SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા આત્માનું કલ્યાણ થાઓ, જ્ઞાનીએ જાયે છે તે મારો આત્મા છે તે મને પ્રાપ્ત થાઓ, એ ભાવના કર્તવ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૯૭ અગાસ, તા. ૩૦-૬-૪૯ માણસની ભૂલ થાય. ભૂલને પાત્ર છે. પણ તેવી ભૂલ ફરી ન થાય તેને લક્ષ રાખ તે કર્તવ્ય છે. બીજું, પરમકૃપાળુદેવનાં વચનામૃત છે તે વૈરાગ્યથી ભરેલાં છે, સજિજ્ઞાસુ જીવાત્માને સંસારથી તારનાર ને સતપંથે દેરનાર, મોક્ષમાર્ગે ગમન કરાવનાર મિયારૂપ છે, તે તે વચનામૃતમાંથી જે જોઈએ તે મળી શકે છે. એ મહાન જ્ઞાની પુરુષે સજિજ્ઞાસુઓ માટે અનંત અનંત એ ઉપકાર કરી કૃતાર્થ કર્યા છે, તે અને તમે સૌ સજિજ્ઞાસુઓને એ જ શરણ રહો. શાંતિઃ શાંતિઃ શાંતિઃ સમાધિમરણની તૈયારી અર્થે જ હવે જીવવું છે એ નિશ્ચય ચૂકવા ગ્ય નથીજી. અગાસ, અષાડ સુદ ૮, ૨૦૦૫ “કોઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા યોગ્ય નથી” (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વાક્ય વારંવાર વિચારી લેશનાં કારણેને ભૂલી જવા એગ્ય છે. મરણને વારંવાર વિચાર કરવાથી મેહની મંદતા થઈ વૈરાગ્ય રહ્યા કરશે, તે જગતના અનિત્ય, અસાર અને અશરણ ભાવેને માટે આત્માને લેશિત કરવો યોગ્ય નથી એમ સહજ સમજાશે. સ્મરણમંત્રમાં વૃત્તિ વિશેષ રહ્યા કરે એવો અભ્યાસ પાડી મૂકવા ભલામણ છે. મનને સારું કામ કરવાનું ન હોય ત્યારે જ અશાંતિમાં, વિકલમાં પ્રવર્તે છે. માટે નવરું પડ્યું નખ્ખોદ વાળે તેવું મન છે તેને સ્મરણમંત્રરૂપી વાંસ ઉપર ચઢઊતર કરવાનું કામ સેંપવાનો નિશ્ચય કરી તે નિશ્ચય અમલ થાય તેમ કાળજી રાખતા રહેવા વિનંતી છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૯૯ અગાસ, તા. ૧૯-૭-૪૯ આપે તપશ્ચર્યા સંબંધી પૂછ્યું. તે સંબંધી જણાવવાનું કે ઈચ્છાઓ કવી તેને ખરું તપ કહ્યું છે. તેના પ્રકાર તરીકે એક દિવસ, બે દિવસ આદિ આહારની ઈચ્છા રેકવી તે પ્રથમ બાહ્ય તપ છે. ખોરાક જ લેતા હોઈએ તેથી પ્રમાણમાં એક, બે કે અનેક કેળિયા ઓછા લેવાને (રસ પડે તે પણ વિશેષ આહાર લઈ ન લેવાય તે) નિયમ રાખવે તે ઊણદરી નામનું બીજા પ્રકારનું તપ છે. વૃત્તિસંક્ષેપ એટલે આજે અમુક શાક કે ગળપણ કે મીઠું કે ફલાફલાદિ નથી લેવાં એવી અંતરમાંથી સંયમની ભાવનાથી વિલાસવૃત્તિ એકવી તે ત્રીજું તપ. રસપરિત્યાગ નામનું છું તપ છે, તેમાં પિતાને પ્રિય લાગતી વસ્તુઓને એક દિવસ, એક અઠવાડિયું કે ચાતુર્માસ આદિ પર્યત ત્યાગ કરે. તેમાં પણ પરવસ્તુને જીભ દ્વારા થતું મેહ અટકે છે તેથી તપ છે. કાયાને કષ્ટરૂપ લાગે તેવા આસને અમુક વખત બેસી વાંચન, સ્મરણ આદિ ધર્મધ્યાનમાં ચિત્ત રેકવું, ઠંડી, તાપ આદિ સહન કરતાં શીખવું તે કાયક્લેશ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy