________________
બેધામૃત તેને ઉપાય નીકળી શકશે. માટે ધર્મની બાબતમાં ઢીલા ન પડવા અને બને તેટલા ભલા, વિચારવાની અને સમજણ આપવી ન પડે તેવા થવા પ્રેરણા આ પત્રથી થાય તેમ કર્તવ્ય છે. આ તમારા હિતને અર્થે લખતાં કંઈ તમારું મન દુભાય તેવું લખાયું હોય તે તેની ક્ષમા ઈચ્છી પત્ર પૂરે કરું છું.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. – વાંચતાં કંઈ ન સમજાય તે એક નેટમાં લખી રાખવું અને પત્ર લખે ત્યારે પૂછવા વિચાર રાખવે. ઘણુંખરું તે વૈરાગ્ય અને વિચારદશા વધતાં આપોઆપ સમજાશે. અહીંથી ઉત્તર ન મળે તે કંટાળવું નહીં કે વાંચવાનું પડી મૂકવું નહીં.
આબુ, તા. ૧૬-૬-૪૯ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન,
પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય અતિમાન.” – શ્રીમદ્ રાજચંદ્ર વિ. આપને રજિસ્ટર કાગળ મળે છે. વાંચી તમારી બ્રહ્મચર્યની ઉત્તમ ભાવના, જાણું સંતોષ થયો છેજ. અનંતકાળથી જીવ ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, લેગ ભેગવવાના લક્ષણે દેહને સુખરૂપ માની, દેહને પિતાનું સ્વરૂપ સમજી પિતાના સ્વરૂપનું ભાન ભૂલતે આવે છે. જગતના જીના અભિપ્રાય અને ઈચ્છાઓ અસાર જાણી જે જ જ્ઞાની પુરુષના નિર્ણયને, તેણે સમ્મત કરેલું સર્વ સમ્મત કરવા ભાવના રાખે છે તેમને ધન્ય છે. આ કળિકાળમાં ભેગ વખતે જેને વેગ સાંભરે અથવા જ્ઞાનીએ દેહથી ભિન્ન આત્મા જાણે છે તે પ્રગટ કરવા અર્થે સત્સંગ, બ્રહ્મચર્ય, ઈન્દ્રિયનું દમન, ભક્તિ, સશાસ્ત્રનું વાંચન, મનન આદિ સત્સાધન જેને સાંભરે છે તે મહા ભાગ્યશાળી છે. આયુષ્ય ક્ષણે ક્ષણે નાશ પામે છે અને મરણ સમીપ જીવ વહ્યા કરે છે. તેને વિચાર કરતાં સૌનાં શરીર બળતા ઘર જેવાં છે. તેમાં નિરાંતે સૂઈ રહી સુખ માનવું તે મૂર્ખાઈ છે, પરંતુ બળતા ઘરમાંથી કીમતી ચીજો કાઢી લઈ બચાવીએ તે ડહાપણ કહેવાય. તેવી રીતે નાશ પામતા આ શરીર દ્વારા ધર્મ આરાધન જેટલું કરી લીધું તેટલું આત્મહિત તેણે કર્યું ગણાય. મરતા માણસને બેઠો કરે તેવું અમૃત કઈ દેવે આપણને આપ્યું હોય, તેને પગ ધોવા માટે હેળી દેવું એ મૂર્ખતા છે, તેમ મોક્ષ મળે તે મનુષ્યદેહ ભેગ, મોજશોખમાં ખેાઈ દેવે તે પણ મૂખતા જ છે. માટે મનુષ્યભવની મૂડી વ્યર્થ ન ખોવાઈ જાય તેવી આખા ભવમાં કાળજી રાખવી.
જ્યાં સુધી વ્રત હોય ત્યાં સુધી પરમકૃપાળુદેવનાં વચને વાંચી હૃદયમાં રાખવાનું કરશે તે તે રૂડી રીતે સમજાવા સંભવ છે. શ્રી આત્મસિદ્ધિ, છ પદને પત્ર, અપૂર્વ અવસર વગેરે મુખપાઠ ન થયા હોય તે મુખપાઠ કરી રોજ ફેરવવા ભલામણ છેજી. મુખપાઠ હોય તે
જ વિચાર કરી તેમાં જણાવેલ ભાવ હૃદયમાં ઠરે તેમ કર્તવ્ય છેજી. સદાચાર, સરળતા, અ૫ શુભ આહાર આદિ વૈરાગ્યપ્રેરક જીવન-વ્યવહાર અને સારો સમાગમ તથા સદ્દવાંચન વ્રતને પિષનાર છે. તમારા કુટુંબનું વાતાવરણ સારું છે પણ બીજા લેકની વાતે લક્ષમાં ન લેવી. જગત અને ભગતના રસ્તા જુદા છે. કલાજ અને લૌકિક ભાવથી ઉદાસ થવું. ત્રત કરી કશી ભવિષ્યના સુખની ઇરછા ન કરવી. આત્માર્થે જ આ વ્રત કરું છું, મારા