________________
પત્રસુધા
ઈરછા કરશે તે પણ તેવા ભાવ તે દેશમાં જાગવા દુર્લભ થઈ પડશે. માટે જ્યાં સુધી બીજાં કામ થઈ શકે છે ત્યાં સુધી ધર્મકાર્ય, સદ્વાચન, વિચાર, સ્મરણ, ભક્તિ પણ સાથે સાથે કરતા રહેશે તે આંબાને જેમ પિષણ આપતા રહી કેરીઓ ખાવાથી દર સાલ કેરી થયા કરે, પણ પિષવાને બદલે આંબે કાપી નાખી એક સાલ કેરી ખાઈ લીધી તે બીજી સાલ કંઈ પણ મળી શકે નહીં તેમ ધર્મનાં કાર્ય કરવાં પડ્યાં મેલી કે તેને ધકેલ્યા કરી વિસારી દેવાથી શુભ સંસ્કારો લાંબી મુદત ચાલશે નહીં અને અશાંતિ, ભય, તૃષ્ણા, વેદના વગેરેનાં સ્વપ્નથી અને વિચારોથી મન ભરાઈ જતાં જીવ દુઃખી થવા સંભવ છે. માટે આત્મહિતની અને સાચા સુખની ભાવના હૃદયમાં જીવતી હોય તે નિત્યનિયમ, નિયમિત સલ્ફાસ્ત્રનું વાચન, વિચાર અને પરમ પુરુષની દશા તથા ઉચ્ચ જીવનની અભિલાષા માટે અમુક વખત બચાવવાની કાળજી રાખવી ઘટે છે.
છ કલાકની ઊંઘ સામાન્ય રીતે દરેક મનુષ્યને પૂરતી છે. તે પૂરી થયે જાગીને ધર્મપ્રવૃત્તિ કરવાની ટેવ રાખે તે થઈ શકે તેમ છે. થોડું એ ઊંઘાશે તેમાં હરકત નથી. ધન કે શરીરની જરૂરિયાત માટે જાગૃતિકાળને મેટો ભાગ પ્રવૃત્તિમાં ગાળ પડે છે, તે આત્માને શાંતિ મળે તે છેડે કાળને ફાળે જુદો કાઢી આત્મવિચાર, જ્ઞાનીની આજ્ઞા તથા દરરેજ થતા કામમાં પિતાના દોષ જેવાને અવકાશ રાખ્યું હશે તે દોષો સમજાશે, તેને દૂર કરવાનાં કારણ પણ સમજાશે અને દૂર કરવા પુરુષાર્થ કરવાનું મન થશે. પણ જે જીવન કેવું જીવવું છે, એના વિચાર કરવાને વખત નહીં રાખે તે પશુની પેઠે ખાવા, પીવા, હરવા, ફરવા ને ઊંઘવામાં જિંદગી વહી જશે અને આખરે પસ્તાવું પડશે. માટે આ પત્ર વાંચી દિનચર્યામાં કંઈક ફેરફાર કરી જન્મ-મરણરૂપ પરિભ્રમણથી કંટાળી ગયેલા આ આત્માને કંઈક રાહત મળે તેવી તેના ઉપર દયા લાવવા, તેનું હિત થાય તેવાં પગલાં ભરવા વિનંતી છે જી. જુવાની હંમેશાં રહેવાની નથી, તે તે આવી કે ચાલી જ જવાની છે, એમ જાણી પ્રમાદમાં, આળસમાં કે બફમમાં કાળી ન જાય તેમ જોતા રહેવાની જરૂર છે. ખાવા, પીવા કે કમાણી કરવા આ મનુષ્યભવ મળે નથી પણ જ્ઞાનીની આજ્ઞા આરાધી જન્મમરણ છૂટે તેવો રસ્તે લેવાની કાળજી દિવસે દિવસે વધે તેમ કર્તવ્ય છેજી. ડું લખ્યું ઘણું કરી માનજે અને રોજ આ પત્ર પાંચ-છ માસ વાંચવા ભલામણ છે.
કંઈ વધારે ન બને તે નિત્યનિયમના ત્રણ પાઠ સવારે જાગતાં જ બેલી જવા અને તેમાંથી એકાદ કડી તે દિવસે વારંવાર વિચારવા નક્કી કરી પથારીમાંથી ઊઠવું, અને મંત્રનું
સ્મરણ ૧૦૮ વાર તે જમતાં પહેલાં કે પછી કરી લેવું. પછી હરતાં-ફરતાં જેટલી વાર મંત્રનું રટણ રહ્યા કરે તેટલું વધારે લાભ; પણ આટલું તે અવશ્ય કરવું એ દઢ નિશ્ચય કરે. જે દિવસે નિત્યનિયમ સવારે, બપોરે કે સાંજે ૫ણ ન બને તે દિવસે ઊંઘવાને મને હક નથી, એમ માનવું. થાકને લીધે ઊંઘ સિવાય કંઈ પણ ન બને તેવું લાગે તે ઊંઘ પૂરી થયે તે જરૂર તે નિત્યનિયમ પૂરો કરી લે. રાત્રે જાગીને પણ નિત્યનિયમ કરીને પણ ફરી ઊંઘી શકાય. તે પ્રમાણે ન બને તે બીજે દિવસે મીઠું, ગળ્યું કે ઘી આદિ સ્વાદમાંથી કંઈક નથી વાપરવું એ નિયમ કરવાથી નિયમિત થઈ શકાશે. મન ઉપર વાત લીધી તે