________________
९९८
બેધામૃત
તપ છે. એકાંતમાં બેસવું, સૂવું, વિકાર થાય તેવાં સ્થાનથી દૂર રહેવાને અભ્યાસ પાડવે, તે છઠું સંસીનતા તપ છે.
- બીજાં છ અત્યંતર તપ છે, એટલે બીજાને તપ કરે છે એવું જણાય પણ નહીં. (૧) પ્રાયશ્ચિત્ત – ગુરુ સમીપે થયેલા દોષ જણાવી, તે બતાવે તે શિક્ષા ગ્રહણ કરી દોષમુક્ત થવું તે. એમાં માન કષાય આદિને ત્યાગ થાય છે અને દોષ કરવાની વૃત્તિ રોકાય છે. (૨) વિનય કરવા ગ્ય મહાપુરુષોને વિનય કરે. તેમાં પણ માનની વૃત્તિ રોકાય છે. (૩) વૈયાવૃત્ય એટલે સેવા કરવા ગે સંતજનોની સેવા કરવી, તે પણ તપ છે. ઉપવાસ આદિ વડે કાયા કૃશ કરવા કરતાં ખાઈને સેવા કરનારને વધારે લાભ શાસ્ત્રો વર્ણવે છે, કારણ કે કાયાની સફળતા તેમાં છે. (૪) સ્વાધ્યાય-તપ – આત્મામાં પુરુષને બોધ પરિણામ પામે તેવા વૈરાગ્ય અને આત્માર્થ સહિત સપુરુષનાં વચનને પ્રત્યક્ષ સપુરુષ તુલ્ય માની બહુમાન-ભક્તિપૂર્વક વાંચન, વિચાર, ચર્ચા, મુખપાઠ, મુખપાઠ કરેલું વિચારપૂર્વક બેલી જવું, સ્મરણ વગેરે સ્વાધ્યાય-તપ છે. આ કાળમાં સ્વાધ્યાય-તપ સહેલું, વિશેષ ફળદાયી સંતેએ ગયું છે શરીર કૃશ કરવા કરતાં તેથી આત્માના દે કૃશ થવાનું કારણ બને છે. (૫) ધ્યાન – આર્તધ્યાન, રૌદ્રધ્યાન તજીને, મોક્ષમાળામાં ધર્મધ્યાનના ત્રણ પાઠ લખ્યા છે તે પ્રમાણે ધ્યાનમાં વૃત્તિ રાખવી તે પણ પાંચમું અંતતપ છે. (૬) કાત્સર્ગ – દેહથી હું ભિન્ન છું, જાણનાર છું, દેહને થાય છે તે મને થતું નથી એમ વિચારી દેહચિંતા તજી આત્માર્થે મહાપુરુષે કહેલાં છ પદ, મંત્ર આદિ કે લેગસ્સ વગેરેમાં મનને લીન કરવું તે કાર્યોત્સર્ગ નામનું છેલ્લું અને અત્યંત ઉપગી, સમાધિમરણની તૈયારીરૂપ છઠ્ઠ તપ છે. તેમાં સંસારની સર્વ વૃત્તિઓ રોકાઈ, પરમ પુરુષમાં કે તેના વચનમાં વૃત્તિ શેકાય છે. હાલ એ જ. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, સં. ૨૦૦૫ પામો પાપ પ્રલય આજથી, વાસ હૃદયમાં રાજતણે;
પરમ પ્રભુશ્રીની સાક્ષીએ, આનંદ આનંદ આજ ઘણે. વિ. આપને લાંબે પત્ર મળ્યું હતું. તેમાં અધૂરા કામે જવાબ આપવે યોગ્ય નહીં લાગવાથી નિરાંતે પત્ર લખવા ધાર્યું હતું. ધીરજનાં ફળ મીઠાં હોય છે એમ કહેવાય છે અને આપે પણ તેવી શિખામણ લખેલી તે પ્રમાણે પરમકૃપાળુદેવની કૃપાથી જે થાય તે જોયા કરવું એમ રાખ્યું હતું. વચ્ચે મન બધેથી ઊઠી ગયેલું અને જરૂર પડ્યે આશ્રમ છોડવાને નિર્ણય કરી લીધું. પછી વિકલ શમાયા અને તે વિક્ષેપમાં મન ન રહે તે અર્થે “મોક્ષમાળાપ્રવેશિકા” લખવાનું શ્રાવણ સુદ ૨ થી શરૂ કર્યું છે. તેના ૮, ૯ પાઠ લખાયા છે. પરમકૃપાળુદેવની કૃપાથી ટ્રસ્ટીઓની અસાધારણ સભા ભરાયેલી તેમાં બધાંને નિવેદન વાંચી સંતોષ થયો છે, એમ જણાવી મને જણાવ્યું કે મુમુક્ષુઓને અને અમારો અભિપ્રાય એ છે કે તમે પ્રતિજ્ઞા ફેરવી શકતા હો તે અબેલ ન કરે. એટલે મેં જણાવેલું કે તે સંબંધી હું સભામાં જાહેર કરીશ. પછી જણાવ્યું હતું કે હવે નમસ્કાર કે પૈસા મૂકવાને પ્રસંગ આવતે નથી એટલે આંબેલનું પણ કારણ નથી રહ્યું તેમ છતાં બધાની સૂચના પ્રમાણે, આંબેલ