________________
બેધામૃત જીવે છે. અત્યારના ભાવ સત્સંગને વેગ હોય તે ટકી શકે અને વધી શકે નહીં તે ઘણું જીવો સાધુપણું લઈને પણ પાછા લગ્ન કરે છે. માટે વૈરાગ્ય વધે તેવું વાંચવું, વિચારવું અને સત્સંગને વેગ મળે તેમ ભાવના કરતા રહેવા યોગ્ય છે . લગ્ન નહીં કરવાની તમારી ભાવના સારી છે. તેને પિષણ મળે તે અર્થે દિવસમાં એકાદ કલાક ભક્તિ અને એકાદ કલાક વાંચન, વિચાર, સત્સંગ આદિની જરૂર છે. હાલ તમે પરાધીન હો તે ભક્તિ ઉપરાંત તત્ત્વજ્ઞાન, સમાધિ પાન, મોક્ષમાળા આદિ વૈરાગ્યપષક પુસ્તકે બચતા વખતમાં વાંચવાનાં રાખશે, અને મંત્રસ્મરણ અવારનવાર કરતા રહેશો. રૂબરૂમાં મળશે ત્યારે પૂછશો તે કંઈક વિશેષ સૂચના જણાવી શકાશે. હાલ એ જગ્યતા વધારતા રહેશે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૮૭
અગાસ, તા. પ-૩-૪૯, રવિ પ્રારબ્ધ પ્રમાણે જેવા સંજોગે મળી આવે તેથી સંતેષ રાખી વર્તવું. તીર્થભૂમિમાં રહેવાને ઉત્તમ વેગ પુણ્યગથી બની આવ્યું છે અને નિવૃત્તિનું ક્ષેત્ર છે તે ભક્તિભાવ અને પરિણામની શુદ્ધિ થાય તે લક્ષ રાખી સ્વાધ્યાય આદિમાં અપ્રમત્ત રહેવા ભલામણ છે જી. ગમે તેવું રહેવાનું સ્થળ હોય અને ગામમાં બધે આહારપાણી માટે ફરવું પડે તેમ હોય તેની અગવડ ન ગણતાં આત્મપ્રફુલ્લિતતાથી ઘણાં કર્મની નિર્જરા થવાનો સંભવ છે એમ માની દુઃખને પણ સુખરૂપ માનવું. ચોમાસાને હજી ઘણી વાર છે. જ્યાં પરિણામ વર્ધમાનપણને પામે તેવા સ્થળમાં ચોમાસું પણ ગ્ય છે. તમે વિચારવાની છે એટલે આત્મહિત તરફ લક્ષ રાખી દિવસો જાય તેમ કર્તવ્ય છે. નિમિત્તાધીન વૃત્તિ છે ત્યાં સુધી સારાં નિમિત્તોને ખપ કરે. સગવડતા તરફ લક્ષ ન રાખ.
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૮૮
અગાસ, તા. ૬-૩-૪૯
“શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ;
નથ લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ” આ અશરણ સંસારમાં અનંતકાળથી જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. બંધનનાં કારણે માં જ તેને પ્રીતિ વર્તે છે તેથી તેનું માહાસ્ય એટલું બધું લાગે છે કે છૂટવાનાં કારણરૂપ સતસાધનની પ્રાપ્તિ થયા છતાં તેની અપૂર્વતા હૃદયમાં રહેતી નથી અને તુચ્છ વસ્તુઓમાં અમૂલ્ય મનુષ્યભવને વખત વહ્યો જાય છે. ખાવાનું ન મળ્યું હોય તે ગમે તેટલી મહેનતે પણ તે પ્રાપ્ત કરે છે, ઊંઘવાનું ન મળ્યું હોય તે તેનાં સાધનો માટે પણ પરિશ્રમ ઉઠાવે છે, પરંતુ પરભવને માટે કંઈ કરવા જાય ત્યાં પ્રમાદ નડે છે. કારણ કે તેની અપૂર્વતા સમજાઈ નથી. જ્ઞાનીપુરુષનાં વચનોથી જીવને વૈરાગ્ય આવે તે આ બધાં કુટુંબનાં કે દેહાથનાં કાર્યો તેને ઠરૂપ લાગે, તેમાં કંઈ મીઠાશ ન રહે. ક્યારે છૂટું, જ્યારે છૂટું એમ મનમાં થયા કરે. જે પ્રારબ્ધાધીન મળી રહે તેમાં સંતેષ રાખી સત્સાધન આરાધવાની ચટપટી જાગે. પરંતુ વૈરાગ્યની ખામી છે. જગત અને જગતનાં કાર્યોને સાચાં માન્યાં છે, તથા અત્યારે નહીં કમાઈએ તે આગળ ઉપર શું વાપરી શકીશું, એમ રહ્યા કરે છે. તે બધા લૌકિક ભાવે સ્વ સમાન છે તેને અસત્ય જાણું આત્મહિત જે આ ભવમાં ન સાધ્યું તે પછી કયા ભવમાં આ સુગ