________________
પત્ર સુધા
૬૫૯ ૭૮૪.
અમાસ, તા. ૨૩-૧-૪૯, રવિ બાળ મે ઓળખે બાપને, તેમ આ જીવ સ્વભાવ; પિતૃવત્ પરમકૃપાળુ પર, ધરે અહર્નિશ ભાવ. સત્ય વિનયયુક્ત બોલજે, નવ જેશા પર દેવ; સ્વદોષ સર્વે ત્યાગજે, તેથી થશે સતેલ, પ્રગટ પર દેહાદિકા, મૂઢ કરત ઉપકાર;
મુઝવતી એ ભૂલ, તજ કર નિજ ઉપકાર. અહીંના સમાચારની હવે તમારે કંઈ જરૂર નથી. પ્રારબ્ધ અનુસાર જ્યાં રહેવું થાય ત્યાં બને તેટલું જગતનું વિસ્મરણ કરી, પરમકૃપાળુદેવે પ્રગટાવેલું સહજાન્મસ્વરૂપનું રટણ રહે, તે દશાની પોતાને યથાર્થ ઓળખાણ થાય તેટલી નિર્મળ વૃત્તિ થવા ભક્તિભાવ વધારતા રહેશો. દેહાદિ પ્રત્યે જેટલે ઉદાસભાવ રહેશે અને વિષયેની ભીખ ટળી જેટલે સંતેષ અને સહનશીલતા વધશે તેટલી આત્મદશાં પ્રગટ થશે જેને પરમપ્રેમ કરવાનું સાધન મળ્યું છે તેણે તે પિતાના દોષ દેખી, દોષ ટાળવાને પુરુષાર્થ કર્તવ્ય છે.
શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિોતે દુખી?
પતે શું ? કયાંથી છે આપ? એને માગે શીધ્ર જવાપ.” (૧૦૭) આ લક્ષ રાખવાને છે. પારકી પંચાત છેડી, આ આત્માની શી વલે થશે એ વિચારી, પિતાની દયા ખાવા જેવું છે.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૮૫
અગાસ, તા. ૨૦-૨-૪૯ રે મન ! આ સંસારમાં, દુઃખથી તું ન હરીશ
સમ શમશેર વર્ક કરી, ધાર્યું તે જ કરીશ.” વિ. પત્ર મળે. કંઈ ફિકર કે શોક કરવા જેવું જરાતમાં કશું નથી. અહીં સર્વ કુશળ છે. વહેમમાં, અનર્થક વિચારમાં જતા મનને સમરણ, ભક્તિ દ્વારા રોકવું ઘટે છે. અત્યારે જે કામ હાથમાં લીધું છે તે પૂરતું મંથન કરવું. જે વસ્તુ આવી પડી નથી તેની ચિંતા અને તે સંબંધી સલાહની ઈછા નિવૃત્ત કરવા ગ્ય છે. રિઝલ્ટ જણાયા પહેલાં કયાંય નિર્ણય કરી ન દે એ હિતકારક સમજાય છે. એક રીતે બનનાર તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી એમ ગણી તુર્ત કરવા યોગ્ય કાર્યમાં મંદતા ન આણવી. આગળ ઉપર થનાર છે તે થઈ રહેશે. કશું કરવું નથી. જે પ્રસંગે આવે તે સમભાવની ભાવના વધારી છે તે પ્રસંગે ઘટતું કરી છૂટવું છે– મૂંઝાવું તે નથી જ. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૬
અગાસ, તા. ૨૧-૨-૪૯ આપને પત્ર મળે. વાંચી સંતેષ થયે છે. તમે ભક્તિ કરે છે અને ભક્તિ અર્થે આયુષ્ય નિર્દોષપણે ગાળવા બ્રહ્મચર્ય સહિત સદ્ગુરુશરણે જીવવા ઈચ્છે છે તે જાણી નિસ્વાર્થપણે આનંદ થયેલ છે. આ કાળમાં જગતના સુખને ન ઈચ્છતા હોય તેવા ચેડા જ ભાગ્યશાળી