ઞા મળી છે, તેનાં મહાભાગ્ય છે કે, તે તરવાનાં સાધનમાં જ તલ્લીન થઈ તેની ધૂનમાં જ બચતે વખત આત્મહિતાર્થે વાપરે. આ શિખામણ વારંવાર વાંચી બને તેટલે જીવનકમ આત્મસુધારણામાં, નિજ દે દેખી દૂર કરવામાં તથા નિર્દોષ વાંચન, વિચાર કે આનંદમાં ગાળતાં શીખવાને દઢ સંકલ્પ કર્તવ્ય છે. નવું વર્ષ આ રીતે ગાળતા રહેશે તે તે કલ્યાણકર્તા નીવડશે.
પૂ .ને પણ જગતની ચિંતાઓ તજી એક આત્મહિતના વિચારો તથા સતપુરુષનાં વચને વાંચવા, વિચારવા તથા મુખપાઠ કરી ફેરવતા રહેવા ભલામણ છેજ. છૂટવા માટે જ જીવવું છે, બંધનાં કારણોમાં આનંદ માન નથી અને જ્ઞાની પુરુષોએ કહ્યું છે તેમ “સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે એ માન્યતા દઢ કરી, સંસારને પૂઠ દઈ, એક આત્મહિતમાં જ સુખની માન્યતા થાય તેમ વર્તવા વિનંતી છે.
નવા વર્ષમાં અમુક ભાગ તત્ત્વજ્ઞાન કે મોક્ષમાળામાંથી મુખપાઠ કરે છે એમ નક્કી કરવું ઘટે છે. આલેચના, છપદને પત્ર, આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર, મૂળમાર્ગ, ધન્ય રે
43