________________
૬૫૮
બધામૃત મારું ત્રણ પતે છે એવી મનમાં દઢતા રાખવી. આપણે તે પામર છીએ, પરંતુ પરમકૃપાળુદેવ જેવા સમર્થ પુરુષોએ પણ આંખ વડે રેતી ઉપાડવા જેવું કામ દેવું પતાવવા માટે કરતાં છતાં, અન્યનું ભલું કેમ થાય એ વિચારણું રાખી છે. તે જ માર્ગે આપણે પણ ચાલવું ઘટે છેજ. સંકટમાં પણ ચિત્તપ્રસન્નતા ચૂકી જવાશે તે અત્યારે નથી ગમતાં તેવાં કે તેથી વધારે ભારે કર્મ બંધાવા સંભવ છેછે. માટે સ્પેશિત થયા સિવાય હસતે મોઢે દેવું પતાવવું છે. એ જ કર્તવ્ય છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૮૩
અગાસ, તા. ૪–૧–૪૯ “કલ્યાણકારી ગુરુકૃપા, વરસો નિરંતર અંતરે, શાંતિ સમાધિ ધૈર્ય કેરા, અંકુર ઊગે ઉરે; રાગદ્વેષની દાહ સહુ, દૂર હે અમારી આજથી, કૃપાદષ્ટિ સંતની હે, સર્વ પર ઉલાસથી. સ્વમો સમા ભણકાર જૂના, મંત્રની ધૂનથી જશે;
પુરુષાર્થ ને ગુરુગબળથી, સર્વ હિતકારી થશે.” અશાતા વેદનીયને સંજોગ જોઈ મુમુક્ષુ જીવને સહજ વૈરાગ્ય રહેવાનું કારણ છે, તે પણ વિશેષ વેદનાને વખતે કે લાંબી માંદગી હોય તે કંટાળે આવી જવાનું તેમ જ આર્ત ધ્યાન થવાનું કેઈ વખતે બને એ સંભવ છે. માટે એવા પ્રસંગમાં જ્ઞાની પુરુષની આજ્ઞા તથા તેમનાં વચને વારંવાર લક્ષમાં રહે તે પુરુષાર્થ કરવાની ભલામણ જ્ઞાનીપુરુષ કરતા આવ્યા છે, તે લક્ષમાં રાખવાગ્યા છે. પોતાની ઈચ્છા પ્રમાણે અનુકૂળ સામગ્રી મળતી રહે અને વિદ્ગો ન આવે તેવા પુણ્યના ઉદયમાં વૈરાગ્ય રહેવું મુશ્કેલ છે, એમ વિચારી સમજુ પુરુષે વેદનાદિ પ્રતિકૂળ પ્રસંગને હિતકારી માને છે. પરમકૃપાળુદેવે જીવના અનંત દેષમાંથી મેટો દોષ એ બતાવ્યા છે કે જીવને તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન થતી નથી કે મુમુક્ષુતા જ ઉત્પન્ન થતી નથી, એટલે મુમુક્ષુતાના અભાવમાં બુભુશ્રુતા (ભેગની ઈરછા) નામને મોટો દેષ હોય છે. મુમુક્ષતા ઉત્પન્ન થવા માટે આ દેષને ટાળવાની જરૂર છે, એટલે વારંવાર હૃદયમાં વિચાર કરવા લાગ્યું છે કે વૃત્તિઓ ભેગ તરફ રહે છે કે ભેગના કારણમાં મૂંઝાય છે? એ તપાસ વારંવાર કરવામાં આવે તે દેષ દેષરૂપે લાગે અને મેહની મીઠાશ ઓછી થઈ મુમુક્ષતા યથાર્થ રીતે વધે.
“પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય,
દીઠા નહિ નિજ દેણ તે, તરિયે કોણ ઉપાય ?” – શ્રીમદ્ રાજચંદ્ર હરિ પ્રત્યે અખંડ લય લાગવી એને પરમકૃપાળુદેવ વૈરાગ્યદશા કહે છે. તેવી ભાવના ભાવવાથી સાચી વૈરાગ્યદશા સમજાય અને પ્રગટે તે આ મનુષ્યભવ સફળ થવાનું બને. પરમ કૃપાળુદેવના વચને વાંચવા કે સાંભળવાનું વારંવાર બને તે વેદનાને કાળ આર્તધ્યાનમાં જવાને બદલે, ધર્મધ્યાનમાં ગળાય. તેમ ન બની શકતું હોય તે મંત્રસ્મરણમાં દિવસને ઘણે ભાગ વ્યતીત થાય તેમ કર્તવ્ય છેy.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ